For the first time in the 60-year history of Gujarat, 6 daughters will represent India in Olympics | રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે 6 દીકરીની ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી, ટેનિસ, સ્વિમિંગ અને શૂટિંગમાં મેડલ જીતવા મેદાને ઉતરશે

[ad_1]

અમદાવાદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ સિદ્ધિ માટે આ 6 વિરાંગનાઓને CMએ અભિનંદન પાઠવ્યા

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યમાંથી 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેનાથી પણ વિશેષ, પહેલીવાર ગુજરાતની એક સાથે 6 દીકરીઓ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ છે. જે ગુજરાત સહિત દેશ માટે ગૌરવની બાબત છે. 23મી જુલાઇથી ટોક્યો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સ 2021માં ગુજરાતની એક સાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

સ્પોર્ટ્સમાં નારી શક્તિનો ડંકો
ગુજરાતની 6 દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ-ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ 6 વિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલિમ્પિકમાં સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

માના પટેલની ફાઈલ તસવીર

માના પટેલની ફાઈલ તસવીર

માના પટેલ (સ્વિમિંગ)
માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.

આ પણ વાંચોઃ 8 વર્ષે સ્વિમિંગ શરૂ કરનારી માના પટેલનું દેશને ઓલિમ્પિકમાં મેડલ અપાવવાનું સપનું, સવારે અને સાંજે બે-બે કલાક કરે છે સ્વિમિંગ

ઈલાવેનિલ વલારીવનની ફાઈલ તસવીર

ઈલાવેનિલ વલારીવનની ફાઈલ તસવીર

ઈલાવેનિલ વલારીવન (શૂટિંગ)
ઈલાવેનિલ મૂળ ગુજરાતી નથી, જન્મે તમિલ છે પણ ઉછેર અમદાવાદમાં થયો છે. શૂટિંગની તાલીમ પણ અહીં લીધી છે. તેણે વિવિધ સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા છે. ઓલિમ્પિકમાં ભારત તરફથી અભિનવ બિન્દ્રાએ શૂટિંગમાં મેડલ મેળવ્યા પછી ભારતીયોનું ધ્યાન આ રમત પર પડ્યું છે. 21 વર્ષિય ઈલાવેનિલ એર રાઈફલ શૂટિંગમાં એ વર્લ્ડમાં નંબર વન સુધી પહોંચી ચૂકી છે.
આ પણ વાંચો: બિન્દ્રા અને નારંગના ફેવરિટ ઈવેન્ટમાં ઇલાવેનિલ વલારિવાન શૂટિંગ કરે છે; વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે

અંકિતા રૈનાની ફાઈલ તસવીર

અંકિતા રૈનાની ફાઈલ તસવીર

અંકિતા રૈના (ટેનિસ)
ગુજરાતમાં 11 જાન્યુઆરી 1993માં જન્મેલી અંકિતા રૈના પણ ટોક્યો ઓલિમ્પિકમાં જશે. અંકિતા ટેનિસમાં ડબલ્સ ગેમ રમશે અને ડબલ્સમાં તેની જોડી સાનિયા મિર્ઝા સાથે બનાવવાની છે. અમદાવાદમાં જન્મેલી અંકિતા 28 વર્ષની છે અને વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં 95મા ક્રમે છે. અત્યાર સુધીમાં તે 11 સિંગલ અને 18 ડબલ્સ ટાઈટલ જીતી ચૂકી છે. તેના પિતા રવિન્દરકૃષ્ણ રૈના મૂળ કાશ્મિરી પંડિત છે અને હિંસાના કારણે કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણ છોડવાનું શરૂ કર્યું ત્યારે અંકિતાનો પરિવાર પણ ત્યાંથી નીકળી ગયો હતો.

સોનલ પટેલની ફાઈલ તસવીર

સોનલ પટેલની ફાઈલ તસવીર

સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ)
અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોનલ પટેલનું ટોક્યો ખાતે યોજાનાર પેરાલિમ્પિકમાં સિલેક્શન થયું છે. સોનલ પટેલે જન્મથી દિવ્યાંગ હોવાથી સારો અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સપનું જોયું હતું પણ તેમાં મને સફળતા ન મળી ન હતી. બાદમાં અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી સખત મહેનતથી પેરા ટેબલ ટેનિસમાં સારું પ્રદર્શન કરતી રહી હતી. હાલ તેઓ વિશ્વમાં 19માં રેન્ક પર છે.

ભાવિના પટેલની ફાઈલ તસવીર

ભાવિના પટેલની ફાઈલ તસવીર

ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ)
ભાવિના પટેલ છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી પેરા ટેબલ ટેનિસ રમે છે. તેમનું ટોક્યો ખાતે યોજાનારા રમતોત્સવમાં સિલેક્શન થયું છે. તેઓ 28 વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડમેડલ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝમેડલ જીત્યા છે. ઉપરાંત વર્ષ 2013માં તેમને ટાઇફોડ થયો હોવા છતાં તેઓ બેંગકોક ખાતે યોજાયેલી ઓપન ચેમ્પિયનશીપમાં સિંગલ્સ મેચમાં સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યા હતા.

પારુલ પરમારની ફાઈલ તસવીર

પારુલ પરમારની ફાઈલ તસવીર

પારુલ પરમાર (પેરા બેડમિન્ટન)
ગાંધીનગરની પેરા બેડમિન્ટનની મહિલા દિવ્યાંગ ખેલાડી અર્જુન એવોર્ડી પારૂલ પરમાર વર્ષ 2021માં જાપાનના ટોક્યો ખાતે યોજાનારા આગામી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રમી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતના પહેલા મહિલા ખેલાડી છે જે ઓલિમ્પિકની પેરા બેડમિન્ટનમાં રમશે. આ સાથે તેઓ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કેટેગરીમાં પણ પહેલીવાર ઓલિમ્પિક રમશે.

પારૂલ પરમારના જણાવ્યા મુજબ, ઓલિમ્પિકમાં રમવા માટે વિશ્વમાં રેંકિંગ ખૂબ અગત્યનું છે અને તેઓ પેરા બેડમિન્ટનની એસએલ-૩ કેટેગરીમાંથી સિંગલ્સ રમે છે જેમાં તેમનો રેંકિંગ છેલ્લા 15 જેટલા વર્ષોથી નબર-1 છે. પરંતુ ઓલિમ્પિકમાં તેનાથી એસએલ-૩ કેટેગરીનો સમાવેશ થતો નથી તેથી તેઓ તેનાથી ઊંચી કેટેગરી એસએલ-4માં રમશે. જેમાં તેઓનો સામનો તેમનાથી થોડી ઓછી દિવ્યાંગતા ધરાવતા ખેલાડી સાથે થશે. વળી ડબલ્સમાં તેઓ પાંચમો અને મિક્સ ડબલ્સમાં છઠ્ઠો રેંક ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *