Gujarat’s Bad Luck in tokyo olympic but hopes to win medal in Paralympic | ટોક્યો ઓલિમ્પિક્સમાં માના પટેલ, અંકિતા રૈના અને ઈલાવેનિલ સ્પર્ધામાંથી બહાર, હવે પેરાલિમ્પિકમાં મેડલની આશા

[ad_1]

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક
માના પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar

માના પટેલની ફાઈલ તસવીર

  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુજરાતની 3 મહિલા ખેલાડીઓનું અભિયાન સમાપ્ત
  • 24મી ઓગસ્ટથી ટોક્યોમાં પેરાલિમ્પિકની શરૂઆત થશે

ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારતના ફાળે એકમાત્ર સિલ્વર મેડલ આવ્યો છે. જે મણિપુરની મિરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટિંગમાં અપાવ્યો છે. ગુજરાતના 60 વર્ષના ઈતિહાસમાં આ વખતે પહેલીવાર 6 મહિલા ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં પહોંચી છે, જેમાંથી 3 ઓલિમ્પિકમાં અને 3 પેરાલિમ્પિકમાં છે. ઓલિમ્પિકમાં ગુજરાતની 3 મહિલા ખેલાડીઓને આ વખતે સફળતા મળી શકી નથી, એવામાં હવે પેરાલિમ્પિકમાં મહિલા ખેલાડીઓ ભારતને મેડલ અપાવે તેવી આશા છે.

ગુજરાતની સ્વિમર માના પટેલ, ટેનિસ ખેલાડી અંકિતા રૈના તથા શૂટર ઈલાવેનિલ વલારીવન મેડલ જીતવામાં સફળતા મળી શકી નથી. પહેલીવાર ઓલિમ્પિકમાં જતા આ 3 મહિલા ખેલાડીઓ પાસેથી દેશ તથા ગુજરાતીઓને ઘણી આશા હતી. પરંતુ ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતનું આ વર્ષે બેડ લક રહ્યું હતું. પેરાલિમ્પિકમાં ગુજરાતમાંથી સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં 24મી ઓગસ્ટથી પેરાઓલિમ્પિકમાં વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

માના પટેલની ફાઈલ તસવીર

માના પટેલની ફાઈલ તસવીર

માના પટેલ સ્વિમિંગમાં 39મા ક્રમે
અમદાવાદની સ્ટાર સ્વિમર માના પટેલનું ઓલિમ્પિક ડેબ્યુ નિરાશાજનક રહ્યું છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોકની સેમિફાઈનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહી છે. માના પટેલ પોતાની હીટમાં બીજા ક્રમે રહી હતી. તમામ હીટમાંથી ટોપ-16 સ્વિમર્સ સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થયા હતા. 21 વર્ષીય માના પટેલ હીટ-1માં 1:05.20ના સમય સાથે બીજા ક્રમે રહી હતી. જ્યારે ઝિમ્બાબ્વેની ડોનાટા કાતાઈ 1:02.20ના સમય કરતા ત્રણ સેકન્ડ આગળ રહી હતી. માના પટેલ પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ ટાઈમિંગને પાર કરી શકી ન હતી. તમામ હીટની સ્વિમર્સમાં માના પટેલ 39માં ક્રમે રહી હતી.

શૂટર ઈલાવેનિલ વલારીવનની તસવીર

શૂટર ઈલાવેનિલ વલારીવનની તસવીર

ઈલાવેનિલ વલારીવન ક્વોલિફાયર રાઉન્ડમાં 16મા ક્રમે
ટોક્યો ઓલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગુજરાતની ઈલાવેનિલ વલારીવન ફાઈનલ માટે ક્વોલિફાઈની રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરનારા ઈલાવેનિલ ક્વોલિફાયર રાઉન્ડમાં 16મા ક્રમે રહી હતી. જ્યારે તેનાથી પણ વધારે અનુભવી ગણાતી શૂટર અપૂર્વી 36મા સ્થાને રહી હતી.

ટેનિસ પ્લેયર અંકિતા રૈનાની ફાઈલ તસવીર

ટેનિસ પ્લેયર અંકિતા રૈનાની ફાઈલ તસવીર

અંકિતા રૈના-સાનિયા મિર્ઝાની જોડી યુક્રેનની જોડી સામે હારી
ગુજરાતની જ અંકિતા રૈનાની ટોક્યો ઓલિમ્પિક્સમાં ટેનિસની રમતમાં પસંદગી થઈ હતી. તે સાનિયા મિર્ઝા સાથે ટેનિસ ડબલ્સની મેચમાં હતી. જેમાં યુક્રેનની જોડી સામેની પહેલી મેચમાં તેમની હાર થઈ હતી. મેચની શરૂઆતમાં અંકિતા અને સાનિયાની જોડીએ પ્રેશર બનાવ્યું હતું, પરંતુ બાદમાં યુક્રેનની ડબલ્સ ટીમે સામે 6-0, 6(0)-7(7), 8-10થી હાર થઈ હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *