Djokovic Announces His Participation In The Olympics; Serena Federer And Nadal Have Decided Not To Participate | જોકોવિચે ઓલિમ્પિકમાં ભાગ લેવાની જાહેરાત કરી; સેરેના-ફેડરર અને નડાલે નહીં રમે

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Djokovic Announces His Participation In The Olympics; Serena Federer And Nadal Have Decided Not To Participate

19 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સેરેનાએ અત્યારસુધી અમેરિકા માટે ઓલિમ્પિક ગેમમાં કુલ 4 મેડલ જીત્યા છે
  • રોજર ફેડરર ઈજાગ્રસ્ત હોવાથી ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમે

તાજેતરમાં 20મો ગ્રાન્ડ સ્લેમ જીતનાર નોવાક જોકોવિચ ઓલિમ્પિક 2021માં ભાગ લેશે. જોકોવિચે છઠ્ઠો વિમ્બલ્ડન જીત્યા પછી કહ્યું હતું કે હજુ હું આલિમ્પિકમાં ભાગ લેવા મુદ્દે 50-50 છે. જોકે હવે વર્લ્ડનો નંબર-1 ટેનિસ પ્લેયર જોકોવિચ ઓલિમ્પિકમાં ભાગ લેશે.

જો નોવાક જોકોવિચ ટોક્યો ઓલિમ્પિક અને US ઓપન જીતશે તો તે ટેનિસનો ‘ગોલ્ડન સ્લેમ’ પૂર્ણ કરનાર પહેલો અને અત્યારસુધીનો એકમાત્ર ખેલાડી બની જશે. એણે આ વર્ષના કુલ ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતી લીધા છે. બીજી બાજુ રોજર ફેડરર, રાફેલ નડાલ અને સેરેના વિલિયમ્સે પોતાના નામ પરત લઈ લીધા છે.

સેરેનાએ અત્યારસુધી ઓલિમ્પિકમાં 4 મેડલ જીત્યા
સેરેનાએ વિમ્બલ્ડન દરમિયાન વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેણે ટોક્યો ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. જોકે આનું કારણ હજુ સુધી સેરેનાએ જણાવ્યું નથી. સેરેનાએ અત્યારસુધી અમેરિકા માટે ઓલિમ્પિક ગેમમાં કુલ 4 મેડલ જીત્યા છે, જેમાંથી 2012 લંડન ઓલિમ્પિકમાં સિંગલ્સ અને ડબલ્સ બંને ગ્રુપ સ્ટેજમાં ગોલ્ડ જીત્યા છે. તે વર્ષ 2000માં સિડની અને 2008 બીજિંગ ઓલિમ્પિકમાં ડબલ્સમાં મેડ જીતી ચૂકી છે. સેરેના 2016 રિયો ઓલિમ્પિકના ત્રીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

રોજર ફેડરર અને નડાલે પણ નામ પરત લીધા

  • રોજર ફેડરર ઈજાગ્રસ્ત હોવાથી ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમે
  • નડાલે પણ ટોક્યો ઓલિમ્પિકમાં નહીં રમવાનો નિર્ણય કર્યો છે. તે 2008માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *