During the commentary, Suresh Raina called himself a Brahmin, shouting on social media | સુરેશ રૈનાએ કોમેન્ટ્રી દરમિયાન પોતાને બ્રાહ્મણ કહ્યું, સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો

[ad_1]

નવી દિલ્હી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર રેનાની ટીકા કરવામાં આવી રહી

ભારતના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના નવા વિવાદમાં ઘેરાયેલા જોવા મળે છે. રૈનાના એક નિવેદને તેમને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર લીધા છે. રૈના, જે ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તમિળનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની 5મી સીઝનની શરૂઆતની મેચ માટે કોમેન્ટ્રી માટે આમંત્રણ પાઠવ્યું હતું. કોમેન્ટ્રી દરમિયાન કોઈ સવાલના જવાબ આપતા રૈનાએ પોતાને બ્રાહ્મણ ગણાવ્યો હતો, જે કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે રૈના આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.

રૈનાએ મેચમાં કોમેન્ટ્રી કરતાં કહ્યું હતું કે તેઓ એક બ્રાહ્મણ છે અને આ જ કારણે તેમને ચેન્નઈની સંસ્કૃતિને અપનાવવા માટે કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો નથી. રૈનાના આ નિવેદન ફેન્સને જરા પણ પસંદ પડ્યું નહીં અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચ્યો હતો.

મેચ દરમિયાન એક કમેંટેટરે રૈનાને પૂછ્યું કે તેણે દક્ષિણ ભારતીય સંસ્કૃતિને કેવી રીતે અપનાવી છે. તેના જવાબમાં સુરેશ રૈનાએ કહ્યું, ‘મને લાગે છે કે, હું પણ બ્રાહ્મણ છું. હું 2004 થી ચેન્નાઈમાં રમુ છુ મને અહીંની સંસ્કૃતિ ગમે છે. હું મારા સાથીઓને પ્રેમ કરું છું. હું અનિરુધ શ્રીકાંત સાથે પણ રમ્યો છું. સુબ્રમણ્યમ બદ્રીનાથ અને એલ બાલાજી પણ ત્યાં છે. મને ચેન્નઈની સંસ્કૃતિ પસંદ છે. હું ભાગ્યશાળી છું કે હું સીએસકેનો ભાગ છું. રૈના 2008થી જ આઇપીએલની પ્રારંભિક આવૃત્તિથી સીએસકે તરફથી રમી રહ્યો છે.

સોશ્યલ મીડિયા પર યુઝર્સને રૈનાને પોતાને બ્રાહ્મણ કહેવાનું પસંદ નથી પડ્યું. એક યુઝરે લખ્યું છે કે સુરેશ રૈના, તમને પોતાને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ નથી કર્યો, જો કે તમે ઘણા વર્ષોથી ચેન્નાઈની ટીમ માટે રમી રહ્યા છો. “બીજા એક યુઝરે કહ્યું કે સુરેશ રૈનાએ આ પ્રકારનો શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.

સુરેશ રૈનાની કારકીર્દિ
રૈનાએ ભારત તરફથી 226 વનડેમાં 35.31 ની સરેરાશથી 5615 રન બનાવ્યા હતા. તેણે 5 સદી અને 36 ફિફ્ટી ફટકારી છે. જ્તારે ટી-20માં રૈનાએ 66 ઇનિંગ્સમાં 29.18 ની સરેરાશથી 1605 રન બનાવ્યા હતા. રૈનાના નામ પર ટી 20 સદી પણ છે. રૈનાએ 18 ટેસ્ટ મેચ પણ રમી હતી જેમાં તેણે સદીની મદદથી 768 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *