India Vs New Zealand World Test Championship Final : Controversy On Umpire Review On Virat Kohli’s Catch | Umpire Richard Illingworth | વિરાટ સામે કેચની અપીલ પર અમ્પાયરે રિવ્યૂ લીધો, લક્ષ્મણે કોમેન્ટ્રી દરમિયાન નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો

By | June 19, 2021


  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs New Zealand World Test Championship Final : Controversy On Umpire Review On Virat Kohli’s Catch | Umpire Richard Illingworth

સાઉથહેમ્પટન2 કલાક પહેલા

  • કૉપી લિંક

WTC ફાઇનલની પ્રથમ ઈનિંગમાં વિરાટ અને અમ્પાયર વિવાદ સર્જાયો છે. ભારતીય ટીમની ઈનિંગની 41મી ઓવરના 5માં બોલ પર કોહલના પાસેથી નિકળીને વિકેટકીપરના હાથમાં જતી રહી હતી. જેમાં અમ્પાયરે કીવી ખેલાડીના રિવ્યૂ લીધા પહેલા જાતે જ રિવ્યૂ લઇ લીધો હતો.

ટ્રેંટ બોલ્ટની બોલિંગ દરમિયાન કીવી ટીમે અપીલ કરી હતી, જેમાં અમ્પાયર રિચર્ડ ઈલિંગવર્થે કોઈ નિર્ણય લીધો નહતો. આ અંગે ન્યૂઝીલેન્ડાના કેપ્ટન વિલિયમ્સન DRS લેવા ઇચ્છતા હતા, એની પહેલા ઈલિંગવર્થે જણાવ્યું હતું કે મેં અમ્પાયર રિવ્યૂ લીધો છે. અમ્પાયરના નિર્ણયથી વિરાટ કોહલી નારાજ છે. જોકે રિવ્યૂમાં કોહલી નોટઆઉટ હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો હતો.

વિરાટ કોહલીએ રિવ્યૂ અંગે અમ્પાયર સાથે વાતચીત કરી હતી.

વિરાટ કોહલીએ રિવ્યૂ અંગે અમ્પાયર સાથે વાતચીત કરી હતી.

નિયમ પ્રમાણે જોવા જઇએ તો અમ્પાયર ત્યારે જ રિવ્યૂ લઈ શકે છે, જ્યારે ખેલાડીએ કેચ બરાબર ન પકડ્યો હોય. પરંતુ આ કિસ્સામાં વિકેટકીપરે યોગ્ય કેચ પકડ્યો હતો, જે સ્પષ્ટપણે નજરે પડી રહ્યું હતું. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ અમ્પાયરના આ નિર્ણયને મજાકિયા કહ્યો હતો. એમણે કહ્યું કે અમ્પયારે કોઇ નિર્ણય લીધો નહીં અને આ એક રિવ્યૂ બની ગયો.

સોશિયલ મીડિયામાં પણ ફેન્સ ઇલિંગવર્થના નિર્ણયની નિંદા કરી રહ્યા છે. યૂઝર્સે કહ્યું કે અમ્પાયરે ન્યૂઝીલેન્ડના કેપ્ટનને રિવ્યૂ કેમ ન લેવા દીધો. જો એવા થયું હોત તો કીવી ટીમે અત્યારસુધી 2 રિવ્યૂ ગુમાવી દીધા હોત, પરંતુ આમ થઈ શક્યું નહતું.

બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો નહતો

બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો નહતો

એક યૂઝરે એમપણ લખ્યું હતું કે અમ્પાયર રિવ્યૂના નિયમમાં ઘણા કન્ફ્યૂઝન છે. જો નિયમ ખાલી કેચ પકડ્યો છે કે કેમ એના માટે છે તો અમ્પાયર કેમ એડ્જને ચેક કરે છે. એમણે ખાલી બોલ કલેક્ટ કરવાની ફુટેજ જોવી જોઇએ પરંતુ એમ થયું નથી.

બીજા યૂઝરે લખ્યું હતું કે જો અમ્પાયર કેચને ચેક કરતા હતા, તો અમ્પાયરે માન્યું હતું કે કોહલીના બેટને બોલ ટચ કરીને ગયો છે. તેવામાં વિલિયમ્સને નોર્મલ રિવ્યૂ કેમ ન લીધો? અમ્પાયરોએ આ શું કર્યું? ન્યૂઝીલેન્ડે રિવ્યુ કેમ ન લીધો. જો કોહલી આઉટ હોતતો ICC માટે શરમજનક ઘટના હોત. પરંતુ કોહલી નોટઆઉટ રહ્યો.

જોકે કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું કે એપ્રિલ 2021માં નવો નિયમ આવ્યો છે. જેમાં અમ્પાયર થર્ડ અમ્પાયરને પૂછી શકે છે કે બેટને બોલ સ્પર્શ કરીને ગયો છે કે નહીં. સંજય બાંગરે કહ્યું કે ICC ટેક્નિકલ કમિટિએ આ નિર્ણય લીધો હતો. તેમણે આ નિર્ણય અમ્પાયરનું કન્ફ્યુઝન દૂર કરવા માટે લીધો છે. તેવામાં આ નિર્ણય લેવો યોગ્ય નહતો.

અન્ય સમાચારો પણ છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *