Football: Austria enters Euro Cup knockout for the first time, defeats Ukraine 1-0 | ફૂટબોલ: ઓસ્ટ્રિયાએ પહેલીવાર યુરો કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો, યુક્રેનને 1-0થી હરાવ્યું

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Football: Austria Enters Euro Cup Knockout For The First Time, Defeats Ukraine 1 0

લંડન5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નેધરલેન્ડ સામે હાર્યા બાદ યુક્રેન સામે ઓસ્ટ્રિયા આક્રમક થઈને રમ્યું

ક્રિસ્ટોફ બામગાર્ટનરના એકમાત્ર ગોલની મદદથી ઓસ્ટ્રિયાએ ગ્રુપ સીમાં યુક્રેનને 1-0 થી હરાવીને પહેલીવાર યુરો કપમાં નોકઆઉટમાં જગ્યા બનાવી છે. નોકઆઉટમાં પહોંચવા માટે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતી હતી. ઓસ્ટ્રિયાના કોચ ફ્રેન્ચો ફોડાએ ગત મેચમાં નેધરલેન્ડ સામે મળેલી હાર બાદ યુક્રેન સામે પોતાના અટેકને મજબુત કરવા માટે ટીમમાં બે બદલાવ કર્યા હતા. ટીમે મોર્કો આર્નાતોવિકને સમાવ્યો હતો, જેણે ટીમમાં આક્રમણની આગેવાની કરી હતી.

તો યુક્રેને પણ ટીમમાં બે બદલાવ કર્યા હતા. ઓસ્ટ્રિયાની ટીમ શરૂઆતથી જ આક્રમક અંદાજમાં જોવા મળી હતી. ટીમના મોટાભાગના ખેલાડીઓ પહેલા હાફમાં યુક્રેનના ગોલ પોસ્ટ પાસે જ જોવા મળ્યા. તેનો ફાયદો ટીમને 21મી મિનિટે ગોલના રૂપમાં મળ્યો. ઓસ્ટ્રિયાના ડેવિડ અલાબાએ કોર્નર કીકથી બોલને યુક્રેનના ગોલ પોસ્ટ તરફ મોકલી અને ત્યા ક્રિસ્ટોફ બામગાર્ટનરે બોલને ગોલમાં મોકલવામાં કોઇ ભુલ કરી નહીં.

ત્યાર બાદ ક્રિસ્ટોફ મેદાન પર ઇજાગ્રસ્ત થઇ જતા મેદાન બહાર જતો રહ્યો. પહેલા હાફમાં ઓસ્ટ્રિયા 1-0થી આગળ રહ્યું. બીજા હાફમાં યુક્રેનની ટીમે મેચમાં વાપસી કરવા માટે ઘણી તક ઉભી કરી પણ કોઇ ફાયદો થયો નહીં. યુક્રેન બીજા હાફમાં ઓસ્ટ્રિયાના ડિફેન્સને પછાડી ન શકી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો.

નેધરલેન્ડે 3-0થી નોર્થ મેસિડોનિયાને હરાવ્યું
અન્ય એક મેચમાં નેધરલેન્ડે 3-0થી નોર્થ મેસિડોનિયાને માત આપી. નેધરલેન્ડની ટીમ પહેલા જ નોકઆઉટમાં પહોંચી ગઇ છે. તેથી આ મેચ તેના માટે આગામી મેચ માટે પ્રેક્ટિસ મેચ હતી. નેધરલેન્ડ પોઇન્ટ ટેબલમાં 9 પોઇન્ટ સાથે ટોચ પર છે. જ્યારે ઓસ્ટ્રિયા 6 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. યુક્રેન 3 પોઇન્ટ સાથે ત્રીજા અને નોર્થ મેસિડોનિયા અંતિમ ચોથા સ્થાને છે. નોર્થ મેસિડોનિયા આ લીગમાં એક પણ જીત મેળવી નથી શક્યું. પહેલા હાફમાં નેધરલેન્ડે 24મી મિનિટે ગોલ કરી 1-0થી લીડ મેળવી લીધી. બીજા હાફમાં 51મી મિનિટે ડીપે ગોલ તો કરી ન શક્યો પણ તેના સારા પાસથી જોર્જીનિયો વાયનાલાડમે ગોલ કર્યો અને ટીમને 2-0ની લીડ મેળવી. ફરી ડીપે અને વાયનાલાડમની જોડીએ 7મી મિનિટ બાદ ગોલ કરી 3-0ની લીડ મેળવી લીધી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *