England and Italy | Euros 2020 final | Friction ensued after a brawl between England and Italy fans; 19 police officers injured, 49 arrested | ઇંગ્લેન્ડ અને ઈટાલીના ફેન્સ વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ થઈ; 19 પોલીસ ઓફિસર ઈજાગ્રસ્ત, 49 લોકોની ધરપકડ

[ad_1]

  • Gujarati News
  • Sports
  • England And Italy | Euros 2020 Final | Friction Ensued After A Brawl Between England And Italy Fans; 19 Police Officers Injured, 49 Arrested

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મેચ જોવા માટે દર્શકો ટિકિટ વગર સ્ટેડિયમમાં ધસી આવ્યા હતા, પોલીસે મહામહેનતે સ્થિતિ પર કાબૂ મેળવ્યો

લંડનની ગલીઓમાં યૂરો કપ 2020માં ઇંગ્લેન્ડની હાર બાદ તોફાન જોવા મળ્યું હતું. પિકડાડિલી સર્કસ અને લિસેસ્ટર સ્ક્વેર પાસે ઇંગ્લેન્ડ અને ઈટાલીના દર્શકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. પોલીસે મહામહેનતે આવા અસામાજિક તત્વોને શાંત પાડ્યા હતા. પોલીસે હોબાળો કરનાર 49 લોકોની ધરપકડ કરી હતી, તો આ ઊગ્ર ઘર્ષણમાં 19 પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. જુઓ તસવીરો તથા વીડિયોમાં ઇંગ્લેન્ડની ગલીઓમાં થયેલો હોબાળો…..

યૂરો કપ ફાઇનલ મેચની શરૂઆતથી જ પોલીસ અને ફુટબોલ ફેન્સ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ફુટબોલ પ્રેમીઓ ટિકિટ વગર જ સ્ટેડિયમમાં પ્રવેશ કરવામાં ધસી આવ્યા હતા.

ફેન્સે ઇંગ્લિશ ખેલાડી પર વંશીય ટિપ્પણી કરી
વેમ્બલે સ્ટેડિયમ બહાર યૂરો કપની ફાઇનલ મેચના કિકઓફ સમયે ટિકિટ વગરના દર્શકો પણ આવી પહોંચ્યા હતા. ઇંગ્લેન્ડની હાર માટે જવાબદાર 3 ખેલાડીઓ સામે ફેન્સે વંશીય ટિપ્પણીઓ પણ કરી હતી.

બંને ટીમના સમર્થકો વચ્ચે હાથાપાઈ
ઇંગ્લેન્ડની હાર પચાવી ના શક્યા હોય તેવા ફુટબોલ ફેન્સે સ્ટેડિયમની બહાર બોટલો ફેંકીને તથા ઈટાલી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઈટાલી અને ઇંગ્લેન્ડના ફેન્સ સામ-સામે આવી ગયા હતા અને એકબીજા સાથે હાથાપાઈ પણ કરી હતી.

ઇંગ્લેન્ડની ટીમને ચિયર કરવા માટે દર્શકો ઊમટી પડ્યા હતા. કોરોના ગાઇડલાઇન્સના પણ લીરેલીરા

ઇંગ્લેન્ડની ટીમને ચિયર કરવા માટે દર્શકો ઊમટી પડ્યા હતા. કોરોના ગાઇડલાઇન્સના પણ લીરેલીરા

દર્શકોના ગુસ્સાને શાંત કરવા તથા પ્રદર્શનની અટકાયત કરવા માટે પોલીસે ગલીઓમાં આવવું પડ્યું હતું.

દર્શકોના ગુસ્સાને શાંત કરવા તથા પ્રદર્શનની અટકાયત કરવા માટે પોલીસે ગલીઓમાં આવવું પડ્યું હતું.

યૂરો કપની ફાઇનલ મેચ દરમિયાન દર્શકો વેમ્બલે સ્ટેડિયમની બહાર આવી પહોંચ્યા હતા

યૂરો કપની ફાઇનલ મેચ દરમિયાન દર્શકો વેમ્બલે સ્ટેડિયમની બહાર આવી પહોંચ્યા હતા

ઇંગ્લેન્ડની ઇટાલી સાથેની મેચ દરમિયાન સેંકડો ફૂટબોલ ચાહકો રાજધાની ટ્રફાલ્ગર સ્ક્વેર ઉપર ઊતરી આવ્યા હતા. ત્યારે પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

ઇંગ્લેન્ડની ઇટાલી સાથેની મેચ દરમિયાન સેંકડો ફૂટબોલ ચાહકો રાજધાની ટ્રફાલ્ગર સ્ક્વેર ઉપર ઊતરી આવ્યા હતા. ત્યારે પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

મેચની શરૂઆત પહેલા ફુટબોલ ફેન્સે પોલીસ બેરિકેડ્સને ધક્કો મારીને હોબાળો મચાવ્યો હતો

મેચની શરૂઆત પહેલા ફુટબોલ ફેન્સે પોલીસ બેરિકેડ્સને ધક્કો મારીને હોબાળો મચાવ્યો હતો

સેન્ટ્રલ લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર મોડીરાત્રે સેંકડો ફૂટબોલ ચાહકો આવતા એક વ્યક્તિની અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

સેન્ટ્રલ લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર મોડીરાત્રે સેંકડો ફૂટબોલ ચાહકો આવતા એક વ્યક્તિની અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ફાઇનલ દરમિયાન લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સેન્ટ માર્ટિન-ઇન-ફીલ્ડ્સ નજીકની શેરીમાં લોકોએ બોટલો ફેંકીને વિરોધ કર્યો હતો.

ફાઇનલ દરમિયાન લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સેન્ટ માર્ટિન-ઇન-ફીલ્ડ્સ નજીકની શેરીમાં લોકોએ બોટલો ફેંકીને વિરોધ કર્યો હતો.

યૂરો કપ 2020ની મેચ પછી ફુટબોલ ફેન્સ જ્યાં- ત્યાં કચરા ફેંકીને જતા રહ્યા હતા.

યૂરો કપ 2020ની મેચ પછી ફુટબોલ ફેન્સ જ્યાં- ત્યાં કચરા ફેંકીને જતા રહ્યા હતા.

ઇંગ્લેન્ડની ગલીઓમાં કચરો સાફ કરવા માટે સ્પેશિયલ વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી

ઇંગ્લેન્ડની ગલીઓમાં કચરો સાફ કરવા માટે સ્પેશિયલ વાહનોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *