ICC Changed The Rules Of WTC Know Why New Zealand Would Not Have Got Entry In The Final If The New Rules Were Implemented In The Last Cycle | ICCએ WTCના નિયમોમાં ફેરફાર કર્યા, જો આ પહેલા લાગૂ કર્યા હોત તો ફાઇનલ માંથી કીવી ટીમનું પત્તું સાફ થઇ ગયું હોત; જાણો વિગતવાર માહિતી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • ICC Changed The Rules Of WTC Know Why New Zealand Would Not Have Got Entry In The Final If The New Rules Were Implemented In The Last Cycle

15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 થી 22 જૂન સુધી સાઉથહેમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ છે. આ 2019-2021ની ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ છે. ભારતીય ટીમ 72.2 અને ન્યૂઝીલેન્ડની ટીમ 70.0 પર્સેન્ટેજ પોઈન્ટ સાથે ફાઇનલમાં પહોંચી છે. ICCએ 2021-23ની સાઇકલ માટે પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર કરાયા છે. પર્સેન્ટેજ પોઈન્ટનો નિયન પહેલાની માફક જ રહેશે પરંતુ હવે દરેક ટેસ્ટ મેચમાં ટીમને એક સમાન અંક આપવામાં આવશે.

2019-21માં ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે એક સરખા 120 પોઇન્ટ હતા. શ્રેણી ભલે 2 મેચની હોય કે પછી 5 મેચની પરંતુ પોઈન્ટ 120 જ અપાશે. તેવામાં 1 ટેસ્ટ મેચ 60 પોઇન્ટની પણ હતી અને 24 પોઇન્ટની પણ હતી. હવે એમા ફેરફાર કરવામાં આવ્યો છે. ચલો જાણીએ કે નવું પોઇન્ટ ટેબલ કેવી રીતે લાગૂ કરવામાં આવશે. આની સાથે આપણે એ અંગે પણ માહિતી મેળવીએ કે જો આ પોઈન્ટ ટેબલે ટૂર્નામેન્ટની શરૂઆતથી લાગૂ કરવામાં આવ્યું હોત તો ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી હોત કે નહીં!

પહેલા 2019-21ની પોઇન્ટ સિસ્ટમને સમજીએ

  • 2019માં જ્યારે ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા સાઇકલની શરૂઆત થઈ તો ICCએ કહ્યું હતું કે બે કે તેથી વધુ મેચની શ્રેણી માટે 120 પોઇન્ટ હશે.
  • બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પ્રત્યેક મેચ માટે 60 પોઇન્ટ.
  • ત્રણ મેચની શ્રેણીમાં પ્રત્યેક મેચના 40 પોઇન્ટ.
  • ચોર મેચની શ્રેણીમાં પ્રત્યેક મેચના 30 પોઇન્ટ.
  • પાંચ મેચની શ્રેણીમાં પ્રત્યેક મેચના 24 પોઇન્ટ નિર્ધારિત કરાયા છે.

જો ભારતીય ટીમે 4 ટેસ્ટ મેચની શ્રેણીને 3-1થી જીતે તો એને 120 પોઇન્ટ મળે.

  • બે ટેસ્ટ મેચની શ્રેણીની દરેક મેચને જીત્યા પછી 60 પોઇન્ટ ફાળવાશે.
  • આવી જ રીતે જો ભારતીય ટીમ કોઈ 3 ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી હોત તો 100 પોઇન્ટ મળ્યા હોત. ( 80 પોઈન્ટ 2 જીતના અને 20 પોઇન્ટ 1 જીતના)
  • આવી રીતે જ ટૂર્નામેન્ટની મેચમાં હાર-જીતને ધ્યાનમાં રાખીને પોઇન્ટ આપવામાં આવ્યા હતા. જે બે ટીમના પોઇન્ટ અન્ય ટીમ કરતા વધુ હોય એને સીધી ફાઇનલની ટિકિટ આપી દેવામાં આવી હતી.

કોરોનાને કારણે નિયમોમાં ફેરફાર
કોરોના મહમારીને કારણે ઘણી ટીમોની શ્રેણી રદ કરવી પડી હતી. આવી પરિસ્થિતિમાં ICCએ પર્સેન્ટેજ સિસ્ટમના નિયમને લાગૂ કર્યો હતો. એટલે કે ટીમ કુલ પોઇન્ટ માંથી કેટલા પ્રાપ્ત કરે છે એના આધાર પર બનાવાયું હતું.

નિયમમાં ફેરફાર થયો હતો એ પહેલા પણ ભારતીય ટીમ 360 પોઇન્ટ સાથે ટેબલમાં ટોપ પર હતી. ભારતે વેસ્ટ ઇન્ડિઝને 2-0, બંગ્લાદેશને 2-0 અને દ. આફ્રિકાને પણ 3-0થી હરાવીને 120-120 પોઇન્ટ મેળવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે 0-2થી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને એકપણ પોઇન્ટ મળ્યો નહતો. પર્સેન્ટેજ પોઇન્ટ સિસ્ટમ લાગૂ થયા બાદ ભારતને 75 પોઇન્ટ મળ્યા હતા. ભારતે કુલ 480 પોઇન્ટ માંથી 360 પોઇન્ટ મેળવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ટીમે એ સમયે ત્રણ શ્રેણીમાં 300 પોઇન્ટ મેળવ્યા હતા. ત્યારે ઓસ્ટ્રેલિયા ટીમના પર્સેન્ટેજ પોઇન્ટ પણ 83.33 થયા હતા અને એ ભારતથી આગળ નીકળી ગઈ હતી. ત્યારપછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ હતી. ભારતે ઇંગ્લેન્ડને પણ 3-1થી હરાવ્યું હતું. આવી રીતે ભારતે પોઇન્ટ ટેબલમાં 72.2 પર્સેન્ટેજ પોઇન્ટ થયા હતા અને ઓસ્ટ્રેલિયા 69.2 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંક પર પટાકાઇ ગઇ હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ આવી રીતે ઓસ્ટ્રેલિયાથી આગળ વધી
ન્યૂઝીલેન્ડની ટીમે 2019-21 સાઇકલમાં ભારત, પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝને 2-0થી હરાવ્યું હતું. શ્રીલંકા વિરૂદ્ધની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી અને ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી હરાવ્યું હતું. આવી રીતે ન્યૂઝીલેન્ડે પાંચ શ્રેણીમાં કુલ 600 પોઇન્ટ માંથી 420 મેળવ્યા હતા. જેથી એના પર્સેન્ટેજ પોઇન્ટ 70 થઇ ગયા હતા અને તે ઓસ્ટ્રેલિયાથી આગળ નીકળી ગઇ હતી. પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ પ્રથમ અને ન્યૂઝીલેન્ડ બીજા નંબર પર હોવાથી ફાઇનલમાં પ્રવેશી છે.

નવા નિયમો અલગ છે
પર્સેન્ટેડ પોઇન્ટના નિયમ તો એજ છે, પરંતુ ટીમ મેચમાં કેટલા અંક પ્રાપ્ત કરશે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દરેક ટેસ્ટ મેચને જીત્યા પછી એક સરખા પોઇન્ટ અપાશે, ભલે પછી શ્રેણીમાં ગમે તેટલી મેચ હોય. આનાથી શું ફેરફાર સામે આવશે એને આ સીઝનના રેન્કિંગનો અભ્યાસ કરીને જોઇએ.

ન્યૂઝીલેન્ડ પાસે ફક્ત 63.63 પોઇન્ટ હોત
ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લી સાઇકલમાં 11 મેચ રમી હતી. જેમાં એને 7માં જીત અને 4માં હાર મળી હતી. હવે આપણે એમ ધારી લઇએ કે આ ટૂર્નામેન્ટમાં પણ એક સરખા 20 પોઇન્ટ મળે એનો નિયમ હોત તો, ન્યૂઝીલેન્ડને 220 પોઇન્ટ માંથી 140 મળ્યા હોત. જેથી કીવી ટીમના ખાતામાં માત્ર 63.33 પર્સેન્ટેજ પોઇન્ટ જ રહ્યા હોત.

નવા નિયમથી ઓસ્ટ્રેલિયાના અંક
આપણે ધારી લઇએ કે જો ઓસ્ટ્રેલિયાની ટીમને નવા નિયમોના આધારે પોઇન્ટ અપાયા હોત તો, એણે 14 ટેસ્ટ માંથી 8 જીતી છે અને 4માં હારી છે ત્યારે 2 મેચ ડ્રો રહી હતી. જેથી ઓસ્ટ્રેલિયાને 280 પોઇન્ટ માંથી 180 પોઇન્ટ મળ્યા હોત. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના પર્સેન્ટેજ પોઇન્ટ 64.28 મળ્યા હોત.

ટીમ ઇન્ડિયા નંબર 1 જ હતી
ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટના જૂના નિયમો અંતર્ગત 17 મેચ રમી છે. જેમાં 12માં જીત અને 1 ડ્રો રહી હતી, તો 4 મેચમાં ભારતીય ટીમને હારનો સામનો પણ કરવો પડ્યો હતો. જો ભારતને નવા નિયમો આધારે દરેક મેચમાં ફિક્સ 20 પોઇન્ટ આપવામાં આવ્યા હોત તો આવી સ્થિતિમાં 340 પોઇન્ટ માંથી ભારતે 250 પોઇન્ટ મેળવ્યા હોત. ભારતના પર્સેન્ટેજ પોઇન્ટ 73.52 થયા હોત. તેમ છતાં ભારતીય ટીમ નંબર 1 પર હોત.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *