India Vs New Zealand WTC Final day 2 LIVE Score: Rohit Sharma Virat Kohli Kane Williamson | NZ Vs IND Test Championship Final Latest News Photo Update | ન્યૂઝીલેન્ડે ટોસ જીતીની બોલિંગ પસંદ કરી, કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો; કેપ્ટન તરીકે 61 ટેસ્ટ રમનાર પ્રથમ ભારતીય બન્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs New Zealand WTC Final Day 2 LIVE Score: Rohit Sharma Virat Kohli Kane Williamson | NZ Vs IND Test Championship Final Latest News Photo Update

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
અત્યારે ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે. - Divya Bhaskar

અત્યારે ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. જેના બીજા દિવસે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 20+ રન બનાવ્યા છે. ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે. પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ જતા, આજે 98 ઓવરની ગેમ યોજાશે. બીજા અને ત્રીજા સેશનમાં 15-15 મિનિટ વધારવામાં આવી છે. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીંયા ક્લિક કરો……..

કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ 61 ટેસ્ટ રમીને ધોનીનો રેકોર્ડ તોડ્યો. ધોનીએ 60 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી. ત્રીજા નંબર પર સૌરવ ગાંગુલી છે, તેમણે 49 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે.

ભારતીય ટીમે લિજેન્ડ મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલી આપી
ટીમ ઈન્ડિયા મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલી આપવા માટે કાળી પટ્ટી બાંધીને મેચ રમી રહી છે. પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. 5 દિવસ અગાઉ તેમનાં પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સને કારણે નિધન થયું હતું. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમાં PGIMERમાં ચાલી રહી હતી.

શુક્રવારે વરસાદને કારણે આખો દિવસ પિચ કવરમાં રહી હતી.

શુક્રવારે વરસાદને કારણે આખો દિવસ પિચ કવરમાં રહી હતી.

સુનિલ ગાવસ્કરના જણાવ્યા પ્રમાણે પિચ પર ઘાસ ઓછું છે. તેવામાં શરૂઆતની કેટલીક ઓવરમાં પેસર્સને મદદ મળી શકે છે. પહેલા બોલિંગ કરતી ટીમ શરૂઆતમાં વિકેટો ઝડપીને મેચમાં પકડ બનાવવા ઇચ્છશે.

કીવીની પ્લેઇંગ-11માં એકપણ સ્પિનર નથી
કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને પ્લેઇંગ-11માં એકપણ સ્પિનરને ચાન્સ આપ્યો નથી. ટીમમાં 4 ફાસ્ટ બોલર કાઇલ જેમિસન, ટિમ સાઉદી, નીલ વેગનર અને ટ્રેંટ બોલ્ટનો સમાવેશ કરાયો છે. જ્યારે કોલિન ડિ ગ્રેન્ડહોમ મિડિયમ પેસ બોલિંગ ઓલરાઉન્ડર છે.

2 સ્પિનર્સ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે પોતાની પ્લેઈંગ-11 જાહેર કરી દીધી હતી. ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં વિરાટ સેના 2 સ્પિનર્સ અને 3 પેસર્સ સાથે મેદાનમાં ઉતરશે.

બંને ટીમ

  • ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
  • ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટૉમ લેથમ, ડેવોન કૉનવે, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોટલિંગ, કોલિન ડિ ગ્રેન્ડહોમ, કાઇલ જેમિસન, ટિમ સાઉદી, નીલ વેગનર અને ટ્રેંટ બોલ્ટ

સાઉથહેમ્પટનમાં આજે વરસાદના એંધાણ
હવામાન વિભાગની આગાહી મુજબ સાઉથહેમ્પટનમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પણ પડી શકે છે. જોકે આજે શનિવારે સવારે સાઉહેમ્પટનમાં સની વેધર હતું. તેવામાં આજે વરસાદ ઓછું વિઘ્ન નાંખે એવું પ્રતિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *