During the medal bout the racket was thrown into the stand, the racket also broke in anger; The No. 1 tennis player will return to Serbia empty-handed | મેડલ મુકાબલા દરમિયાન રેકેટને સ્ટેન્ડમાં ફેંક્યું, ગુસ્સામાં રેકેટ પણ તોડ્યું; ખાલી હાથ સર્બિયા પરત ફરશે નંબર-1 ટેનિસ પ્લેયર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • During The Medal Bout The Racket Was Thrown Into The Stand, The Racket Also Broke In Anger; The No. 1 Tennis Player Will Return To Serbia Empty handed

ટોક્યો12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વર્લ્ડ નંબર-1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચનું ગોલ્ડન સ્લેમ જીતવાનું સપનું અધૂરું રહી ગયું હતું. જે બાદ તે બ્રોન્ઝ મેડલ માટે થયેલી મેચમાં પણ હારી ગયો છે. હવે તે ટોક્યોથી ખાલી હાથે પોતાના દેશ સર્બિયા પરત પરશે. જોકોવિચે ઓલિમ્પિકમાં માત્ર એક જ મેડલ જીત્યો છે. તેને 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જોકોવિચે સ્પેનના પાબ્લો કારેનો બુસ્ટા સામે શનિવારે બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં અનેક વખત મગજ ગુમાવ્યો. તેને ક્યારેક રેકેટને સ્ટેન્ડમાં ફેંક્યુ, તો ક્યારેક રેકેટને નેટ પર ફેંક્યું, જેના કારણે તેનું ટેનિસ રેકેટ તૂટી પણ ગયું. 24 કલાકની અંદર જોકોવિચને 3 વખત હારનો સામનો કરવો પડ્યો. શુક્રવારે તેને જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવ સામે સેમિફાઈનલમાં હાર મળી હતી. જે બાદ મિક્સ્ડ ડબલની સેમિફાઈનલમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

પાબ્લો બુસ્ટાએ બ્રોન્ઝ મેડલની મેચમાં હરાવ્યો
પાબ્લો બુસ્ટાએ જોકોવિચને બ્રોન્ઝ મેડલની મેચમાં 6-4, 7-6, 6-3થી હરાવ્યો. જોકોવિચની પાસે એક જ વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાની તક હતી. આવું કરનારને ગોલ્ડન સ્લેમ કહેવાય છે. સ્ટેફી ગ્રાફ આ ઉપલબ્ધિને પ્રાપ્ત કરનારી એક માત્ર ટેનિસ પ્લેયર છે.

સ્ટેફીએ 1988માં આવું કર્યું હતું. પુરૂષોમાં ગોલ્ડન સ્લેમ કોઈ જ જીતી શક્યું નથી. જો કે રાફેલ નડાલ અને આંદ્રે અગાસીએ ઓસ્ટ્રેલિયા ઓપન, ફ્રેંચ ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપન ઉપરાંત ઓલિમ્પિકમાં ગોલ્ડ પણ જીત્યો છે, પરંતુ તે એક વર્ષની અંદર જ ન હતું.

મેચ દરમિયાન જોકોવિચે રેકેટને નેટ તરફ ફેંક્યું પરિણામે તેનું રેકેટ તૂટી ગયું

મેચ દરમિયાન જોકોવિચે રેકેટને નેટ તરફ ફેંક્યું પરિણામે તેનું રેકેટ તૂટી ગયું

જોકોવિચના ટેનિસ રેકેટની આવી હાલત થઈ. ચેર અમ્પાયરે નેટ પર રેકટ ફેંકવાને કારણે જોકોવિચને ચેતવણી પણ આપી. બુસ્ટાએ અમ્પાયર સમક્ષ પેનલ્ટી પોઈન્ટની માગ કરી, કેમકે રેકેટ પર ગુસ્સો કાઢવાનો આ બીજો મામલો હતો.

જોકોવિચના ટેનિસ રેકેટની આવી હાલત થઈ. ચેર અમ્પાયરે નેટ પર રેકટ ફેંકવાને કારણે જોકોવિચને ચેતવણી પણ આપી. બુસ્ટાએ અમ્પાયર સમક્ષ પેનલ્ટી પોઈન્ટની માગ કરી, કેમકે રેકેટ પર ગુસ્સો કાઢવાનો આ બીજો મામલો હતો.

મેચ પછી જોકોવિચ ઘણો જ નિરાશ જોવા મળ્યો. તે આ વર્ષે 3 ગ્રાંડ સ્લેમ જીતી ચુક્યો છે.

મેચ પછી જોકોવિચ ઘણો જ નિરાશ જોવા મળ્યો. તે આ વર્ષે 3 ગ્રાંડ સ્લેમ જીતી ચુક્યો છે.

જોકોવિચને વિશ્વાસ નહોતો થતો કે તે હારી ગયો છે. હવે તે ઓલિમ્પિકમાંથી મેડલ લીધા વગર જ પરત ફરશે

જોકોવિચને વિશ્વાસ નહોતો થતો કે તે હારી ગયો છે. હવે તે ઓલિમ્પિકમાંથી મેડલ લીધા વગર જ પરત ફરશે

જોકોવિચ કેટલી હદે નિરાશ થયો તેનો અંદાજો તે વાત પરથી મળી શકે છે કે તે ત્રીજા સેટની લાંબી રેલી દરમિયાન બુસ્ટાના શોટને રોકવામાં નિષ્ફળ રહ્યો તો તેને પોતાનું રેકેટ સ્ટેન્ડ તરફ ફેંક્યું. અમ્પાયરે તે બાદ જોકોવિચને ચેતવણી આપી ન હતી.

મેચ દરમિયાન પોતાને કુલ રાખવાનો પ્રયાસ કરતો નોવાક જોકોવિચ.

મેચ દરમિયાન પોતાને કુલ રાખવાનો પ્રયાસ કરતો નોવાક જોકોવિચ.

ટોક્યોમાં ભીષણ ગરમીના કારણે એથેલીટને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ટોક્યોમાં ભીષણ ગરમીના કારણે એથેલીટને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાબ્લો બુસ્ટાએ જોકોવિચને બ્રોન્ઝ મેડલની મેચમાં 6-4, 7-6, 6-3થી હાર આપી. જીત પછી તે ખુશીથી જમીન પર સુઈ ગયો

પાબ્લો બુસ્ટાએ જોકોવિચને બ્રોન્ઝ મેડલની મેચમાં 6-4, 7-6, 6-3થી હાર આપી. જીત પછી તે ખુશીથી જમીન પર સુઈ ગયો

જોકોવિચે પાબ્લોને અભિનંદન આપ્યા. રેન્કમાં પાબ્લો જોકોવિચથી ઘણાં નીચા ક્રમાંકે છે.

જોકોવિચે પાબ્લોને અભિનંદન આપ્યા. રેન્કમાં પાબ્લો જોકોવિચથી ઘણાં નીચા ક્રમાંકે છે.

પાબ્લોએ બ્રોન્ઝ મેડલ જીતતા તેના કોચે અભિનંદન આપ્યા

પાબ્લોએ બ્રોન્ઝ મેડલ જીતતા તેના કોચે અભિનંદન આપ્યા

જોકોવિચની પાસે એક જ વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાની તક હતી, જે તેને ગુમાવી દીધી.

જોકોવિચની પાસે એક જ વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાની તક હતી, જે તેને ગુમાવી દીધી.

24 કલાકની અંદર જોકોવિચે 3 હારનો સામનો કર્યો, જે બાદ તે ઘણો જ નિરાશ જોવા મળ્યો.

24 કલાકની અંદર જોકોવિચે 3 હારનો સામનો કર્યો, જે બાદ તે ઘણો જ નિરાશ જોવા મળ્યો.

જોકોવિચની મિક્સ્ડ ડબલની પાર્ટનર નિના સ્ટોજાનોવિચ પણ બ્રોન્ઝ મેડલ જોવા પહોંચી હતી. જોકોવિચ અને નિનાની જોડી શુક્રવારે સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

જોકોવિચની મિક્સ્ડ ડબલની પાર્ટનર નિના સ્ટોજાનોવિચ પણ બ્રોન્ઝ મેડલ જોવા પહોંચી હતી. જોકોવિચ અને નિનાની જોડી શુક્રવારે સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

મિક્સ્ડ ડબલ્સમાં હાર પછી જોકોવિચ અને નિનાએ શનિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના એશ્લે બાર્ટી અને જોન પીર્સની મિકસ્ડ ડબલ્સનો સામનો કરવાનો હતો, પરંતુ જમણા હાથમાં ઈજા થઈ હોવાનું બહાનું આપીને તેઓ આ મેચમાંથી હટી ગયા. આ રીતે મિક્સ્ડ ડબલનો બ્રોન્ઝ મેડલ ઓસ્ટ્રેલિયાની જોડીને મળી ગયો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *