India defeated the defending champions for the second time in 125 years | ભારતે 125 વર્ષમાં બીજીવાર ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવ્યું

[ad_1]

ટોક્યો2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભારતે 3-2થી આર્જેન્ટિનાને હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી, આજે જાપાન સામે અંતિમ ગ્રૂપ મેચ
  • 1964 ટોક્યો ઓલિમ્પિકમાં પાકિસ્તાનને હરાવ્યું હતું
  • વરુણ કુમાર, વિવેક સાગર પ્રસાદ, હરમનપ્રીતે ગોલ કર્યો

ટોક્યોમાં ભારતીય પુરુષ હોકી ટીમે રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર આર્જેન્ટિનાને 3-1થી હરાવીને ગ્રૂપ-એમાં બીજું સ્થાન મેળવી લીધું છે. આ જીતની સાથે ટીમ ઇન્ડિયાએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું છે. આ ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતની કોઇ પણ ડિફેન્ડિંગ ટીમ પર બીજી જીત છે. આ પહેલાં ભારતે રોમ ઓલિમ્પિક ચેમ્પિયન (1960) પાકિસ્તાનને 1-0થી હરાવ્યું હતું. તે જીત પણ ભારતને ટોક્યો ઓલિમ્પિક (1964) માં મળી હતી. હવે ટીમનો સામનો શુક્રવારે જાપાન સામે થશે.

પહેલો હાફ ગોલરહિત રહ્યો હતો. ભારતને પહેલી સફળતા ત્રીજા ક્વાર્ટરમાં વરૂણે અપાવી હતી. 43મી મિનિટમાં તેણે ફિલ્ડ ગોલ કરી સ્કોર 1-0 કર્યો. 48મી મિનિટે માઇકો કેસેલાએ ગોલ કરી આર્જેન્ટીનાને બરોબરી પર લાવી દીધું. ભારતે અટેક ઝડપી કર્યોં અને 58મી મિનિટમાં વિવેક સાગર પ્રસાદે ગોલ કરી 2-1ની લીડ અપાવી. ત્યારબાદ તરત જ હરમનપ્રીતે ગોલ કરી ટીમનો સ્કોર 3-1 કરી દીધો.

ટુર્નામેન્ટ હજુ પુરી નથી થઇ: સુકાની મનપ્રીત
​​​​​​​સુકાની મનપ્રીત સિંહે કહ્યું, ‘ટુર્નામેન્ટ હજુ પૂરી નથી થઇ. હજુ ઘણું બાકી છે. ઓલિમ્પિક ચેમ્પિયન સામે રમતા પહેલા વિચાર્યું ન હતું કે અમે તેને કઇ રીતે હરાવીશું. અમે પહેલા ત્રણ ક્વાર્ટરમાં તેના પર દબાણ રાખ્યું. જોકે કેટલીક તકો ગુમાવી. પણ અમે જીત મેળવવામાં સફળ રહ્યા. અમે ઘણી તકને ગોલમાં ફેરવવામાં સફળ રહ્યા.’

નોકઆઉટ મેચમાં ભારતે પોતાના ડિફેન્સને સુધારવું પડશે: સમીર દાદ, ઓલિમ્પિયન, એશિયન ચેમ્પિયન
​​​​​​​
આર્જેન્ટિના સામે ભારતની ગોલકીપિંગ સારી રહી હતી. શ્રીજેશે દરેક મેચની જેમ આ મેચમાં પણ ઘણા ગોલ રોક્યા. પણ આવનાર મેચમાં ભારતે ડિફેન્સમાં સુધાર કરવો પડશે. નોકઆઉટમાં મોટી ટીમો સામે આવી ભુલો ન કરી શકીએ. હવે ભારતે ક્વાર્ટર ફાઇનલ વિશે વિચારવું પડશે. હવેની મેચ પુલમાં ટોપ-2ના સ્થાન માટે રમવી પડશે. જેથી ભારત ટોપ-2નું સ્થાન જાળવી રાખે. જો આવુ રહેશે તો ભારતે પુલ-બીની ત્રીજા સ્થાનની ટીમ સામે રમવાનું રહેશે. હાલની પરિસ્થિતી પ્રમાણે ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો સામનો નેધરલેન્ડ, બ્રિટન, જર્મની સામે થઇ શકે છે. ભારતે યજમાન જાપાનને સરળતાથી લેવું ન જોઇએ. કારણ કે છેલ્લા 6 વર્ષથી તેની આજ ટીમ રમી રહી છે અને તેની તૈયારી પણ સારી છે. જેથી જાપાન સામે સતર્ક રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *