England And South Africa Will Be A Big Challenge For India Abroad In 2021 23 Cycle, Clash With Australia, New Zealand At Home | 2021-23ની બીજી સાઇકલમાં અવે સિરીઝ ભારત માટે પડકારરૂપ રહેશે, ઘરમાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામે ટક્કર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • England And South Africa Will Be A Big Challenge For India Abroad In 2021 23 Cycle, Clash With Australia, New Zealand At Home

24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar

ફાઇલ ફોટો

  • ટીમ ઈન્ડિયા વિદેશ ટૂરમાં ઈંગ્લેન્ડ, દ.આફ્રિકા અને બંગ્લાદેશ વિરૂદ્ધ મેચ રમશે

ટીમ ઈન્ડિયા પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હારી ગયું છે. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો બીજો તબક્કો (2021-2023) શરૂ થવા જઈ રહ્યો છે. આમાં સૌથી મોટો પડકાર ભારતીય ટીમ માટે ફરીથી ફાઇનલમાં પ્રવેશ લેવાના સંદર્ભે રહેશે. તો શું ભારતીય ટીમ ફરીથી WTC-2ની ફાઇનલ સુધી પહોંચી શકશે? તો ચલો આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ કે ભારતને કઇ-કઇ ટીમો વિરૂદ્ધ સીરીઝ રમવાની રહેશે.

ટીમ ઈન્ડિયા 3 સિરીઝ ઘરમાં અને 3 વિદેશમાં રમશે
WTCની પહેલી સાઇકલ પ્રમાણે આ વખતે પણ દરેક ટીમ 3 સિરીઝ ઘરમાં અને 3 વિદેશમાં રમશે. ભારત ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝથી આની શરૂઆત કરશે. ભારતને વિદેશમાં ઈંગ્લેન્ડ સિવાય દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે સિરીઝ રમવાની રહેશે. વળી, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે ભારત હોમ સિરીઝ રમશે.

આ સમયે સિરીઝ નહીં પરંતુ દરેક મેચ પ્રમાણે પોઇન્ટ અપાશે
WTCની પહેલી સાઇકલમાં ICCએ બે અથવા વધુ ટેસ્ટ મેચની તમામ સિરીઝ માટે 120 પોઇન્ટ રાખ્યા છે. એટલે જો એક સિરીઝમાં 4 ટેસ્ટ છે તો દરેક મેચના 30 પોઇન્ટ અને જો એક સિરીઝમાં 2 મેચ છે તો દરેક મેચના 60 પોઇન્ટ રહેશે. પંરતુ આ વખતે નિયમોમાં ફેરફાર કરાયો છે. ICCએ કહ્યું કે આ સિવાય પર્સેન્ટેજ પોઇન્ટના નિયમ લાગૂ રહેશે. એટલે કે કોઈ ટીમ કુલ ઉપલબ્ધ મેચોમાં તે સમયના પોઇન્ટમાંથી કેટલા પ્રાપ્ત કરી શકે છે, એના આધારે ટેબલમાં પોઝિશન તૈયાર કરાશે.

ટીમ ઈન્ડિયા 19 મેચ રમશે
ટીમ ઈન્ડિયાને બીજી સાઇકલમાં કુલ 19 મેચ રમવાની છે. પહેલી સાઇકલમાં ફાઇનલમાં પહોંચવા વાળી ટીમને 70 ટકા પોઈન્ટ મેળવ્યા હતા. આ હિસાબે જોવા જઇએ તો ભારતને ફાઇનલમાં પહોંચવા માટે 14 મેચમાં જીતની બરાબર પોઇન્ટ મેળવવા પડશે. જીતની સંખ્યા જો ઓછી હશે તો ડ્રોથી સરભર થઈ જશે. ડ્રો મેચના પણ પોઇન્ટ મળશે, પરંતુ તે 50% જ હશે. જો ટીમ કોઈપણ મેચ હારી ગઈ તો એના પોઇન્ટ નહીં મળે.

ન્યૂઝીલેન્ડને હરાવવાની તક
WTCની બીજી સાઇકલમાં ભારત પાસે ન્યૂઝીલેન્ડને પહેલી સાઇકલમાં મળેલી હારનો બદલો લેવાની તક મળશે. 2019-21માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ ટૂર પર 0-2થી હારી ગઈ હતી. એ સાઇકલમાં ભારતની 6 સિરીઝમાં પહેલી હાર હતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમ 2021ના અંતિમ મહિનામાં ઈન્ડિયા ટૂર પર આવશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *