Grand Slam champion shares video of dance in Olympic kit, gets 6 lakh views in 6 hours | ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને ઓલિમ્પિક કિટમાં ડાન્સનો વીડિયો શેર કર્યો, 6 કલાકમાં 6 લાખ વ્યૂઝ મળ્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Grand Slam Champion Shares Video Of Dance In Olympic Kit, Gets 6 Lakh Views In 6 Hours

9 કલાક પહેલા

  • કૉપી લિંક
  • અમેરિકન રેપરના ગીત પર ડાન્સ કરતી જોવા મળી સાનિયા
  • વીડિયો મારફત સાનિયાએ પોતાના નામમાં Aનો અર્થ પણ સમજાવ્યો

ભારતની દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેમણે બુધવારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ઓલિમ્પિક કિટ પહેરી એક ડાન્સનો વીડિયો શેર કરેલો. આ વીડિયોને 6 કલાકમાં 6 લાખ લોકોએ જોયો અને 80 હજાર લાઇક્સ પણ મળી છે. સાનિયા મિર્ઝા અત્યારસુધી પોતાના કેરિયરમાં 6 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકી છે. હવે તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે.

અમેરિકન રેપરના ગીત પર ડાન્સ કરતી જોવા મળી સાનિયા
સાનિયા વીડિયોમાં અમેરિકન રેપર ડોજા કેટના કિસ મી મોર ગીત પર ડાન્સ કરતો વીડિયો અપલોડ કર્યો હતો જેની કેપ્શનમાં લખેલું કે- મારા નામમાં A શબ્દનું મારા જીવનમાં ઘણું મહત્ત્વ છે. વીડિયો મારફત સાનિયાએ Aનો અર્થ પણ સમજાવ્યો. તેમણે લખ્યું હતું કે Aનો અર્થ થાય છે-એગ્રેશન(આક્રમકતા), એમ્બિશન(મહત્ત્વાકાંક્ષી), અચીવ(જીત), અને અફેક્શન(સ્નેહ).

અનન્યા બિરલાએ વીડિયો પર રિએક્શન આપ્યું
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો છે. કુમાર મંગલમ બિરલાની છોકરી અનન્યા બિરલાએ વીડિયોમાં કમેન્ટ કરતાં કહ્યું કે- મને ડાન્સ સ્ટેપ પસંદ આવ્યા. તમને અભિનંદન. આના સિવાય કેટલાય ચાહકોએ વીડિયોમાં રિએક્ટ કર્યું છે. એની સાથે ટોક્યો ઓલિમ્પિક માટે તેમને શુભકામનાઓ આપી. ચાહકોએ કહ્યું કે Aનો અર્થ એડોરેબલ(પ્રેમાળ) પણ થાય છે.

સાનિયા મિર્ઝાએ મહેનત પર જોર આપ્યું
સાનિયાએ મંગળવારે પ્રધાનમંત્રી મોદી સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે છોકરાઓ ટેનિસમાં પોતાનું કરિયર બનાવવા માગતા હોય તેમને હું એટલું જ કહેવા માગું છું તેમણે મહેનત કરવી પડશે. વગર મહેનતે કોઇપણ રમતમાં આગળ વધવું સંભવ નથી. હવે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ મારું ચોથી ઓલિમ્પિક છે. કોમનવેલ્થ જ્યારથી ભારતમાં થઈ છે ત્યારથી લોકોની અપેક્ષાઓ અમારાથી વધી છે. અંકિતા રૈના સાથે મારો તાલમેલ સારો રહ્યો.

સાનિયાએ અત્યારસુધી કૂલ 6 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે
સાનિયાએ મહિલા ડબલ્સમાં 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલ્ડન અને યુ.એસ. ઓપનનો ખિતાબ જીતી ચૂકી છે. મિક્સડ ડબલ્સમાં તે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફેંચ ઓપન અને 2014માં યુ.એસ જીતી ચૂકી છે.

2016માં સાનિયાએ માર્ટિના હિંગિસ સાથે મળીને મહિલા ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.

2016માં સાનિયાએ માર્ટિના હિંગિસ સાથે મળીને મહિલા ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.

ભારતની સૌથી મોટી ટુકડી ઓલિમ્પિકમાં જઇ રહી છે
આ વખતે ભારતની સૌથી મોટી ટુકડી ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઇ રહી છે. ભારતીય સ્કવોડમાં 228 મેમ્બર હશે, તેમાં 119 એથ્લીટ સમાવિષ્ટ છે, જેમાં 67 પુરુષ અને 52 મહિલા એથ્લીટ્સ હશે. ભારતીય એથ્લીટ આ વખતે 85 મેડલ માટે દાવેદારી રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *