ICC Announces Group Of T20 World Cup, Know Which Group India And Pakistan Have Been Placed | ICCએ T-20 વર્લ્ડ કપના ગ્રુપની જાહેરાત કરી, ઈન્ડિયાનાં ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પણ સામેલ

[ad_1]

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઈન્ડિયા અને પાકિસ્તાન મેચના ફેન્સ માટે સારા સમાચાર સામે રહ્યા છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં UAE ખાતે રમાશે. જેમાં ઈન્ડિયા અને પાકિસ્તાનને સુપર-12ના એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. આ બંને ટીમ ગ્રુપ-2માં છે. જેમાં ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ સામેલ છે.

વળી, સુપર-12ના ગ્રુપ-1માં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ કરાયો છે. દરેક ગ્રુપમાં 6-6 ટીમ હશે. બંને ગ્રુપમાં 2-2 એવી ટીમ પણ હશે જેમને ક્વોલિફાયર રાઉન્ડ પાસ કર્યા પછી ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો રહેશે.

વર્લ્ડ કપમાં આવી રીતે મેચ રમાશે

  • સ્ટાર્ટિંગ રાઉન્ડમાં ક્વોલિફાઇંગ મેચ રમાશે, જેમાં 8 ટીમ વચ્ચે મેચ રમાશે. 4-4 ટીમોના 2 ગ્રુપ ક્રિએટ કરાયા છે.
  • બંને ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-12 સ્ટેજ માટે ક્વોલિફાઈ કરશે.
  • સુપર-12માં 6-6નાં 2 ગ્રુપ બનાવ્યા છે. એક ટીમ 5 મેચ રમશે.
  • સુપર-12 ગ્રુપ માર્ચ 20, 2021ની રેન્કિગના આધારે નક્કી કરાશે
  • સુપર-12 રાઉન્ડ બાદ બંને ગ્રુપની ટોપ-2 ટીમ સેમીફાઇનલમાં પહોંચશે.
  • સેમીફાઇનલ પછી બે ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

ક્વોલિફાય કરવા માટે કુલ 8 ટીમ વચ્ચે જંગ

  • ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કરવા માટે કુલ 8 ટીમ ભાગ લેશે. આમા કુલ 2 ગ્રુપ બનાવાયા છે.
  • પહેલા ગ્રુપમાં શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ અને નામીબિઆ છે.
  • બીજા ગ્રુપમાંથી બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પેપુઆ અને ઓમાન રમશે.

માત્ર 2009 અને 2010માં IND V/S PAKની મેચ નહોતી રમાઈ
ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ ICC ટૂર્નામેન્ટની ‘એલ ક્લાસિકો’ તરીકે ઓળખાય છે. અત્યારસુધી કુલ 6 T-20 વર્લ્ડ કપમાંથી માત્ર 2 વાર (2009 અને 2010)માં ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ રમાઈ નહોતી. 2007 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે ફાઇનલ સહિત 2 મેચ રમાઈ હતી. જ્યારે 2012ના વર્લ્ડ કપમાં બંને ટીમ સુપર-8 રાઉન્ડમાં એકબીજા સાથે ટકરાઈ હતી. 2014 અને 2016માં ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં મેચ થઈ હતી.

ICC આગામી 48 કલાકમાં T-20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરશે
ICC 48 કલાકમાં T-20 વર્લ્ડ કપની તમામ મેચનું શેડ્યૂલ જાહેર કરશે. અત્યારે BCCIના અધિકારી UAE અને ઓમાનમાં છે. અહીં તેઓ તમામ સુવિધાઓની ચકાસણી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ટીમના ટ્રાન્સ્પોટેશન અને કોવિડ પ્રોટોકોલ અંગે પણ ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *