India: Federation warns players of highest-member athletics team, says action will be taken if they do not perform well in games | ભારત: સૌથી વધુ સભ્યોની એથ્લેટિક્સ ટીમના ખેલાડીઓને ફેડરેશને ચેતવણી આપી, કહ્યું: ગેમ્સમાં સારું પ્રદર્શન કરો નહીં તો એક્શન લેવાશે

[ad_1]

નવી દિલ્હી2 કલાક પહેલા

  • કૉપી લિંક

ટોક્યો 2020 માં ભારતની સૌથી મોટી એથ્લેટિક્સ ટીમ છે. 26 એથ્લીટ પોતાની દાવેદારી રજૂ કરશે. બેંગલુરુમાં થયેલ ટ્રાયલમાં ખરાબ પ્રદર્શન બાદ 20 કિમીના રેસ વોકર કેટી ઇરફાન અને લોન્ડ જમ્પર શ્રીશંકરને ટોક્યો નહીં મોકલવાની વાત થઇ રહી હતી. પણ સિલેક્શન કમિટિએ તત્કાલ બેઠક બોલાવીને બંનેને ઓલિમ્પિક માટે મોકલવાનો નિર્ણય કર્યો.

તેમનું માનવું છે કે ટ્રાયલ ફિટનેસ માટે થઈ હતી. ફોર્મ માટે નહીં. તેની સાથે એથ્લેટિક્સ ફેડરેશને ઓલિમ્પિકમાં સારા પ્રદર્શન નહીં કરનાર એથ્લીટ પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. અધ્યક્ષ આદિલ સુમરિવાલાએ કહ્યું કે, ‘જો એથ્લીટ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન નથી કરતા તોઅમે તેની સામે કાર્યવાહી કરીશું.’

શ્રીશંકર: બુધવારે બેંગલુરુના સાઈ સેન્ટરમાં આયોજિત ફિટનેસ ટ્રાયલ મયે શ્રીશંકરનું બેસ્ટ પ્રદર્શન 7.48 મીટર રહ્યું હતું. તેણે માર્ચમાં ફેડરેશન કપમાં 8.26 ની છલાંગ ની સાથે ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું હતું.

ઇરફાન: ઇરફાન ટોક્યો માટે ક્વોલિફાઇ કરનાર ટ્રેક એન્ડ ફિલ્ડનો પહેલો એથ્લીટ હતો. તે માર્ચમાં નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં રેસ પુરી કરી શક્યો ન હતો. મે માં તે કોરોનાથી સંક્રમિત થઇ ગયો હતો. એથ્લેટિક્સની ઇવેન્ટ 30 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે થશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *