IND vs SL Controversy | The Sri Lankan bowler threw a bouncer to distract pruthvi shaws game play, the neckguard smashed on the helmet; ‘Shaw’ out in the second over | ફોર્મમાં રમતા પૃથ્વીનું ધ્યાન ભટકાવવા શ્રીલંકન બોલરે બાઉન્સર નાખ્યો, બોલ હેલ્મેટ પર વાગતા નેકગાર્ડ તૂટી ગયું; બીજી ઓવરમાં ‘શૉ’ આઉટ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND Vs SL Controversy | The Sri Lankan Bowler Threw A Bouncer To Distract Pruthvi Shaws Game Play, The Neckguard Smashed On The Helmet; ‘Shaw’ Out In The Second Over

21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પૃથ્વીએ ધવન સાથે 33 બોલમાં 58 રનની પાર્ટનરશિપ કરી હતી

શ્રીલંકા સામેની પહેલી વનડે મેચને ઈન્ડિયન ટીમે 7 વિકેટે જીતી લીધી હતી. ટીમ ચેઝ કરી રહી હતી ત્યારે પૃથ્વી શૉના હેલમેટ પર બોલ વાગ્યો હતો. શ્રીલંકન ફાસ્ટ બોલર દુશ્મંતા ચમીરાએ બાઉન્સર નાખ્યો હતો, જે શૉના હેલ્મેટ પર વાગતા તેનું નેક ગાર્ડ પણ તૂટી ગયું હતું. આ ઘટના પછી શૉનું ધ્યાન ભટકી જતા તે એની બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. એણે 24 બોલમાં 43 રનની આક્રમક ઈનિંગ રમી હોવાથી ટીમ સરળતાથી રનચેઝ કરી શકી.

પૃથ્વીનો આક્રમક ‘શૉ’
શિખર ધવન સાથે મળીને પૃથ્વી શૉએ આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી હતી. પૃથ્વીએ ઈનિંગના બીજા બોલ પર જ ચોગ્ગો મારીને રનચેઝ શરૂ કર્યો હતો. ત્યારપછી શૉ ફોર્મમાં જોવા મળ્યો હતો, એણે બેક ટુ બેક બાઉન્ડરી મારીને શ્રીલંકન બોલર્સની લાઇન એન્ડ લેન્થને પણ સેટ નહોતી થવા દીધી. આ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વગર 45 રનને પાર પહોંચી ગયો હતો.

ચમિરાએ પૃથ્વી શૉને બાઉન્સર બોલથી ચોંકાવીને તેની લય તોડવાની કોશિશ કરી હતી. આ બોલ શૉના હેલ્મેટ પર વાગ્યો અને તેનું નેકગાર્ડ પણ તૂટી ગયું હતું.

ઈજાગ્રસ્ત થયા પછી શૉ આઉટ
ચમિરાનો બોલ હેલ્મેટ પર વાગતા શૉનું ધ્યાન ભંગ થઈ ગયું હતું. શૉની સ્થિતિ જાણવા માટે ટીમ ઈન્ડિયાનો ફિઝિઓ પણ મેદાનમાં આવ્યો હતો. એણે તેની ચકાસણી કર્યા પછી શૉને મેચ રમવા માટે અનુમતિ આપી હતી.

ચમિરાની ઓવર પછી ધનંજય ડિસિલ્વા બોલિંગ કરવા માટે આવ્યો હતો. આ ઓવરના પહેલા 2 બોલ ધવને રમ્યા હતા જેમાં એક રન લઈને પૃથ્વીને સ્ટાઇક આપી હતી. શૉએ આવતાની સાથે જ લોફ્ટેડ શોટ માર્યો જેનો સંપર્ક બરાબર ના થતા તે કેચ આઉટ થઈ ગયો હતો. આઉટ થતા પહેલા પૃથ્વીએ ધવન સાથે 33 બોલમાં 58 રનની પાર્ટનરશિપ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *