IND V/S NZ LIVE DAY 5 SCORES| MATCH UPDATE | Today will determine the direction of the tournament, Team India’s target to get all out before giving New Zealand the lead | આજનો દિવસ ટૂર્નામેન્ટની દિશા નક્કી કરશે, ન્યૂઝીલેન્ડ લીડ આપે તે પહેલા ઓલઆઉટ કરવાનો ટીમ ઈન્ડિયાનો ટાર્ગેટ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • IND V S NZ LIVE DAY 5 SCORES| MATCH UPDATE | Today Will Determine The Direction Of The Tournament, Team India’s Target To Get All Out Before Giving New Zealand The Lead

સાઉથહેમ્પટન18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સ્પિનર્સને આજની પિચ સહાયતા કરી શકે છે, અશ્વિન-જાડેજાની જોડી પર ફેન્સની નજર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને ચાર દિવસ પૂરા થઈ ગયા છે. આજે મંગળવારે 5માં દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ 2 વિકેટના નુકસાને 101 રનથી આગળ ઈનિંગ વધારશે. કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલર અત્યારે નોટઆઉટ છે. ભારતે પહેલી ઈનિંગમાં 217 રન બનાવ્યા હતા. અત્યારે ટીમ ઈન્ડિયા 116 રનથી કીવી ટીમથી આગળ છે. ભારતીય ટીમે મેચમાં પકડ બનાવવા માટે સસ્તામાં કીવીના બેટ્સમેનને આઉટ કરવા પડશે. મેચનું સ્કોરબોર્ડ જોવા અહીંયા ક્લિક કરો…….

ટૂર્નામેન્ટનો પહેલો અને ચોથો દિવસ વરસાદમાં ધોવાયો હતો. જેથી 23 જૂનના રોજ રિઝર્વ ડેનો ઉપયોગ પણ કરાઈ શકે છે. આજના દિવસે બંને ટીમના પ્રદર્શનથી મેચની દિશા નક્કી થશે કે મેચ ડ્રો જશે કે ભારત-કીવી જીતશે.

આજના પાંચમા દિવસે હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોથા દિવસની જેમ પાંચમા દિવસે પણ વરસાદ પડી શકે છે. મંગળવારે સાઉથહેમ્પટનમાં 65% વરસાદની સંભાવના છે. તેવા આજે પણ ફેન્સ નિરાશ થઈ શકે છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી મહત્તમ 17 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના રહેલી છે.

પિચ રિપોર્ટ
પિચ ક્યૂરેટર સાઇમન લીના જણાવ્યા પ્રમાણે ટેસ્ટના 5મા દિવસે જો સૂર્યપ્રકાશ યથાવત રહ્યો તો સ્પિનર્સને મદદ મળી શકે છે. અત્યારે ભારતના અશ્વિન-ઈશાંતે 1-1 વિકેટ ઝડપી છે. અશ્વિને ટોમ લેથમને કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો છે. જ્યારે ઈશાંતે 54 રન પર બેટિંગ કરી રહેલા ડેવોન કોનવેને આઉટ કર્યો હતો.

WTCમાં ઇનામ વિતરણ અંગે માહિતી

  • ICCએ જાહેરાત કરી એના આધાર પર ફાઇનલ મેતમાં જીત પ્રાપ્ત કરનારી ટીમને આશરે 12 કરોડ રૂપિયા (1.6 મિલિયન ડોલર) આપવામાં આવશે.
  • જ્યારે ફાઇનલ મેચમાં હારનો સામનો કરનાર એટલે કે રનરઅપ ટીમને 6 કરોડ રૂપિયા અપાશે.
  • જો આ મેચ ડ્રો થશે તો બંને ટીમમાં 50-50 ધનરાશિને વહેંચી દેવામાં આવશે.
  • વળીં, ત્રીજા સ્થાનની દાવેદાર ટીમને આશરે 3.3 કરોડ રૂપિયા (4 લાખ 50 હજાર ડોલર)ની ધનરાશિ આપવામાં આવશે.
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમાંકની ટીમને 2.5 કરોડ રૂપિયા (3 લાખ 50 હજાર) આપવામાં આવશે.
  • આ ટૂર્નામેન્ટમાં પાંચમાં ક્રમાંકની ટીમને 1.5 કરોડ રૂપિયા (2 લાખ ડોલર)ની ધનરાશિ આપવામાં આવશે.
  • અન્ય 5 ટીમોને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ 73 લાખ રૂપિયા (1 લાખ ડોલર) આપવામાં આવશે.

બંને ટીમઃ
ભારતીય ટીમઃ​​​

ન્યૂઝીલેન્ડ ટીમઃ

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *