In archery, India’s Tarundeep Rai won his second match in badminton, PV Sindhu in the pre-quarterfinals; Women’s hockey team lost | તીરંદાજીમાં ભારતના તરુણદીપ રાય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં, બેડમિન્ટનમાં પીવી સિંધુએ પોતાની બીજી મેચ જીતી; મહિલા હોકી ટીમ હારી

[ad_1]

ટોક્યો5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ભારતના તરુણદીપ રાયે યુક્રેનના તીરંદાજને હરાવ્યો હતો. - Divya Bhaskar

ભારતના તરુણદીપ રાયે યુક્રેનના તીરંદાજને હરાવ્યો હતો.

  • ભારતના તરુણદીપ રાયે યુક્રેનના ઓલેક્સિલ હેનબીનને 6-6થી હરાવ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય તીરંદાજ તરુણદીપ રાય પુરૂષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે 32 મેચના રાઉન્ડમાં યુક્રેનના ઓલેક્સિલ હેનબીનને 6-6થી હરાવ્યો છે. બેડમિન્ટનમાં રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ પણ ગ્રૂપ તબક્કાની બીજી મેચમાં જીત મેળવી છે. તેણે હોંગકોંગના એનગાન યી ચેયુંગને 35 મિનિટમાં 21-9, 21-16થી હરાવી છે.

ભારતની મહિલા હોકી ટીમ તેની સતત ત્રીજી મેચ હારી ગઈ છે. બુધવારે રમાયેલી મેચમાં બ્રિટને ભારતીય ટીમને 4-1થી હરાવી હતી. બ્રિટન માટે, હન્નાહ માર્ટિને વધુ બે અને લીલી ઓસ્લી અને ગ્રેસ બાલ્સડને 1-1 ગોળ કર્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ શર્મિલા દેવીએ કર્યો. અગાઉ ભારતીય મહિલા ટીમ નેધરલેન્ડ સામે 1-5થી અને જર્મની સામે 0-2 થી હારી ગઈ હતી. ભારતીય ટીમની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની હજુ આશા છે. ભારતે હજી આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું બાકી છે.

આજે ભારતની અન્ય ઇવેન્ટ

બેડમિંટન

બી.આઈ.પ્રણીત પુરૂષ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ મેચ રમશે, બપોરે 2.30 વાગ્યેથી

તીરંદાજ (ઈંડિવિઝુઅલ રાઉન્ડ)

બપોરે 12:30 વાગ્યાથી પ્રવીણ હદવ, પુરુષ રાઉન્ડ ઓફ 32નો મુકાબલો

બપોરે 2:14 વાગ્યેથી દિપીકા કુમારી, રાઉન્ડ ઓફ 32નો મુકાબલો

સેલિંગ

સવારે 8:35 વાગેથી કેસી ગણપતિ અને વરુણ ઠક્કર, પુરુષ સ્કિફ 49 ઇઆરનો મુકાબલો

બોક્સીંગ

બપોરે 2:33 વાગ્યાથી પૂજા રાણી મહિલા 75 કિલો કેટેગરીમાં, રાઉન્ડ ઓફ 32નો મુકાબલો

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *