Germany beat Portugal 4-2 in thrilling match, hopes of reaching last 16 alive | જર્મનીએ રોમાંચક મેચમાં 4-2થી પોર્ટુગલને હરાવ્યું, અંતિમ 16માં પહોંચવાની આશા જીવંત

By | June 21, 2021


  • Gujarati News
  • Sports
  • Germany Beat Portugal 4 2 In Thrilling Match, Hopes Of Reaching Last 16 Alive

લંડન38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

યુરો કપ 2020માં શનિવારે જર્મની અને પોર્ટુગલ વચ્ચે ઘણી રોમાંચક મેચ જોવા મળી. જર્મનીએ શરૂઆતમાં એક ગોલથી પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરી હતી અને ગત ચેમ્પિયન પોર્ટુગલને 4-2 થી હરાવ્યું હતું. પોર્ટુગલ પર મળેલી જીતની સાથે જ જર્મનીના અંતિમ 16 માં પહોંચવાની આશા જીવંત કરી છે. મેચમાં શરૂઆતમાં જ પોર્ટુગલે જર્મની પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું.

મેચમાં 15મી જ મિનિટે રોનાલ્ડોના ગોલથી પોર્ટુગલે 1-0ની લીડ મેળવી લીધી હતી. પણ જર્મનીએ વાપસી કરતા 39મી મિનિટ સુધી 2-1 ની લીડ મેળવી લીધી હતી. યજમાન ટીમ માટે આ બંને ગોલ તેને આત્મઘાતી ગોલ (સેલ્ફ ગોલ) ના રૂપમાં મળ્યા હતા. પહેલો આત્મઘાતી ગોલ પોર્ટુગલના રૂબેન ડિયાસે 35મી મિનિટે તો ચાર મિનિટ બાદ બીજો આત્મઘાતી ગોલ રાફેલ ગુરેઇયોએ કર્યો હતો. જર્મનીએ ત્યાર બાદ 51મી મિનિટે કાઈ હેવટર્જ અને 60મી મિનિટે રોબિન ગોસેન્સના ગોલની મદદથી સ્કોર 4-1 સુધી પહોંચાડ્યો હતો. જોકે પોર્ટુગલે 67મી મિનિટે ડિએગો જોટાએ ગોલ ભલે કર્યો પણ ત્યા સુધી ઘણું મોડું થઇ ગયું હતું અને જર્મનીએ 4-2થી શાનદાર જીત પોતાના નામે કરી લીધી હતી.આ જીત સાથે જર્મની ગ્રુપ એફમાં 3 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. જર્મની હવે 23 જૂનના રોજ હંગેરીને હરાવી દેશે તો બીજા રાઉન્ડમાં પહોંચી જશે, જ્યારે પોર્ટુગલને ફ્રાન્સ સામે મોટા પડકારનો સામનો કરવો પડશે.

પોલેન્ડે 1-1 ની બરોબરી પર સ્પેનને રોક્યું
સ્પેને લીડ મેળવ્યા બાદ ગોલ કરવાની ઘણી તક ગુમાવી હતી. ત્યાર બાદ પોલેન્ડના રોબર્ટ લેવાનદોવસ્કીના ગોલ બાદ સ્પેન અને પોલેન્ડ વચ્ચેની મેચ 1-1 થી ડ્રો રહી હતી. ફીફાના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી લેવાનદોવસ્કીએ બીજી હાફમાં 54મી મિનિટે ગોલ કરી પોલેન્ડને યુરો 2020 માં બીજા રાઉન્ડમાં જવાની આશાઓ જીવંત રાખી હતી.

અન્ય સમાચારો પણ છે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *