Hardik pandya troll | fans said- why are u wearing head band| u dont have long hairs | plz remove this | હેડ બેન્ડ પહેરીને મેદાનમાં આવતા ફેન્સે કહ્યું- ભાઈ આને કાઢી નાખ, લાંબા વાળ તો છે નહીં; પછી કેમ પહેરીને ફરે છે!

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • અન્ય યૂઝર્સે કહ્યું- પંડ્યા બોલિંગ ડેનિસ લીલીની જેમ કરે છે; પરંતુ ડિંડાની જેમ ચોગ્ગા-છગ્ગા પણ ખાય છે

શિખર ધવનની કેપ્ટનશિપમાં રવિવારે યુવા ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે મેચ રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે મેચ જીતી લીધી હતી. ટીમની પ્લેઇંગ-11માં હાર્દિક પંડ્યાને પણ સામેલ કરાયો હતો. આમ જોવા જઈએ તો પંડ્યા અવાર-નવાર પોતાના લુકમાં ફેરફાર કરતો હોય છે. ત્યારે આ મેચમાં પણ પંડ્યા હેડ બેન્ડ પહેરીને આવ્યો હતો. કેટલાક ફેન્સને પંડ્યાનો ન્યૂ લુક ના ગમતા તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યો હતો. લોકોએ કહ્યું કે ભાઈ આને કાઢી નાખ, તારે લાંબા વાળ તો છે નહીં પછી કેમ આને પહેરીને ફરે છે. અન્ય યૂઝર્સે એની તુલના પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સાથે પણ કરી હતી.

હાર્દિક પંડ્યા નવા લુકમાં ટ્રોલ થયો
ઈન્ડિયન ટીમના સ્ટાઇલિશ ખેલાડીમાં સામેલ હાર્દિક પંડ્યાનો નવો લુક સામે આવ્યો છે. શ્રીલંકા સામેની પહેલી વનડે મેચમાં તે લાંબા વાળ ના હોવા છતા હેડ બેન્ડ પહેરીને આવ્યો હતો. આમ જોવા જઇએ તો ક્રિકેટર્સ બોલિંગ દરમિયાન વાળ આંખ આડા ના આવે તેના માટે આવા બેન્ડનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ પંડ્યાના વાળ પણ ટૂંકા હોવાથી ફેન્સે તેના પર નિશાન સાધ્યું હતું.

ફેન્સ હાર્દિક પંડ્યા (ડાબે) અને અશોક ડિંડાના લુકની તુલના કરવા લાગ્યા

ફેન્સ હાર્દિક પંડ્યા (ડાબે) અને અશોક ડિંડાના લુકની તુલના કરવા લાગ્યા

સોશિયલ મીડિયામાં ફેન્સે મજાક ઉડાવી
હાર્દિક પંડ્યાનો નવો લુક જોતા ફેન્સે તેને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યો. યુઝર્સે તેની તુલના પૂર્વ ઈન્ડિયન બોલર અશોર ડિંડા સાથે કરી હતી. ડીંડા પણ મોટાભાગની મેચમાં હેડ બેન્ડ પહેરીને મેચ રમવા માટે આવતો હતો. અન્ય યૂઝર્સે કહ્યું- પંડ્યા બોલિંગ ડેનિસ લીલીની જેમ કરે છે, પરંતુ ડિંડાની જેમ ચોગ્ગા-છગ્ગા પણ ખાય છે. જુઓ ફેન્સની પ્રતિક્રિયા….

હાર્દિક પંડ્યાએ 33 રન આપી 1 વિકેટ લીધી
પંડ્યાએ પહેલી વનડે મેચમાં 5 ઓવર નાખી હતી, જેમા એણે 33 રન આપી 1 વિકેટ પણ લીધી હતી. તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા લોઅર બેક ઇન્જરી બાદ બોલિંગ કરવાથી બચતો રહેતો હતો. પરંતુ જ્યારે એણે બોલિંગ ના કરવાનો નિર્ણય કર્યો ત્યારથી ટીમની પ્લેઇંગ-11માં પણ એને ઓછી તક મળતી હતી.

પહેલી વનડેમાં ઈન્ડિયન બોલર્સનું પરફોર્મન્સ

પહેલી વનડેમાં ઈન્ડિયન બોલર્સનું પરફોર્મન્સ

હાર્દિકે શ્રીલંકા સિરીઝ પહેલાના પોતાના ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે તે T-20 વર્લ્ડ કપમાં બોલિંગ કરી શકે એની પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. આ મેચમાં પણ એણે 5 ઓવર નાખી હતી, જેમાં 1 વિકેટ પણ લીધી.

કૃણાલ પંડ્યાએ પણ 1 વિકેટ લીધી
હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાને પણ પ્લેઇંગ-11માં તક મળી છે. કૃણાલે વાઇસ કેપ્ટન ધનંજય ડિસિલ્વાની વિકેટ લીધી હતી. કૃણાલે પોતાના બોલિંગ સ્પેલમાં કુલ 10 ઓવર નાખી હતી, જેમાં માત્ર 26 રન આપી 1 મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી.

પંડ્યા બ્રધર્સનું મેચમાં યોગદાન

  • શ્રીલંકન ટીમના કેપ્ટને સ્ટેપ આઉટ કરીને ચહલની ઓવરમાં સિક્સ મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ બેટના લોઅર પાર્ટમાં બોલનો સંપર્ક થતા શનાકા આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ લોન્ગ ઓન પર પ્રશંસનીય કેચ પકડ્યો હતો.
  • શ્રીલંકા ટીમની 8મી વિકેટ 222 રન પર પડી હતી. હાર્દિક પંડ્યાએ ઉદાનને આઉટ કર્યો હતો.
  • 24.4 ઓવરમાં કૃણાલ પંડ્યાએ ચોથી વિકેટ લીધી હતી. કૃણાલે મિડલ સ્ટમ્પ પર ફુલ લેન્થ બોલ નાખ્યો હતો, જેમાં ચિપ શૉટ મારવાની કોશિશ કરવા જતા ધનંજય ડિસિલ્વા આઉટ થઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયા સિરીઝમાં ‘ફેવરિટ્સ’
ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યૂટન્ટ ખેલાડીઓ છે, તેમછતાં નિષ્ણાતોના મત મુજબ આ સિરીઝ જીતવાના ચાન્સ ટીમ ઈન્ડિયા પાસે વધુ છે. ઈન્ડિયા ટીમ ફેવરિટ હોવાનું બીજુ કારણ એ પણ છે કે શ્રીલંકન ટીમના ખેલાડી અને બોર્ડ વચ્ચે વિવાદ પહેલા કરતા પણ વધુ વકર્યો છે. તેવામાં બોર્ડે 28 વનડેના અનુભવી એવા દસુન શનાકાને ટીમનો કેપ્ટન બનાવાતા નિષ્ણાતોનું માનવું છે કે ઈન્ડિયન ટીમ જ આ બંને સિરીઝ જીતી જશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *