Euro Cup Final: England Penalty Takers Marcus Rashford, Jadon Sancho And Bukayo Saka Was Targeted By Fans, Hit By Racist Abuse After Loss To Italy | ઇંગ્લેન્ડ માટે પેનલ્ટી મિસ કરનાર રેશફોર્ડ, સેન્ચો અને સાકા ઓનલાઇન રેસિઝમનો શિકાર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Euro Cup Final: England Penalty Takers Marcus Rashford, Jadon Sancho And Bukayo Saka Was Targeted By Fans, Hit By Racist Abuse After Loss To Italy

6 કલાક પહેલા

  • કૉપી લિંક

ઈંગ્લેન્ડ ફુટબોલ એસોસિએશને 3 ઈંગ્લિશ ફુટબોલર્સ સામે વંશીય ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. જેમા માર્કસ રૈશફોર્ડ, જેડેન સેન્ચો અને બુકાયો સાકા સામેલ છે. આ ત્રણેયને ઈટાલી સામે યૂરો કપ ફાઇનલમાં 5માંથી અંતિમ 3 પેનલ્ટી મિસ કરી હતી. ત્યારપછી આ અંગે કેટલાક ઈંગ્લિશ ફેન્સે વંશીય ટિપ્પણી કરી અને તેમના વિરૂદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો. EFAએ કહ્યું હતું કે જે પણ દોષી મળશે, તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બ્રિટિશ પ્રધાનમંત્રી પણ ભડક્યાં
બ્રિટિશ PM બોરિસ જૉન્સને પણ વંશીય ટિપ્પણી કરનાર સામે વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઇંગ્લિશ ટીમને હીરો કહેવી જોઇએ. ટીમ આ ડિઝર્વ કરે છે. વંશીય ટિપ્પણી કરવી યોગ્ય નથી અને જે આવું કરે છે એને શરમ આવવી જોઇએ.

ઈંગ્લેન્ડ માટે માત્ર હેરી અને મૈગુવાયરે ગોલ કર્યા
યૂરો કપની ફાઇનલ મેચના ફુલ ટાઇમ સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો હતો. ત્યારપછી મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી હતી. એક્સ્ટ્રા ટાઇમમાં પણ બંને ટીમ એકપણ ગોલ કરી શકી નહતી. મેચ પેનલ્ટી શૂટઆઉટમાં પહોંચી. ઈંગ્લેન્ડના હેરી કેન અને હેરી મૈગુવાયરે ગોલ કર્યો હતો. ઈટાલીના ડોમેનિકો બેરાર્ડી, લિયોનાર્ડો બોનુચી અને ફેડરિકો બર્નાર્ડેસ્કીએ ગોલ કર્યો હતો.

3 ખેલાડીએ પેનલ્ટી મિસ કરી
ઇંગ્લેન્ડ માટે ત્રીજી પેનલ્ટી શૂટ કરવા માટે રેશફોર્ડ આવ્યો હતો અને તેનો શોટ ગોલ પોસ્ટ સાથે અથડાયો હતો. સેન્ચો અને સાકાના શોટને ગોલકીપરે રોકી લીધો હતો. આ નિર્ણાયક ક્ષણ સાબિત થઈ હતી. ઈટાલીએ ફાઇનલમાં ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી હરાવ્યું હતું. આવી રીતે ઇંગ્લેન્ડની ટીમ પોતાનું પહેલું યૂરો કપ ટાઇટલ જીતતા રહી ગઈ હતી.

ખેલાડીઓ ફેન્સના ઓનલાઇન રેસિઝમનો શિકાર બન્યા
ત્યારપછી ઇંગ્લેન્ડના ફેન્સે પોતાનો ગુસ્સો પેનલ્ટી મિસ કરનાર 3 ખેલાડી સામે કાઢ્યો હતો. EFAએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તે ફેન્સની આવી પ્રતિક્રિયાનો વિરોધ કરે છે. ઓનલાઇન રેસિઝમથી ખેલાડીઓનું મનોબળ પડી ભાંગ્યું હતું. લંડન મેટ્રોપોલિટન પોલીસ આ અગે તપાસ કરી રહી છે.

ઇંગ્લેન્ડ ફુટબોર્સે વંશવાદ વિરૂદ્ધ દુનિયાને મેસેજ આપ્યો

ઇંગ્લેન્ડ ફુટબોર્સે વંશવાદ વિરૂદ્ધ દુનિયાને મેસેજ આપ્યો

ઇંગ્લેન્ડના કોચે હારની જવાબદારી લીધી
ઇંગ્લેન્ડના કોચ સાઉથગેટે પેનલ્ટી મિસ કેસની જવાબદારી પોતાના પર લીધી છે. તેમણે કહ્યું કે મેં ખેલાડીને પસંદ કર્યા હતા. યુવા ખેલાડી સાકાને સ્ટાર ફોરવર્ડ ગ્રીલિશની જગ્યાએ લેવાનો નિર્ણય મારો હતો. હું કંઇક અલગ કરવા માગતો હતો. આ હાર એક ટીમની છે. આ અંગે કોઇપણ ખેલાડી જવાબદાર નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *