India-New Zealand final became the most watched match in the World Test Championship | ભારત-ન્યૂઝીલેન્ડની ફાઇનલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિ.માં સૌથી વધુ જોવાયેલી મેચ બની

[ad_1]

દુબઈ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આઈસીસીએ કહ્યું કે ગત મહિને સાઉથમ્પ્ટનમાં રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બધી સીરિઝમાંથી સૌથી વધુ જોવાયેલ મેચ બની હતી. તેને વિશ્વભરમાં 17.7 કરોડ લોકોએ નિહાળી. 18 થી 23 જૂન વચ્ચે રમાયેલી આ ટેસ્ટ લાઇવ જોનારા લોકોની સંખ્યા 89 ક્ષત્રોમાં 13.06 કરોડ સુધી પહોંચી હતી.

ભારતમાં સ્ટાર સ્પોર્ટસ અને દુરદર્શનના માધ્યમથી સૌથી વધુ દર્શકોએ મેચ નિહાળી હતી. મેચને 94.6% ભારતીય ચાહકોએ નિહાળી. રિઝર્વ-ડેના દિવસે ન્યૂઝીલેન્ડે 8 વિકેટે મેચ જીતી લીધી હતી. અંગ્રેજી સહિત, સ્ટારમાં હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં મેચની ફીડ આપી હતી.

આઈસીસીના ચીફ કોમર્શિયલ ઓફિસર અનુરાગ દહિયાએ કહ્યું, ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનું પ્રસારણ અને ડિજિટલ કવરેજ માટે દર્શકોની સંખ્યા ખરેખર સારી રહી. આઈસીસીએ કહ્યું કે અમે હંમેશા વધુમાં વધુ દર્શકો સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોઇએ છીએ.

ન્યૂઝીલેન્ડમાં દર્શકોની સંખ્યા પણ સારી રહી હતી. ત્યા નાની વસ્તી અને પ્રસારણ માટે અસુવિધાજનક સમય છતાં 2 લાખથી વધુ લોકોએ મેચ નિહાળી અને સવારે વહેલા ઉઠીને પણ ટીમને સપોર્ટ કરતા હતા.’

બ્રિટનમાં આઈસીસીના ઓટીટી પ્લેટફોર્મ આઈસીસી.ટીવીમાં 145 થી વધુ ક્ષેત્રોમાંથી 6 લાખ 65 હજાર લોકોએ લાઇવ મેચ નિહાળી હતી. આઈસીસી પેજ પર 36.8 કરોડ વ્યૂઝ મળ્યા. આઈસીસીના સોશિયલ મીડિયા પેજ પર 24 કલાકમાં 70 કરોડથી વધુ વ્યૂઝ આવ્યા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *