India VS New Zealand WTC Final|LIVE SCORES | MATCH UPDATES| Southampton Weather Update Today Chances Of Rain 2 3 Times A Day With Poor Light | બેડ વેધર આજે પણ વિઘ્ન રૂપ બનશે; વેટ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થશે, 2-3 વાર વરસાદ પડવાની સંભાવના

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India VS New Zealand WTC Final|LIVE SCORES | MATCH UPDATES| Southampton Weather Update Today Chances Of Rain 2 3 Times A Day With Poor Light

સાઉથહેમ્પટન2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોહલી પાસે 18 મહિના પછી સદી મારવાની તક, રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડી શકે છે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 3 વિકેટ પર 146 રનથી ઈનિંગને આગળ વધારશે. કેપ્ટન કોહલી 44 અને વાઇસ કેપ્ટન રહાણે 29 રન બનાવીને નોટઆઉટ છે. વેટ આઉટ ફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થશે. ગ્રાઉન્ડનું ઇન્સપેક્શન 10:20 વાગ્યે હાથ ધરાશે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો…….

જો વિરાટ આ મેચમાં પકડ જમાવીને સદી નોંધાવશે તો 18 મહિના પછી એના બેટમાંથી 100 રનની ઈનિંગ જોવા મળશે. આની સાથે કેપ્ટન તરીકે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડશે.

આની પહેલા વિરાટે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ડે-નાઇટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યારથી અત્યારસુધી એણે 39 આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 17 T-20, 15 વન-ડે અને 7 ટેસ્ટ રમી છે.

કોહલી-રહાણેએ ટીમને સંભાળી
સાઉથહેમ્પટનમાં રમાઈ રહેલી ફાઇનલ મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા દિવસે શનિવારે ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું પડ્યું હતું. પહેલી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 146 રન બનાવ્યા છે. જેમાં ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત આપી હતી. રોહિતે 34 રન અને ગિલે 28 રનની ઈનિંગ રમી હતી. ચેતેશ્વર પુજારા 8 રન બનાવીને આઉટ થયો હતો. કીવી ટીમનાં ટ્રેંટ બોલ્ટ, કાઇલ જેમિસન અને નીલ વેગ્નરે 1-1 વિકેટ ઝડપી.

સૌથી વધુ સદીનો રેકોર્ડ કોહલીને નામ થઇ શકશે
વિરાટ કોહલી કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય મેચમાં સદી નોંધવાના રેકોર્ડની યાદીમાં રિકી પોંન્ટિંગની બરાબરી કરશે. વિરાટે 201 અને પોન્ટિંગે 324 ઈન્ટરનેશનલ મેચમાં 41-41 સદી મારી છે. આ ત્રણેય ફોર્મેટની મેચ છે. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 62.56ની એવરેજથી 12,387 રન બનાવ્યા છે. જ્યારે પોન્ટિંગે 45.54ની એવરેજથી 15,440 રન બનાવ્યા હતા.

બંને ટીમઃ

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *