Friction between Rahul and Hasaranga on the field; The umpire was also shocked to see Chahar’s wonderful catch | મેદાન પર રાહુલ અને હસારંગા વચ્ચે ઘર્ષણ; ચાહરનો અદ્ભુત કેચ જોઇ એમ્પાયર પણ ચોંકી ઉઠ્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Friction Between Rahul And Hasaranga On The Field; The Umpire Was Also Shocked To See Chahar’s Wonderful Catch

4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

શ્રીલંકાએ બુધવારે ભારતને બીજી T-20માં 4 વિકેટથી હરાવી દીધુ છે. આ જીતના સાથે 3 મેચોની સિરીઝ હવે 1-1થી બરાબર થઇ છે. આજે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે, આજની મેચ પર નિર્ણય થશે કે T-20 ટ્રોફી કોણ જીતશે. બીજી T-20માં રાહુલ ચાહર અને વાનિંદુ હસારંગા વચ્ચે મેદાનમાં અથડામણ પણ જોવા મળી. હસારંગાએ 11 બોલ પર ઝડપથી 15 રન બનાવી લીધેલા.

જેના પછી 15મી ઓવરમાં રાહુલ ચાહર બોલિંગ કરવા આવ્ચા. તેમણે તે ઓવરના છેલ્લા બોલ પર હસારંગાને ભુવનેશ્વરના હાથે કેચ આઉટ કરાવ્યા. વિકેટ લીધા પછી ચાહર થોડા ગુસ્સે થઇ ગયા પરંતુ હસારંગાએ આના જવાબમાં ચાહરને જવાબતો ના આપ્યો પણ તેમણે તાલી પાડી તેમના બોલની પ્રશંષા કરી.

તેની પહેલા ભુવનેશ્વરે અવિષ્કા ફર્નાડોને રાહુલ ચાહરના હાથે કેચ આઉટ કરાવ્યા. બાઉન્ડરી પર ફિલ્ડીંગ કરી રહેલા રાહુલે આ કેચને પકડવા ડાઇવ મારી પરંતુ તેમનુ સંતુલન બગડી જતા તેઓ બાઉન્ડરીની બહાર જતા રહ્યા. તે દરમિયાન તેમણે બોલને બાઉન્ડરીની અંદર ફેંકી ફરી ડાઇવ લગાવીને કેચ પકડી લીધો. આ કેચને જોઇ એમ્પાયર પણ ચોંકી ગયા હતા.

ઋતુરાજ અને ધવન વચ્ચે પહેલી વિકેટ માટે 49 રનની પાર્ટનરશીપ થઇ હતી

કેપ્ટન ધવન ફરી એક વખત ફિફ્ટી ચૂક્યા. તે 42 બોલ પર 40 રન બનાવી આઉટ થયા. તેમને અકિલાએ ક્લિન બોલ્ડ કર્યા હતા. છેલ્લી મેચમાં તેમણે 46 રન બનાવ્યા હતા

ડેબ્યૂટેંટ ઋતુરાજ ગાયકવાડ 18 બોલ પર 21 રન બનાવી આઉટ થયા. તેમની વિકેટ શનાકાએ લીધી

પડિક્કલ 23 બોલ પર 29 રન આઉટ થયા. હસારંગાએ તેમને ક્લિન બોલ્ડ કર્યા

આઉટ થયા પહેલા પડિક્કલે રિવર્સ સ્વીપ પર ચોગ્ગો માર્યો હતો. આગળની બોલ પર મોટો શોટ મારવાના ચક્કરમાં આઉટ થયા હતા

શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે સૌથી વધુ 2 વિકેટ લીધી. તે સિવાય દુષ્મંથ ચમીરા, વાનિંન્દુ હસારંગા અને દાસુન શનાકાને 1-1 વિકેટ મળી

ધવનને રનઆઉટ કરવાની નિષ્ફળ કોશિશ કરી રહેલા શ્રીલંકન ખેલાડી

સંજૂ સેમસન 13 બોલ પર 7 રન બનાવી આઉટ થયા. તેમને અકિલાએ ક્લિન બોલ્ડ કર્યા

સેમસનને આઉટ કર્યા પછી ઊજવણી કરતા શ્રીલંકન ખેલાડી. સેમસને પહેલા T-20માં 27 રન કર્યા હતા

રાહુલનો કેચ જોઇને ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ ચોંકી ગયા હતા

વરુણ ચક્રવર્તીએ બીજી T-20માં શાનદાર બોલિંગ કરી. તેમણે 4 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી. વરુણે સમરવિક્રમાને ક્લિન બોલ્ડ કર્યા હતાં

મિનોદ ભાનુકા 31 બોલ પર 36 રન બનાવી આઉટ થયા. તેમણે કુલદીપ યાદવે આઉટ કર્યા.કુલદિપે મેચમાં 2 વિકેટ ઝડપી હતી

શ્રીલંકાના કેપ્ટન દાસુન 6 બોલ પર 3 રન બનાવી આઉટ થયા હતા તેમની વિકેટ કુલદીપે ઝડપી હતી

ધનંજય ડિસિલ્વાએ સારી ઇનિંગ્સ રમી. તેઓ 34 બોલ પર 40 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા. તેમણે કરુણારત્ને સાથે મળીને પોતાની ટીમને જીત સુધી પહોંચાડી

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *