Hi-tech Olympics: Shirt will be a walking camera, drone will get 360 degree view, VR will feel like a stadium sitting at home, the robot will help the athlete | હાઈટેક ઓલિમ્પિક્સઃ શર્ટ બનશે વૉકિંગ કેમેરા, ડ્રોનથી 360 ડિગ્રી વ્યૂ મળશે, વીઆરથી જોતા ઘર બેઠા સ્ટેડિયમ જેવો અહેસાસ, રોબોટ ખેલાડીની મદદ કરશે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Hi tech Olympics: Shirt Will Be A Walking Camera, Drone Will Get 360 Degree View, VR Will Feel Like A Stadium Sitting At Home, The Robot Will Help The Athlete

ટોક્યો3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં સુરક્ષા અને સુવિધા માટે જાપાની કંપનીઓએ અત્યાધુનિક ટેકનોલોજી રજૂ કરી

2013માં જ્યારે ઓલિમ્પિક્સ સમિતિએ 2020ની રમતો માટે ટોક્યોને યજમાનપદ આપ્યું હતું ત્યારે જ જાપાને નક્કી કરી લીધું હતું કે તે ઇતિહાસની સૌથી ઇનોવેટિવ અને આધુનિક ટેકનોલોજી ધરાવતી ઓલિમ્પિક્સ હશે. જોકે કોરોનાએ તેમાં અવરોધ જરૂર ઊભો કર્યો છે પરંતુ જાપાની કંપનીઓએ ઇનોવેશનમાં ખામી રાખી નથી. સ્પર્ધકો, પ્રતિનિધિમંડળો અને દર્શકોની સુરક્ષા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને ખાસ સાધનો લગાવાયા છે. દુનિયાભરના દર્શકોને અદભુત કવરેજ બતાવવાની તૈયારી છે. જાણો આ બધું કેવી રીતે સંભવ બનશે…

વ્યક્તિના વ્યવહારની પેટર્ન પર નજરઃ સુરક્ષા એજન્સી સેકૉમે પોતાના કર્મચારીના સ્માર્ટફોન તેમના શર્ટ સાથે જોડી દીધા છે. આથી તે વૉકિંગ કેમેરા જેવું કામ કરશે. તેના દ્વારા બનતા વીડિયો તરત જ કંટ્રોલ સેન્ટરમાં પહોંચી જશે. ત્યાં એઆઈ દ્વારા તેનું વિશ્લેષણ કરાશે. જે વ્યક્તિના વ્યવહારની પેટર્નનો ખ્યાલ મેળવવામાં મદદ કરશે. તેના પરથી આગળની કાર્યવાહી થશે.

ડ્રોન આધારિત દેખરેખઃ અલસોકે ડ્રોન આધારિત દેખરેખની ટેકનીક લોન્ચ કરી છે. આથી ગાર્ડ પર દબાણ ઓછું હશે. ડ્રોન 50થી 70 મીટર ઊંચાઈએ 8 કલાક સુધી હવામાં રહેશે અને ત્રણ કિમી વિસ્તાર પર નજર રાખી શકશે. આ ઉપરાંત કિલર ડ્રોન લાવવા અંગે પણ કામ ચાલે છે. તે લેઝર બીમ યુક્ત હશે અને આ ડ્રોન રમત દરમિયાન ગેરકાયદે ડ્રોનને ખતમ કરી દેશે.

રિયલ ટાઈમ 8 કે વીડિયોઃ ઓલિમ્પિક્સ રમતમાં વિદેશી દર્શકો પર પ્રતિબંધ છે એટલે દુનિયાભરમા મોટી સંખ્યામાં દર્શકો પોતાના ઘરે બેસી રમતની મજા માણશે. આથી દર્શક જાપાનની અત્યાધુનિક પ્રસારણ ટેકનોલોજી પર નિર્ભર રહેશે. અહીં ડ્રોનની ભૂમિકા મહત્ત્વની રહેશે. 360 ડિગ્રી ફૂટેજ કેપ્ટચર કરવાની ક્ષમતાવાળા ડ્રોન રિયલ ટાઈમ 8 કે વીડિયો લઈ 5જી નેટવર્ક દ્વારા મોકલશે તો લાઈવ સ્પોર્ટિંગનું ચિત્ર બદલાઈ જશે. દર્શકોને તેનાથી બર્ડ આઈની સાથે મલ્ટિપલ વ્યૂ મળશે. આ માટે એનટીટી ડોકોમોએ દુનિયાની પ્રથમ 8 કે વર્ચ્યુઅલ રિયાલિટી લાઈવ સ્ટ્રીમીંગ અને વ્યૂઇંગ સિસ્ટમ બનાવી છે. જો દર્શક વીઆર હેડસેટ દ્વારા ગેમ્સ જોશે તો તેને સ્ટેડિયમમાં હાજર હોવાનો અનુભવ થશે.

રોબોટ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર પણઃ ફુજિત્સુ આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક ફેડરેશન સાથે એવી ટેકનોલોજી પર કામ કરે છે કે જેનો ઉપયોગ જજ પરફોર્મન્સ યોગ્ય રીતે જોવા માટે કરી શકશે. ઇન્ટેલે 5જીને વ્યાપક બનાવવા સ્માર્ટ સિટી બનાવ્યું છે. ટ્રાફિક મેનેજમેન્ટ અને ટ્રેકીંગમાં ટોયોટા મદદ કરશે. એરપોર્ટ પર એથલિટ્સની મદદ માટે રોબોટ હશે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર, હાઈડ્રોજન ફ્યુઅલ કાર પણ દોડશે.

ભાષાની સમસ્યા માટે ઇન્સ્ટન્ટ લેન્ગવેજ ટ્રાન્સલેટરનો ઉપયોગ
આ એક મોટું વૈશ્વિક આયોજન છે. દુનિયાભરમાંથી આવનારા સ્પર્ધકોની ભાષા પણ અલગ-અલગ હશે. ભાષાને કારણે કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય એ માટે સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રાન્સલેશન ટેકનોલોજી રજૂ કરાઈ છે. તે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન માટેની સુવિધા સ્માર્ટફોન અને અનેક ડિવાઈસ પર ઇન્સ્ટોલ કરી શકાય છે. ઉદાહરણ માટે કોઈ ખેલાડી કે અધિકારી અંગ્રેજીમાં બોલશે તો ટેકનોલોજી તેને જાપાનીમાં ટ્રાન્સલેટ કરશે. સ્થાનીક લોકો સહેલાઈથી સમજી શકશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *