India has 65% female and 63% male players left, completing the challenge in 7 games | ભારતની 65% મહિલા અને 63% પુરૂષ ખેલાડીઓ બાકી, 7 રમતમાં પડકાર પુરો

[ad_1]

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટોક્યો ગેમ્સમાં એક સપ્તાહ પૂરો, ત્રણ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન બહાર, હજુ સુધી 1 મેડલ આવ્યો, 1 મેડલ પાકો

ટોક્યો 2020 માં એક સપ્તાહ પૂરો થઇ ગયો છે. ભારતની ઘણી રમતોમાં અપેક્ષાઓ પુરી થઇ ગઇ છે. તો કેટલીક રમતોમાં મેડલની અપેક્ષા હજૂ બાકી છે. ભારતના 68 પુરૂષ ખેલાડી અને 54 મહિલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા હતા. પુરૂષમાં 43 એટલે કે 63% અને મહિલાઓમાં 35 એટલે કે 65% ખેલાડીઓ હજુ રેસમાં છે. ભારતીય ખેલાડીઓ 18 રમતમાં ક્વોલિફાઈ કર્યું હતું, જેમાંથી 7 ગેમમાં ભારતની અપેક્ષા પુરી થઇ ગઇ છે. ત્રણ રમત (તીરંદાજી, બોક્સિંગ, શૂટિંગ) માં વર્લ્ડ ચેમ્પિયન બહાર થઇ ગયા છે.

  • મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. આ ભારતનો આ ગેમમાં માત્ર બીજો મેડલ છે.
  • હોકીમાં ભારતની બંને ટીમો રેસમાં છે. પુરૂષ ટીમ 5માંથી 4 ગ્રુપ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. જ્યારે મહિલા ટીમની આશા કાયમ છે.
  • બોક્સિંગમાં 23 વર્ષની લવલીનાએ મેડલ પાકો કર્યો છે. આ તેની પહેલી જ ઓલિમ્પિક ઇવેન્ટ છે. પણ પુર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને સાબિત કરી દીધું કે ગોલ્ડની રેસમાં છે.
  • બેડમિન્ટનની વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સતત બીજા ઓલિમ્પિકમાં સેમી ફાઇનલમાં પહોંચી છે. તે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પહેલી મહિલા ખેલાડી બની શકે છે.
  • 6 વારની વર્લ્ડ ચેમ્પિયન મેરીકોમ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં રિયો ઓલિમ્પિકની કાસ્ય મેડાલિસ્ટથી હારી. વિવાદ પણ થયો, રેફરી અને પોઇન્ટ સિસ્ટમને દોષ પણ આપ્યો.
  • તિરંદાજીમાં વર્લ્ડ ચેમ્પિયન દીપિકા ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઇ ગઇ. પુરૂષમાં પ્રવીણ જાધવ અને તરૂણદીપ રાયનો પડકાર પણ પુરો થઇ ગયો.
  • મનીકા બત્રા અને શરત કમલ ત્રીજા રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. પણ તેનાથી આગળ જઇ શક્યા નહીં. મિક્સ ડબલ્સમાં પણ પ્રિ ક્વાર્ટરમાં હારી ગઇ.
  • સૌથી મોટી નિરાશા શૂટિંગમાં થઇ. રેકોર્ડ 15 સભ્યોની ટીમમાંથી 13 ખેલાડીઓ બહાર થઇ ચુક્યા છે, જેમાં મોટાભાગના વર્લ્ડ ચેમ્પિયન છે. માત્ર સૌરભ ફાઇનલ સુધી પહોંચ્યો છે.

ભારતની અપેક્ષા હજુ બાકી

  • એથ્લેટીક્સમાં ભારતની સૌથી મોટી ટીમ છે. 26 ખેલાડી ગેમ્સમાં છે. જેમાંથી નીરજ ચોપડા (જેવલીન થ્રો) અને તજિંદરપાલ તૂર (શોટ પૂટ) મેડલ માટે દાવેદાર છે.
  • બોક્સિંગમાં પણ અપેક્ષા છે. અમિત પંઘાલ અને પુજા રાની મેડલ માટે પ્રબળ દાવેદાર છે.
  • કુશ્તીમાં પણ ભારતના 7 ખેલાડીઓ છે, જેમાં સૌથી વધુ અપેક્ષા બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પાસે છે. યુવા અંશુ મલિક અને સોમન મલિક પણ ઉલટફેર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *