India V S England Series News And Update | England All Rounder Ben Stokes Break From The Game Withdrawn From The Home Test Series Against | સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી બ્રેક લીધો, ઈન્ડિયા સામેની સિરીઝથી પણ બહાર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • India V S England Series News And Update | England All Rounder Ben Stokes Break From The Game Withdrawn From The Home Test Series Against

એક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ECBએ કહ્યું- અમે સ્ટોક્સના નિર્ણયનું સન્માન કરીએ છીએ

ભારત સામેની હોમ ટેસ્ટ સિરીઝ પહેલા ઈંગ્લિશ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. સ્ટોક્સના આ નિર્ણયના કારણે ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે શુક્રવારે રાત્રે આ અંગે જાણ કરી હતી. તેવામાં 30 વર્ષીય સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આ સિરીઝ સાથે T-20 વર્લ્ડ કપમાં ભાગ ના લેવાનો નિર્ણય કરતા ઇંગ્લિશ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જોકે પૂર્વ ઇંગ્લિશ ખેલાડીઓ સ્ટોક્સના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે.

ઇંગ્લિશ ટીમને ઈન્ડિયા સામેની સિરીઝમાં સ્ટોક્સને રિપ્લેસ કરી શકે એવો ખેલાડી શોધવો ઘણો મુશ્કેલ રહેશે. આ બંને ટીમ વચ્ચે 4 ઓગસ્ટથી 5 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવા જઈ રહી છે.

ECBએ શુક્રવારે રાત્રે સ્ટોક્સે બ્રેક લીધો હોવાની જાણ કરી
ભારત સામેની હોમ ટેસ્ટ સિરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરઉન્ડર બેન સ્ટોક્સે અનિશ્ચિત સમય સુધી ક્રિકેટમાંથી બ્રેક લીધો હોવાની જાણકારી સામે આવી રહી છે. આ અંગે ECBએ શુક્રવારે રાત્રે જાણ કરતા કહ્યું હતું કે બેન સ્ટોક્સે પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને આ નિર્ણય લીધો છે. સ્ટોક્સ ઈન્ડિયા સામેની ટેસ્ટ સિરીઝ સાથે આગામી T-20 વર્લ્ડ કપમાં પણ ભાગ લેવા માટે તૈયાર નથી.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB)એક નિવેદન આપતા કહ્યું હતું કે સ્ટોક્સેને ફિંગર ઈન્જરી થઈ હોવાથી પણ બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. મહત્ત્વનું છે કે મહામારીના સમયગાળા દરમિયાન ક્રિકેટર્સને પણ સતત બાયો-બબલમાં રહેવું પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય લાગી રહ્યું નથી.

ECBએ કહ્યું- સ્ટોક્સના નિર્ણયનું સન્માન કરીએ છીએ
ઇંગ્લેન્ડ મેન્સ ક્રિકેટનાં મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઈલ્સે કહ્યું હતું કે ECB સ્ટોક્સના નિર્ણયને સપોર્ટ કરે છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર જાઇલ્સે કહ્યું હતું કે બેન સ્ટોક્સે પોતાની ભાવનાઓ અને સારા માટે સ્પષ્ટ વાત કરીને પ્રશંસનીય પગલું ભર્યું છે. આના માટે ઘણી હિમ્મતની જરૂર હોય છે. એમણે વધુમાં કહ્યું હતું કે ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે રહેવું ઘણું મુશ્કેલ છે. આ સમયગાળમાં પરિવારના સભ્યો સાથે પણ રહેવા મળતું નથી, જેના કારણે ખેલાડીઓને વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે. ગત 16 મહિનામાં આ વાતાવરણ સતત અસર કરતું આવ્યું છે.

વધુમાં જાઇલ્સે કહ્યું કે અમે ઇંગ્લેન્ડ ક્રિકેટમાં ફરી એકવાર બેન સ્ટોક્સને રમતો જોવા ઇચ્છીએ છીએ. અમે પણ એને જેટલો પણ સમય જોઇતો હશે તેટલો આપીશું. જેના કારણે બેન સ્ટોક્સ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરે.

ન્યૂઝીલેન્ડ સામે પણ નહતો રમ્યો સ્ટોક્સ
ઈન્ડિયા સામે સિરીઝ પહેલા બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ હતી. તે ન્યૂઝીલેન્ડ સામે જૂનમાં રમાયેલી 2 ટેસ્ટ મેચની સિરીઝમાં નહોતો રમ્યો. જોકે તે સમયે સ્ટોક્સ ઈજાગ્રસ્ત હોવાથી રિકવર થઈ રહ્યો હતો.

બેન સ્ટોક્સે પાકિસ્તાન સામેની સિરીઝમાં ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટનશિપ સંભાળીને 3-0થી જીત અપાવી હતી.

IPLમાં બેન સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો હતો
IPL 2021ની સિઝનમાં સ્ટોક્સ 1 મેચ રમીને બહાર થઈ ગયો હતો. પંજાબ કિંગ્સ સામેની મેચમાં બેન સ્ટોક્સ ક્રિસ ગેઇલનો કેચ પકડવા જતા ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ મેચની બીજી ઈનિંગમાં એ બેટિંગ કરવા પણ આવ્યો હતો, પરંતુ ત્યારપછી રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ એની ફિંગરમાં ફ્રેક્ચર હોવાની પુષ્ટી કરી હતી.

ઇંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડ્યો હતો
સ્ટોક્સનું યોગદાન 2019ના વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વપૂર્ણ હતું. એણે આ વર્ષે વિઝ્ડન લીડિંગ ક્રિકેટર ઓફ ધ યર પંસદ કરાયો હતો. આ સન્માન 15 વર્ષ પછી કોઇ ઇંગ્લેન્ડના ખેલાડીને મળ્યું હતું. બેન સ્ટોક્સની પહેલા આ સન્માન એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફને વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *