ICC WTC Final: Virat Kohli Team India’s Preparations In Full Swing, Hit The Nets For First Group Training Session | Check Video | NZ વિરુદ્ધ મેચના 8 દિવસ પૂર્વે ભારતીય ટીમનું ગ્રુપ ટ્રેનિંગ સેશન યોજાયું; પંતે સિક્સ મારવાની પ્રેક્ટિસ કરી, વિરાટ-રોહિતે કવર ડ્રાઈવ પર ફોકસ કર્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • ICC WTC Final: Virat Kohli Team India’s Preparations In Full Swing, Hit The Nets For First Group Training Session | Check Video

2 દિવસ પહેલા

વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, રિષભ પંત, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે પ્રેક્ટિસ કરી.

  • મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે યોર્કર નાખવાની પ્રેક્ટિસ કરી હતી

WTC ફાઈનલમાં હવે માત્ર 8 દિવસનો સમય બાકી રહ્યો છે. આ ફાઈનલ મેચ 18 જૂનથી 22 જૂન સુધી યોજાશે, જેમાં જીત પ્રાપ્ત કરવા માટે ભારતીય ટીમે ગુરુવારના રોજ ગ્રુપ ટ્રેનિંગ સેશન શરૂ કર્યું હતું. આ સેશનમાં રિષભ પંત સિક્સ મારવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. વળી, વિરાટ કોહલી અને રોહિત શર્માએ મોટે ભાગે કવર ડ્રાઈવ શૉટ મારવાની પ્રેક્ટિસ કરી હતી.

10થી વધુ ખેલાડીઓએ નેટ સેશનમાં ભાગ લીધો
BCCIએ સોશિયલ મીડિયામાં નેટ સેશનનો વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં અજિંક્ય રહાણે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલ સહિત ઘણા ખેલાડીઓએ તનતોડ પ્રેક્ટિસ કરી હતી. બોલિંગ પ્રેક્ટિસ દરમિયાન હેડ કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ પણ જોવા મળ્યા હતા.

વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
બોર્ડે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે અમારું પ્રથમ ગ્રુપ ટ્રેનિંગ સેશન સારું રહ્યું હતું. ટીમ ઈન્ડિયાની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આની પહેલાં કેપ્ટન વિરાટ કોહલીએ પણ એક તસવીર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે સૂરજ ચહેરા પર સ્મિત પણ લાવે છે.

બુમરાહ અને શમીએ યોર્કરની પ્રેક્ટિસ કરી
વીડિયોમાં અશ્વિન જ્યાં પોતાની સ્પિન બોલિંગને વધુ ધારદાર બનાવવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે બુમરાહ અને શમીએ યોર્કર નાખવાની પ્રેક્ટિસ કરી હતી. સિરાજ અને ઈશાંતે કંટ્રોલ સાથે બોલિંગ કરી હતી. પૂજારાએ ડિફેન્સ અને લેગ સાઈડમાં શોટ મારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આના સિવાય શુભમન અને જાડેજા પણ બેટિંગ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. આની સાથે ખેલાડીઓને ફિલ્ડિંગ પ્રેક્ટિસ પણ કરાવી હતી.

વિરાટે આ તસવીર શેર કરી હતી.

વિરાટે આ તસવીર શેર કરી હતી.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ 3 દિવસ ચુસ્ત ક્વોરન્ટીન પાળ્યું
ભારતીય ટીમ 3 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી હતી. 3 દિવસ ચુસ્ત ક્વોરન્ટીન પછી 6 જૂનથી ટ્રેનિંગની શરૂઆત કરી હતી. જોકે ખેલાડીઓને એકલા ટ્રેનિંગ કરવાની અનુમતિ આપવામાં આવી હતી. આજથી ગ્રુપમાં ખેલાડીઓને ટ્રેનિંગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

વળી, ન્યૂઝીલેન્ડની ટીમ 17 મેથી ઈંગ્લેન્ડમાં છે. આશરે 12 દિવસ સુધી ટ્રેનિંગ કર્યા પછી કિવી ટીમ વિરુદ્ધ 1 ટેસ્ટ મેચ પણ રમી ચૂકી છે. કિવી ટીમ ગુરુવારથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ રમશે. ફાઈનલ મેચ પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 4 ઓગસ્ટથી 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *