Dhawan, Lokesh Rahul and Bumrah nominated for Ashwin, Mithali Raj and Arjuna awards for Khel Ratna | ખેલરત્ન માટે અશ્વિન, મિતાલી રાજ અને અર્જુન એવોર્ડ માટે ધવન, લોકેશ રાહુલ અને બુમરાહના નામ મોકલવામાં આવ્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Dhawan, Lokesh Rahul And Bumrah Nominated For Ashwin, Mithali Raj And Arjuna Awards For Khel Ratna

નવી દિલ્હી41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

BCCIએ રાજીવ ગાંધી ખેલરત્ન અવૉર્ડ માટે રવિચંદ્રન અશ્વિન અને મિતાલી રાજનાં નામ મોકલવાનો નિર્ણય કર્યો છે. તો અર્જુન અવૉર્ડ માટે લોકેશ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શિખર ધવનનાં નામ આગળ મોકલાશે. આ સમગ્ર જાણકારી BCCIનાં સૂત્રોએ આપી હતી. જ્યારે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ખેલ રત્ન અવૉર્ડ માટે સુનીલ છેત્રીનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું છે.

મિતાલી મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન છે. અશ્વિને ટેસ્ટ ફોર્મેટમાં પોતાની કારકિર્દી દરમિયાન 400 વિકેટ લીધી છે. ધવનનું નામ ગત વર્ષે અર્જુન અવૉર્ડ માટે મોકલાયું હતું. ત્યારે તેને આ સન્માન નહોતું મળ્યું, જેથી આ વખતે ફરી એકવાર તેના નામને મોકવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સન્માન ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, દીપ્તિ શર્માને મળ્યું હતું.

મિતાલી રાજની સિદ્ધી | મહત્વનું છે કે મિતાલી રાજે ગત અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 વર્ષ પૂરા કર્યા. 38 વર્ષની આ ખેલાડી 7 હજારથી વધુ રન સાથે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં સૌથી સફળ બેટ્સમેન છે. ICC દ્વારા હાલમાં જ જાહેર કરેલ વનડે રેન્કિંગમાં મિતાલી રાજ 5મા નંબર પર છે. તે ઓક્ટોબર 2019 પછી પહેલી વાર 5મા સ્થાને પહોંચી ગઈ છે. મિતાલીએ 2017માં ભારતને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અશ્વિનની ટેસ્ટમાં 400+ વિકેટ
મિતાલીની જેમ જ અર્જુન પુરસ્કાર મેળવી ચૂકેલા અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે. તેણે 79 ટેસ્ટમાં 413 વિકેટ લીધી તથા તે ઉપરાંત વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ક્રમશ 150 અને 42 વિકેટ લીધી. હવે જો કે તે નાના ફોર્મેટ માટે રમતો નથી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *