Happy Birthday Sunil Gavaskar| Gavaskar went missing from the hospital at birth; After the investigation met from the fisherman’s house, find out some similar cases of his life | ગાવસ્કર જન્મ સમયે હોસ્પિટલથી લાપતા થઈ ગયા હતા; તપાસ બાદ માછીમારના ઘરેથી મળ્યા, જાણો તેમના જીવનના આવા જ કેટલાક કિસ્સા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Happy Birthday Sunil Gavaskar| Gavaskar Went Missing From The Hospital At Birth; After The Investigation Met From The Fisherman’s House, Find Out Some Similar Cases Of His Life

2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર અને 10 હજાર રન પૂરા કરનાર વિશ્વના સૌથી પહેલા બેટ્સમેન સુનીલ ગાવસ્કર હતા

ઈન્ડિયન ટીમના દિગ્ગજ બેટ્સમેન તથા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર 10 જુલાઈ 2021એ 72 વર્ષના થયા છે. ક્રિકેટજગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ ગાવસ્કરને આદર્શ માને છે. સુનીલ ગાવસ્કર જન્મના સમયે માછીમારના પુત્ર સાથે બદલાઈ ગયા હતા. ત્યારે તેમના કાકા, ડૉકટર અને હોસ્પિટલ પ્રશાસન સાથે ઝઘડીને ગાવસ્કરને પરત લાવ્યા હતા. તો ચલો, આજે ગાવસ્કરના બર્થ ડે પર તેમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સાઓ અંગે માહિતી મેળવીએ……

હું કદાચ અત્યારે મુંબઈના દરિયાકિનારે માછલી પકડતો હોત- સુનીલ ગાવસ્કર
વર્ષ 1949ના રોજ મુંબઈના પુરંદરિયા હોસ્પિટલમાં સુનીલ ગાવસ્કરનો જન્મ થયો હતો. ત્યાં કેટલાક દિવસોમાં ગાવસ્કર માછીમારના પુત્ર સાથે બદલાઈ ગયા હતા. આ વાતની જાણ તેમના કાકાને થતાx તેમને તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી હતી. સંબંધીઓ અને પ્રશાસનને શોધખોળ દરમિયાન ગાવસ્કર એક માછીમારના ઘરેથી મળી આવ્યા હતા.
ગાવસ્કરે આ કિસ્સeનો ઉલ્લેખ તેમની બુકમાં કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો મારા સંબંધીઓ મને પાછો ના લાવ્યા હોત તો હું આજે મુંબઈના દરિયાકિનારે માછલીઓ પકડતો હોત.

ગાવસ્કરે 17 વર્ષ સુધી ટીમ ઈન્ડિયામાં ઓપનરની ભૂમિકા ભજવી. ફાઈલ ફોટો

ગાવસ્કરે 17 વર્ષ સુધી ટીમ ઈન્ડિયામાં ઓપનરની ભૂમિકા ભજવી. ફાઈલ ફોટો

ગાવસ્કર કરિયરના શરૂઆતમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા
સુનીલ ગાવસ્કર જ્યારે શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે સ્કૂલ ક્રિકેટ ટીમમાં તે ત્રીજા નંબર પર બેટિંગ કરતા હતા. તેમના કેપ્ટને એકવાર ગાવસ્કરને ઓપનિંગ કરવાની તક આપી હતી, જેમાં સારા પ્રદર્શન દાખવ્યા પછી તે ઓપનિંગ કિંગ બની ગયા હતા. સુનીલ ગાવસ્કરે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના સારા પ્રદર્શનથી ઈન્ટરનેશનલ ટીમમાં પણ સરળતાથી સ્થાન મેળવી લીધું હતું.

વેસ્ટ ઇન્ડીઝ સામે ડેબ્યુમાં રેકોર્ડ્સ બનાવ્યા
વર્ષ 1971માં વેસ્ટ ઇન્ડીઝ ટૂરની ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. આ સિરીઝ 5 મેચની હતી, જેની પહેલી મેચમાં ગાવસ્કરની આંગળીમાં ઇન્ફેક્શન હોવાથી તેઓ રમ્યા નહોતા. પોર્ટ ઓફ સ્પેનમાં બીજી ટેસ્ટ મેચથી ઈન્ડિયન ક્રિકેટને ‘લિટલ માસ્ટર’ રૂપે દિગ્ગજ ક્રિકેટર મળ્યો હતો. આ મેચમાં ગાવસ્કરે પહેલી ઈનિંગમાં 65 અને બીજીમાં 67 રન બનાવ્યા હતા. આ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી હતી, વેસ્ટ ઇન્ડીઝ સામે ઈન્ડિયાની આ પહેલી જીત હતી.

આ સિરીઝમાં 774 રન બનાવ્યા હતા. આની પહેલાં કોઇપણ ખેલાડીએ પોતાની ડેબ્યુ સિરીઝમાં આટલા રન નહોતા બનાવ્યા. 774 રન સાથે ગાવસ્કર વેસ્ટ ઇન્ડીઝ સામે એક સિરીઝમાં સર્વાધિક ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

સુનીલ ગાવસ્કરની ફાઇલ તસવીર.

સુનીલ ગાવસ્કરની ફાઇલ તસવીર.

સુનીલ ગાવસ્કરની વિવાદાસ્પદ ઈનિંગ, ફેન્સ મારવા દોડ્યા
7 જૂન 1975ના રોજ લૉર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ગાવસ્કરની ઈનિંગ પર ફેન્સ ભડક્યા હતા. ત્યારે લિમિટેડ 60 ઓવરની મેચમાં ઈંગ્લેન્ડે 4 વિકેટના નુકસાને 334 રન બનાવ્યા હતા, જેમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન ક્રિસ ઓલ્ડે 30 બોલમાં અર્ધસદી મારી દીધી હતી, જેના જવાબમાં ઓપનિંગમાં આવેલા ગાવસ્કરે સ્લો બેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે 174 બોલમાં 36* રન બનાવ્યા હતા.
ગાવસ્કરની ધીમી બેટિંગના પરિણામે ટીમ ઈન્ડિયા 3 વિકેટના નુકસાને 132 રન જ બનાવી શકી હતી. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ફેન્સ ગાવસ્કરની આટલી ધીમી બેટિંગ જોઇને પિચ પર આવી પહોંચ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો. ગાવસ્કરની બેટિંગથી ફેન્સની સાથે ટીમના ખેલાડીઓ પણ નિરાશ થઈ ગયા હતા.

ગાવસ્કરની સ્લો બેટિંગ બાદ વિવાદ વકર્યો
સુનીલ ગાવસ્કરની આ ઈનિંગ પછી લોકો તેની પાછળનાં કારણો અંગે અફવાઓ ફેલાવી રહ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું હતું કે ગાવસ્કર વર્લ્ડ કપની પ્લેઇંગ-11થી નાખુશ છે. બીજી એક અફવા એવી પણ સામે આવી હતી કે ટીમના કેપ્ટન તરીકે વેંકટરાઘવનની પસંદગી થઈ હોવાથી તેઓ નાખુશ હતા અને આટલી ધીમી ઈનિંગ રમી હતી. ગાવસ્કરે આ તમામ વાતોની ખંડણી કરતાં કહ્યું હતું કે હું ઈંગ્લેન્ડ સામેની મેચમાં આઉટ ઓફ ફોર્મ હતો.

1980માં વિઝ્ડને ગાવસ્કરને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની યાદીમાં સામેલ કર્યા હતા. આ વર્ષે જ તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.

1980માં વિઝ્ડને ગાવસ્કરને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની યાદીમાં સામેલ કર્યા હતા. આ વર્ષે જ તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા.

સુનીલ ગાવસ્કરની સિદ્ધિઓ

  • સુનીલ ગાવસ્કર 17 વર્ષ સુધી ઈન્ડિયન ટીમના ઓપનિંગ બેટ્સમેન રહ્યા હતા. ગાવસ્કરે એ સમયે દુનિયાભરના ફાસ્ટ બોલર્સનો સામનો હેલ્મેટ પહેર્યા વગર કર્યો હતો.
  • ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર અને 10 હજાર રન પૂરા કરનાર વિશ્વના સૌથી પહેલા બેટ્સમેન સુનીલ ગાવસ્કર હતા. નિવૃત્ત થયા ત્યારે તેમણે 10,122 રન બનાવ્યા હતા. અત્યારે આ રેકોર્ડ ઈન્ડિયન ટીમના બેટ્સમેન સચિન તેંડુલકરના(15,921 રન) નામે છે.
  • ઓસ્ટ્રેલિયાના ડૉન બ્રેડમેનનો 29 ટેસ્ટ સદીનો વર્લ્ડ રેકોર્ડ પણ ગાવસ્કરે તોડ્યો હતો. ગાવસ્કરે 34 સદીનો રેકોર્ડ સ્થાપિત કરી 1987માં નિવૃત્ત થયા હતા.
  • વેસ્ટ ઈન્ડીઝ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ ગાવસ્કર છે, તેમણે 2749 રન બનાવ્યા છે, જેમાં 13 સદી સામેલ છે.
  • ટેસ્ટ ક્રિકેટમાં 3 વાર બંને ઈનિંગમાં સદી મારવાની સિદ્ધિ પણ સૌથી પહેલા ગાવસ્કરે પ્રાપ્ત કરી હતી. આ રેકોર્ડની બરાબરી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને ડેવિડ વોર્નરે કરી હતી.
  • 100 કેચ પકડનાર સૌથી પહેલા ઈન્ડિયન ફિલ્ડર પણ ગાવસ્કર છે.
  • 1980માં વિઝ્ડને ગાવસ્કરને બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરની યાદીમાં સામેલ કર્યા હતા. આ વર્ષે જ તેમને પદ્મ ભૂષણથી સન્માનિક કરાયા હતા.
  • ગાવસ્કર સતત 100 મેચ રમનાર વિશ્વના પહેલા ક્રિકેટર હતા.
  • સુનીલ ગાવસ્કર અને એલન બોર્ડરના સન્માનમાં 1996થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી નામ અપાયું છે.
  • અમેરિકાના કેંટકીના લુઇર્વિલેમાં ઓક્ટોબર 2017માં એક ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કર્યું હતું, જેને સુનીલ એમ. ગાવસ્કર ક્રિકેટ ફિલ્ડ નામ આપવામાં આવ્યું. તે ભારતીય ક્રિકેટરના નામ પરથી સ્થાપિત થયેલું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *