I will play like Tendulkar when my team is in trouble: Shefali Verma | મારી ટીમ જ્યારે મુશ્કેલીમાં હશે ત્યારે તેંડુલકરની જેમ રમીશ: શેફાલી વર્મા

[ad_1]

નવી દિલ્હી41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • શેફાલી વર્મા સચિન તેંડુલકરને પોતાનો આદર્શ માને છે: શેફાલીના કોચ

ભારતીય ટીમની યુવા મહિલા ક્રિકેટર શેફાલી વર્મા ઇંગ્લેન્ડ સામે હાલમાં જ પુરી થયેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ એક મોટુ નામ બની ગયું છે. શેફાલી વર્માએ બંને ઇનિંગમાં 96 અને 63 રનનો સ્કોર કર્યો હતો અને એક હારેલી મેચને બચાવવા માટે મહત્વની ઇનિંગ રમી હતી.

તેના કોચ અશ્વિની કુમારે કહ્યું કે, ‘મેચ બાદ શેફાલીએ મને ફોન કરીને પુછ્યું કે હું કેવું રમી, ત્યારે મેં તેને કહ્યું કે ઘણું સારૂ રમી અને આ રમતને ચાલુ રાખો. દેશ માટે મેચ જીતાડવાવાળી ઇનિંગ રમવામાં ધ્યાન આપો. તેણે ઇંગ્લેન્ડના દરેક બોલર સામે એક ખાસ યોજના બનાવી હતી. જ્યારે મેં તેને કેટલીક સ્થિતિઓમાં થોડું શાંત રહેવા માટે કહ્યું, તો ત્યારે તેણે કહ્યું કે જ્યારે મારી ટીમ મુશ્કેલીમાં હશે ત્યારે હું સચિન તેંડુલકરની જેમ ઇનિંગ રમીશ.’

શેફાલીના કોચે કહ્યું કે તે સચિન તેંડુલકરને તેના આદર્શ માને છે. તેણે કહ્યું કે તે સચિન તેંડુલકરની જેમ બનવા માંગે છે. તો તેના કોચે એ પણ ખુલાસો કર્યો કે શેફાલી હાલની પુરૂષ ટીમના સુકાની વિરાટ કોહલીથી પણ ઘણી પ્રેરીત થઇ છે. કોહલીની જેમ શેફાલી પણ ફિટનેસ પર ઘણું ધ્યાન આપી રહી છે અને ખાવાની પણ ઘણી વસ્તુઓ છોડી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *