In England’s home tournament, the batsman had to run, if Root told the keeper not to run out. | ઈંગ્લેન્ડમાં ઘરેલુ ટૂર્નામેન્ટમાં બેટ્સમેન રન દોડવા જતા પડ્યો, જો રૂટે કીપરને કહ્યું- રનઆઉટ ન કરતો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • In England’s Home Tournament, The Batsman Had To Run, If Root Told The Keeper Not To Run Out.

એક કલાક પહેલા

  • કૉપી લિંક

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ઘરેલુ ટી-20માં યોર્કશાયર અને લંકાશાયર વચ્ચે થયેલા મુકાબલામાં યોર્કશાયરના કેપ્ટ જો રૂટે ખેલ ભાવના દેખાડી. તેને રન લેવાનો પ્રયાસ કરવા જતા પિચ પર પડી ગયેલા બેટ્સમેનને રન આઉટન ન કરવાનો નિર્ણય કર્યો. આ ઘટના જ્યારે ઘટી ત્યારે યોર્કશાયરને વિકેટની ઘણી જ જરૂરિયાત હતી. તેમ છતાં રૂટે ખેલ ભાવનાને જીતની ઉપર મહત્વ આપ્યું હતું.

15 બોલમાં 18 રનની જરૂરિયાત હતી
લંકાશાયરના બેટ્સમેન લુક વેલ્સે શોટ માર્યો. નોન સ્ટ્રાઈકર સ્ટીવ ક્રોફટ રન લેવા માટે દોડ્યો, પરંતુ અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે પિચ પર જ પડી ગયો. ત્યારે ફિલ્ડરે બોલ વિકેટકીપર હેરી ડ્યુસની પાસે પહોંચાડ્યો હતો. પરંતુ કેપ્ટન જો રૂટે તેને આઉટ ન કરવાની સલાહ આપી.

તે સમયે લંકાશાયરને જીતવા માટે 15 બોલમાં 18 રનની જરૂરિયાત હતી. બોલ ડેડ થયા બાદ અમ્પાયરે રમત રોકી દીધી અને ફિઝિયોથેરાપિસ્ટે ક્રોફ્ટને ફર્સ્ટ એડ આપી. ખાસ વાત એ છે કે જે બાદ ક્રોફ્ટે શાનદાર બેટિંગ કરતા ટીમને જીત અપાવી હતી.

યોર્કશાયરને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો
આ મેચમાં યોર્કશાયરને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. લંકાશાયરે 128 રનના ટાર્ગેટને વેલ્સ અને ક્રોફ્ટની ઈનિંગની મદદથી એક ઓવર બાકી રાખતા 6 વિકેટના નુકસાને 131 રન બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કર્યું હતું. જે સાથે જ લંકાશાયરની ટીમ ટોપ આઠમાં પહોંચી ગઈ. ક્વાર્ટર ફાઈનલની મેચ 24થી 27 ઓગસ્ટ વચ્ચે રમાશે. ક્રોફ્ટે 29 બોલમાં 26 રન બનાવ્યા અને વેલ્સે 37 બોલમાં 30 રનની ઈનિંગ રમી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *