IND VS SL 2ND ODI UPDATE | Dravid addresses team in dressing room after Lanka victory; Said- Indian team roared like a champion | લંકા વિજય પછી રાહુલે ડ્રેસિંગ રૂમમાં ટીમને સંબોધી; કહ્યું- ઈન્ડિયન ટીમે ચેમ્પિયનની માફક ગર્જના કરી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND VS SL 2ND ODI UPDATE | Dravid Addresses Team In Dressing Room After Lanka Victory; Said Indian Team Roared Like A Champion

19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જો આપણે ઓવરઓલ ટીમના પરફોર્મન્સની વાત કરીએ તો દરેક ખેલાડીએ પોતાનું બેસ્ટ આપ્યું હતું- રાહુલ દ્રવિડ

ટીમ ઈન્ડિયાએ વનડેમાં શ્રીલંકાને 3 વિકેટે હરાવીને 2-0થી 3 મેચની સિરીઝ જીતી લીધી છે. બીજી વનડેમાં પ્રશંસનીય જીત દાખવ્યા પછી ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. દ્રવિડે કહ્યું હતું કે ઈન્ડિયન ટીમે ચેમ્પિયનની માફક ગર્જના કરી છે. જો આપણે મેચ હારી ગયા હોત તો પણ ટીમે અંતિમ ઓવર સુધી સારી લડત આપી હતી. ટીમના ગેમ પ્લેના વખાણ કરવાની સાથે દ્વવિડે પોતાની વિનમ્ર છબી પણ જાળવી રાખી હતી.

દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારનું મેચ વિનિંગ નૉક

દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારનું મેચ વિનિંગ નૉક

5 બોલ પહેલા દીપકે મેચ જીતાડી, ટીમના પોઝિટિવ માહોલનો વીડિયો વાઇરલ
ઈન્ડિયન ટીમનો સ્કોર 193 રન પર 7 વિકેટનો હતો, ત્યારથી 276 રનનો લક્ષ્યાંક ચેઝ કરી લીધો હતો. આ સમય દરમિયાન દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારે 84 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. તેમની નોટઆઉટ ઈનિંગે ઈન્ડિયન ટીમને 5 બોલ પહેલા મેચ જીતાડી દીધી હતી.

BCCI ડોટ ટીવીમાં શેર કરાયેલા વીડિયોમાં રાહુલ દ્રવિડ ખેલાડીઓને સંબોધિત કરતા નજરે પડ્યા હતા. દ્રવિડે કહ્યું હતું કે આમ જોવા જઇએ તો મેચનું રિઝલ્ટ આપડા પક્ષમાં આવ્યું હતું, પરંતુ જો આપણે આ મેચ હારી ગયા હોત તો પણ ટીમની એફર્ટ્સ શાનદાર રહી હતી. ટીમના દરેક ખેલાડીએ પ્રશંસનીય પ્રદર્શન દાખવ્યું હતું.

મેચમાં ટીમના દરેક ખેલાડીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું- રાહુલ દ્રવિડ

મેચમાં ટીમના દરેક ખેલાડીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું- રાહુલ દ્રવિડ

દ્વવિડે શ્રીલંકન ટીમના વખાણ કર્યા
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે શ્રીલંકન ટીમ પણ એક પ્રોફેશનલ ઈન્ટરનેશનલ સાઇડ છે. અમને ખાતરી હતી કે તે વળતો પ્રહાર જરૂર કરશે. શ્રીલંકાન ખેલાડીએ પણ મેચ જીતવા માટે પોતાનું બેસ્ટ આપ્યું હતું અને આપણે એક ઈન્ટરનેશનલ સાઇડ સાથે આવી જ અપેક્ષા રાખી શકીએ છીએ.

શ્રીલંકન ટીમે સિરીઝમાં વાપસી કરવા એડી ચોટીનું જોર લગાવી દીધું હતું પરંતુ આપણે પણ એક ચેમ્પિયન ટીમની જેમ જવાબ આપ્યો છે. આપણે પડકારજનક સ્થિતિનો સામનો કરીને મેચ જીતી છે, જેમાં દરેક ટીમના ખેલાડીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તમે બધાએ સારુ કામ કર્યું છે.

દ્રવિડે આ મેચની જીતનો શ્રેય ટીમને આપ્યો
રાહુલ દ્રવિડે ચાહરની ફર્સ્ટ ફિફ્ટીને તાલીઓથી વધાવી હતી. દ્રવિડે કહ્યું કે આ વ્યક્તિગત પ્રદર્શન અંગે વાતચીત કરવાનો સમય નથી. જોકે આ મેચમાં કેટલાક ખેલાડીએ મહત્ત્વપૂર્ણ ઈનિંગ જરૂર રમી હતી, સ્પેશિયલ મેચની અંતિમ ઓવરમાં. આપણે આ અંગે વાત કરી હતી, ગેમમાં દરેક ખેલાડીનું યોગદાન આવકાર્ય છે. જો આપણે ઓવરઓલ ટીમના પરફોર્મન્સની વાત કરીએ તો દરેક ખેલાડીએ પોતાનું બેસ્ટ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *