Hairstylist alim khan share mahendra singh dhoni new look fans are loving this | મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સને પણ ગમ્યો આ અંદાજ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Hairstylist Alim Khan Share Mahendra Singh Dhoni New Look Fans Are Loving This

35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંગ ધોની ભલે અત્યારે ક્રિકેટના મેદાનથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ફેન્સમાં તેઓ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. એક વાર ફરી કેપ્ટન કૂલ ચર્ચામાં આવ્યા છે અને આ વખતે કારણ છે તેમનો ન્યૂ લૂક. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ ખૂબ વાયરલ થઈ રહી છે અને ફેન્સને તે પંસદ પણ છે.

હેર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. તેમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે.

આલિમ હકીમે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે

આલિમ હકીમે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે

પોતાની ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહી છે. પછી ભલે તે કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની લાત હોય. ધોનીએ હંમેશા તેના લૂક માટે તેના ફેન્સને ચોંકાવ્યા જ છે.

હવે મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તી જાહેર કરી દીધી છે તે પછી પણ તેઓ નવા નવા લુક્સમાં જોવા મળે છે. નોંધનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન ઉપર પણ દેખાશે. યુએઈમાં આઈપીએલના બીજા હિસ્સા માટે એમએસ ધોની ટૂંક સમયમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાવાના છે.

નોંધનીય છે કે, આલિમ હકીમની ગણતરી દેશના પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના ઘણાં મોટા સ્ટાર્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પ્લેયર્સ મોટા ભાગે આલિમ હકીમ પાસે જ તેમનો નવો લૂક મેળવતા હોય છે.

હમણાં જ ઉજવ્યો 40મો બર્થ-ડે
આ મહિને 7 જુલાઈએ જ ધોનીએ તેનો 40મો બર્થ-ડે ઉજવ્યો છે. આ દરમિયાન ક્રિકેટથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક લોકોએ તેમને જન્મદિવસની શૂભેચ્છા પાઠવી હતી.

રણવીર સાથે ફૂટબોલ રમતો દેખાયો હતો
ધોની થોડા દિવસ પહેલાં જ રણવીર સિંહ સાથે ફૂટબોલ મેચમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. એક ફોટોમાં તો રણવીર ધોનીના પગ પાસે બેઠો હતો અને લખ્યું હતું, મોટા ભાઈના ચરણોમાં હંમેશા.

ધોની અને રણવીર બંને ફૂટબોલ ક્લબનો હિસ્સો છે. આ ક્લબ બોલિવૂડ અને ક્રિકેટ સેલેબ્સ સિવાય બાકીના લોકો માટે પણ ફૂટબોલ મેચ ઓર્ગેનાઈઝ કરતી હોય છે અને આ મેચ દ્વારા ચેરિટી માટે ફંડ ભેગુ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *