Harbhajan calls Khalistani militant Bhindranwale a martyr, people say- you have no right to stay in India, FIR should be filed | છેવટે હરભજને માફી માગી, ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલેને શહીદ ગણાવી વિવાદ સર્જ્યો હતો

[ad_1]

 • Gujarati News
 • Sports
 • Cricket
 • Harbhajan Calls Khalistani Militant Bhindranwale A Martyr, People Say You Have No Right To Stay In India, FIR Should Be Filed

નવી દિલ્હી6 દિવસ પહેલા

 • કૉપી લિંક
 • લોકોએ કહ્યું હતું- તમને ભારતમાં રહેવાનો અધિકાર નથી, FIR દાખલ કરો
 • એક યુઝર્સે લખ્યું-વિશ્વ કપમાં ભારતની જીત થઈ ત્યારે તમે તિરંગો લઈ રડી પડ્યા હતા અને અત્યારે દેશદ્રોહીને સાથ આપો છો

લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલો સ્પિનર હરભજન સિંહે પોતાના વિવાદિત પોસ્ટ અંગે માફી માગી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયો હતો. તેણે અમૃતસરના સ્વર્ણ મંદિરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેને શહીદ ગણાવ્યો હતો.

હરભજને ઓપરેશન બ્લૂ સ્ટારની 37મી વરસી પર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી. તેમા તેણે લખ્યું- સન્માન સાથે જીવવું અને ધર્મ માટે મરવવું. 1 જૂનથી 6 જૂન 1984ના સચખંડ શ્રી હરિમંદર સાહિબ પર શહીદ થનારા સિંહ-સિહનિયોની શહિદીને પ્રણામ.

હરભજનને પોતાના ઈન્સ્ટા સ્ટોરીમાં ભિંડરાવાલેનું નામ લીધુ નથી, પણ તેણે જે ફોટો શેર કર્યો તેમા ખાલિસ્તાની આતંકવાદી ભિડરાવાલેની તસવીર પણ હતી. આ ઘટનામાં હરભજન તરફથી અત્યાર સુધીમાં કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પોસ્ટ અંગે સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે હરભજનને ભારતમાં રહેવાનો અધિકાર નથી. યુઝર્સે તેની સામે FIR દાખલ કરવાની પણ માગ કરી છે. અનાનમિકા યાદવ નામની એક યુઝરે લખ્યું- આ પ્રકારના નિવેદનને લઈ BCCIએ તાત્કાલિક હરભજન સામે કાર્યવાહી કરવી જોઈએ. તેની સામે FIR દાખલ થવી જોઈએ. હરભજનને જે પણ એવોર્ડ મળ્યા છે તે પાછા લઈ લેવા જોઈએ. આ શરમજનક છે. સુરજ કૌલ લખે છે કે -હરભજન સિંહે અગાઉ શાહિદ અફ્રિદીના ફાઉન્ડેશન માટે ડોનેશન કરવા અપીલ કરી હતી. હવે તેઓ ખાલીસ્તાની આતંકવાદીનું સમર્થન કરે છે,જેણે હજારો લોકોની હત્યા કરી હતી તેને શહીદ કરી રહ્યા છે. આ એક શરમજનક બાબત છે.

ભારત ભક્ત નામના એક યુઝર્સે લખ્યું-હું સમજી શકતો નથી કે જ્યારે વિશ્વ કપમાં ભારતની જીત થઈ ત્યારે તમે તિરંગો લઈ રડી પડ્યા હતા અને અત્યારે તમે એવી વ્યક્તિનો મહિમા ગાઈ રહ્યા છો કે જે દેશદ્રોહી હતો. તમે તમારું સન્માન ગુમાવી દીધું.

બ્લૂ સ્ટાર ઓપરેશન શું હતું?
6 જૂન 1984ની મોડી રાત્રે જરનૈલ સિંહ ભિંડરાવાલા (અલગતાવાદી નેતા)નો મૃતદેહ મળ્યા ત્યારે ઓપરેશન બ્લૂ સ્ટારનો અંત આવી ગયો હતો. તેમા 83 સૈનિકો માર્યા ગયા હતા,જેમાં 2 અધિકારીનો પણ સમાવેશ થશો હતો. જ્યારે 248 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે સમયે પંજાબને ભારતથી અલગ કરી ખાલિસ્તાન દેશ બનાવવાની માંગે જોર પકડ્યું હતું. આ માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જરનૈલ સિંહ ભિંડરાવાલા કોણ હતો

 • જરનૈલ સિંહ ભિંડરાવાલા શીખોની ધાર્મિક સંસ્થા દમદમી ટકસાલનો નેતા હતો. તેની કટ્ટર વિચારધારાએ લોકો પર ભારે અસર કરવાની શરૂઆત કરી હતી. માટે તેને સંસ્થાની કમાન સોંપવામાં આવી હતી.
 • ભિંડરાવાલેએ ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં બનેલા અકાલ તખ્તમાં પોતાનું કાર્યાલય બનાવી લીધુ અને અકાલ તખ્ત પર કબ્જો મેળવી લીધો હતો. તેનો વિરોધ પણ થયો, પણ ભિંડરાવાલેએ તેની ચિંતા કરી નહીં અને હિંસા જાળવી રાખી.
 • ભિંડરાવાલે ઈચ્છતો હતો કે હિંદુ પંજાબ છોડીને જતો રહે, જે દિલ્હી સરકાર માટે પડકાર હતો. ઈન્દિરા ગાંધીએ પણ જલ્હીથી નિર્ણય લેવો પડે તેવી સ્થિતિ હતી. કારણ કે તેમની મુશ્કેલી વધી રહી હતી.

સેનાએ આ રીતે હાથ ધર્યું ઓપરેશન

 • છેવટે ઈન્દિરા ગાંધીએ 1લી જૂન 1984ના દિવસે અમૃતસરને સેનાના હવાલે કરી દેવામાં આવ્યું અને ઓપરેશન બ્લૂ સ્ટાર શરૂ થયું. આ ઓપરેશનના મેજર જનરલ કુલદીપ હિંસ બરારને સોંપવામાં આવ્યું હતું.
 • સેનાની 9મી બટાવિયન ગોલ્ડન ટેમ્પલ તરફ આગળ વધી. ત્યારબાદ 3 જૂનના રોજ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદને સીલ કરી હતી. ઓપરેશન સમયે મંદિર પરિસરમાં રહેલા લોકોને બહાર આવવા માટે કહેવામાં આવ્યું, જોકે 5 જૂન સુધી 7 વાગ્યા સુધીમાં ફક્ત 129 લોકો જ બહાર આવી ગયા.
 • 5 જૂન,1984ની સાંજે 7 વાગે સેનાની કાર્યવાહી શરૂ થઈ અને રાત્રીના સમયે બન્ને તરફથી ભારે ફાયરિંગ શરૂ થઈ. 6 જૂનની સવારે 5:20 વાગે નક્કી કરવામાં આવી કે અકાલતખ્તમાં છૂપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે ટેન્કોને અંદર લાવવી હશે.
 • આ ઓપરેશનથી અકાલતખ્તને ઘણું નુકસાન થયું અને 6 જૂનના સવારથી સાંજ સુધી ફાયરિંગ ચાલતું રહ્યું. છેવટે રાત્રીના સમયે સેનાએ ભિંડરાવાલાની લાશ મળી અને 7 જૂનના સવારે ઓપરેશન બ્લૂ સ્ટારનો અંત આવી ગયો.

વિવાદ વકરતા આખરે હરભજનસિંહે માફી માંગી

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *