IND V/S NZ | WTC FINAL| RESERVE DAY LIVE SCORE | MATCH UPDATES | India-New Zealand will be declared joint winners in the event of a draw or tie in the 98-over game on Wednesday. | આજે બુધવારે 98 ઓવરની ગેમ રમાઈ શકે છે, ડ્રો અથવા ટાઈ થશે તો ભારત-ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરાશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND V S NZ | WTC FINAL| RESERVE DAY LIVE SCORE | MATCH UPDATES | India New Zealand Will Be Declared Joint Winners In The Event Of A Draw Or Tie In The 98 over Game On Wednesday.

સાઉથહેમ્પટન12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 64/2, ન્યૂઝીલેન્ડના ટીમ સાઉદીએ 2 વિકેટ લીધી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સાઉથહેમ્પટનમાં રમાઈ રહેલી WTC ફાઇનલનો આજે નિર્ણાયક દિવસ છે. આજે વરસાદનું વિઘ્ન ન નડ્યું તો 98 ઓવરની ગેમ રમાઈ શકે છે. રિઝર્વ-ડેમાં ભારતીય ટીમ 64/2ના સ્કોરથી મેચને આગળ વધારશે. અત્યારે કેપ્ટન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે બેટિંગ કરી રહ્યા છે. જો મેચ ટાઈ કે ડ્રો રહી તો ભારત અને ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવાશે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો…….

રિઝર્વ-ડે સેશન ટાઇમિંગ્સ (IST)

સેશન સ્ટાર્ટ એન્ડ
1 3:30 PM 5:30 PM
2 6:10 PM 8:15 PM
3 8:45 PM 11:00 PM

(નોટઃ વરસાદ-બેડ લાઇટ્સના કારણે આમાં ફેરફાર થઈ શકે છે. આ ભારતીય ટાઇમ ઝોનનું ટેબલ છે.)

રિઝર્વ-ડેઃ હવામાનની આગાહી
એક્યૂવેધરના જણાવ્યા પ્રમાણે બુધવારે વરસાદ નહીં પડે અને વાદળછાયું વાતાવરણ હોવાની સંભાવના પણ નહિવત્ છે. તેમ છતાં 4% વરસાદ પરે તેવી સંભાવના જણાવાઈ છે. મહત્તમ તાપમાન 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેશે. તેવામાં આજે ફેન્સને કુલ 98 ઓવરની પાવર-પેક મેચ જોવા મળે એવી સંભાવના છે.

પિચ રિપોર્ટ
પિટ ક્યૂરેટર સાઇમન લીએ પહેલા કહ્યું હતું કે ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં સ્પિનર્સને સહાયતા મળી શકે છે. ટેસ્ટમાં પહેલા 2-3 દિવસ સ્વિંગ બોલર્સને ફાયદો થાય એમ હતું, હવે અંતિમ તબક્કામાં ભારતીય ટીમના સ્પિનર્સને મદદ મળી શકે છે. (કીવી ટીમમાં એકપણ સ્પિનર નથી) જો ભારતીય ટીમ ક્વિક શોટ્સ અને કેલક્યૂલેટેડ રિસ્ક લઈને હાઇસ્કોર બનાવશે તો મેચને જીતી પણ શકે છે. તેવામાં ટીમના સ્પિનર મહત્ત્વનો ભાગ ભજવશે.

WTC ફાઇનલના 5 દિવસની ટાઇમ લાઇન

  • મેતનો પહેલો અને ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. બીજા દિવસે ટોસ થયો હતો, જે ન્યૂઝીલેન્ડની ટીમે જીતીને ભારતને બેટિંગ કરવા કહ્યું હતું. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણેએ 49 અને કોહલીએ 44 રનની ઈનિંગ રમી હતી. કીવી ટીમના ફાસ્ટ બોલર કાઇલ જેમિસને પહેલી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.
  • ન્યૂઝીલેન્ડની ટીમે આના જવાબમાં 10 વિકેટના નુકસાને 249 રન બનાવ્યા હતા. ટીમના ઓપવર ડેવોન કોનવેએ 54 અને કેપ્ટન વિલિયમ્સને 49 રન બનાવ્યા હતા. કોનવેએ એના કરિયરની બીજી અર્ધસદી નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 4 અને ઈશાંત શર્માએ 3 વિકેટ ઝડપી હતી. અશ્વિન-જાડેજાએ 1-1 વિકેટ ઝડપીને યોગદાન આપ્યું હતું.
  • બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ટીમે 24 રન પર શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. જ્યારે 51 રનના સ્કોર પર ટીમની બીજી વિકેટ પણ પડી હતી. રોહિત શર્મા 30 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

WTCમાં ઇનામ વિતરણ અંગે માહિતી

  • ICCએ જાહેરાત કરી એના આધાર પર ફાઇનલ મેતમાં જીત પ્રાપ્ત કરનારી ટીમને આશરે 12 કરોડ રૂપિયા (1.6 મિલિયન ડોલર) આપવામાં આવશે.
  • જ્યારે ફાઇનલ મેચમાં હારનો સામનો કરનાર એટલે કે રનરઅપ ટીમને 6 કરોડ રૂપિયા અપાશે.
  • જો આ મેચ ડ્રો થશે તો બંને ટીમમાં 50-50 ધનરાશિને વહેંચી દેવામાં આવશે.
  • વળીં, ત્રીજા સ્થાનની દાવેદાર ટીમને આશરે 3.3 કરોડ રૂપિયા (4 લાખ 50 હજાર ડોલર)ની ધનરાશિ આપવામાં આવશે.
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમાંકની ટીમને 2.5 કરોડ રૂપિયા (3 લાખ 50 હજાર) આપવામાં આવશે.
  • આ ટૂર્નામેન્ટમાં પાંચમાં ક્રમાંકની ટીમને 1.5 કરોડ રૂપિયા (2 લાખ ડોલર)ની ધનરાશિ આપવામાં આવશે.
  • અન્ય 5 ટીમોને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ 73 લાખ રૂપિયા (1 લાખ ડોલર) આપવામાં આવશે.

બંને ટીમઃ

ભારતીય ટીમઃ​​​

ન્યૂઝીલેન્ડ ટીમઃ

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *