Despite An Easy Win In The First Match, Italy Cannot Be Called The Favorite To Win The Title. | પ્રથમ મેચમાં સરળતાથી વિજય રથ આગળ વધાર્યો, તેમ છતાં ઈટલી ટૂર્નામેન્ટનું ફેવરીટ કહી શકાય નહીં

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Despite An Easy Win In The First Match, Italy Cannot Be Called The Favorite To Win The Title.

રોમએક કલાક પહેલાલેખક: સુશોભિત સક્તાવત

  • કૉપી લિંક

ગત રાત્રિએ યૂરો 2021નો શુભાંરભ થયો હતો. રોમમાં ઇટાલી અને તુર્કી વચ્ચે યોજાયેલી મેચ ઈટાલીએ 3-0 થી જીતી હતી. આ મેચમાં સરળતાથી જીત પ્રાપ્ત કરી હતી, પ્રથમ હાફમાં ઇટાલિયન ખેલાડી નિસ્તેજ નજરે પડ્યા હતા. તેઓએ શરૂઆતમાં થોડા ઘણા સારા મૂવ બનાવ્યા હતા તેમ છતાં તક ગુમાવી હતી. બીજા હાફમાં તુર્કીના ડિફેન્ડરે ક્લીઅરન્સ દરમિયાન પોતાના જ ગોલ પોસ્ટમાં બોલ મારી દીધો હતો, જેથી ઇટાલીએ ખાતું ખોલ્યું હતું. ત્યારપછી ઇટાલીની ટીમ ફોર્મમાં આવી ગઇ હતી અને સતત 2 આક્રમક અને પ્રશંસનીય ગોલ નોંધાવી દીધા હતા.

પ્રથમ મેચ જીત્યા પછી ઇટાલીના ફેન્સે સરઘસ કાઢ્યું હતું.

પ્રથમ મેચ જીત્યા પછી ઇટાલીના ફેન્સે સરઘસ કાઢ્યું હતું.

ઇમ્મોબાઇલ અને ઇન્સીન્યેઃ આ ગોલ નોંધાવનાર ખેલાડી હતા. બંને ગોલનું ફિનિશિંગ સૌથી બેસ્ટ અને પરફેક્ટ હતું. તે બંને ઘણા વર્ષોથી સેરી-આના એટલે કે ઇટાલિયન લીગના પ્રખ્યાત ગોલર્સ છે. ઇમ્મોબાઇલ લાષ્યો માટે અને ઇન્સીન્યે નેપલી માટે રમત દાખવે છે. ઇટાલીની સ્ટાર્ટિંગ ઇલેવનમાં મિલાન-ટીમોં(એસી મિલાન અને ઇંટર મિલાન)ની વધુ ભાગીદારી જોવા મળી નહતી. 4-3-3ના પ્રોપર ફોર્મેશન ઇન્ટર મિલાનના બારેલ્લા મિડફીલ્ડમાં હતા. રક્ષાપંક્તિમાં યૂવેન્તસના પ્રખ્યાત ડિફેન્ડર-દ્વય કીલિયાની અને બનૂચી હતા, જેવી રીતે એક યુગમાં માલ્દીની અને નેસ્તા જોવા મળતા હતા. બીજા હાફમાં યૂવેન્તસના ફાસ્ટેસ્ટ ખેલાડી કીએઝા અને ફર્નાન્દેષ્ચી પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને એમને પોતાની ગતિથી કેટલાક ફાઉલ ડ્રો કરાવ્યા હતા.

ફ્રાન્સ ફેવરિટ
એક સરળ જીત દાખવી હોવા છતાં, ઇટાલી આ ટૂર્નામેન્ટની ફેવરિટ નથી. આ વેળા ફ્રાન્સ ફેવરિટ ટીમ છે, જેણે 3 વર્ષ પહેલા વિશ્વ કપમાં જીત પ્રાપ્ત કરી હતી. 1998માં જ્યારે ફ્રાન્સે જિનેદીન જિદાનવી પ્રેરણાથી વિશ્વકપ જીત્યો હતો, ત્યાર પછી 2000માં પ્રસંગવશ ઇટાલીને હરાવીને- યૂરો કપ પણ જીત્યો હતો. આવી રીતે 2010ની સ્પેનની વિશ્વવિજયી ગોલ્ડન-જનરેશન- જે બાર્સેલોનાની પણ ગોલ્ડન-જનરેશને આઇદર-સાઇડ-ઓફ-વર્લ્ડ કપ એટલે 2008 અને 2012માં યૂરો કપ પણ જીત્યો હતો. ફ્રાન્સે 2016ની યૂરો કપ ફાઇનલ રમી હતી અને જો તે જીતી ગયા હોત તો આઇદર-સાઇડ-ઓફ-વર્લ્ડ-કપની યૂરોપિયન-ગ્લોરી વાળા સ્પેનના પ્રદર્શનને રિપિટ કરી શકે છે. તે 2021ની જીતથી પણ સંતુષ્ટ નહીં થાય.

એકદન જોરદાર સ્કોડ-ડેપ્થ છે એમની કે દરેક પોઝિશન માટે એમની પાસે 3-3 વિશ્વસ્તરીય વિકલ્પ છે. આના સિવાય બેલ્જિયમ, ઈંગ્લેન્ડ, સ્પેન, નેધરલેન્ડ્સ અને જર્મનીની ટીમ પણ પોતાનો દાવ રજૂ કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન પોર્તુગલની ટીમને પણ હળવાશ થી લેવા જેવી નથી, એના મોટાભાગના ખેલાડીઓ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં પ્રેક્ટિસ કરીને આવ્યા છે. જેમકે બ્રૂનો ફર્નાન્ડીઝ, બર્નાદો સીલ્વા, ડીએગો ઝોતા અને રૂબેન દીયાઝ. પોર્ટુગલ એડીચોટીનું જોર લગાવીને આ ટાઈટલ ડિફેન્ડ કરવાનો પ્રયત્ન કરશે.

મેસ્સીના ખભા પર વધુ એક જવાબદારી
2020માં કોરોના મહામારીના પરિણામે યૂરો કપ યોજાયો નહતો, જે 2021માં યોજાયો છે. આ પણ વિશ્વકપની જેમ 4 વર્ષના અંતરાળમાં યોજાય છે. આની સાથે વધુ એક કોન્ટિનેન્ટલ ટૂર્નામેન્ટ શરૂ થવા જઇ રહ્યું છે. કોપા અમેરિકા- જેમાં સાઉથ અમેરિકાની ટીમ વચ્ચે મહાસંગ્રામ યોજાશે. છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રોફીની ઝંખના રાખતા આર્જેન્ટિનાની જવાબદારી મેસ્સીના ખભા પર હશે.

આંતરરાષ્ટ્રીય ફુટબોલ જગતના 2 મેજર ટૂર્નામેન્ટ એક સાથે યોજાઇ રહ્યા છે અને આગામી વર્ષે વિશ્વકપ પણ યોજશે. ફુટબોલ લવર્સ માટે આ સારા સમાચાર છે. આવી વિવિધ પંક્તિઓની રચના સાથે લેખક યૂરો-ડાયરી દ્વારા તમારી સમક્ષ આવતા રહેશે. ફુટબોલ પ્રેમીઓ માટે આ ઉત્સવ સમાન રહેશે.

તુર્કીશ ડિફેન્ડર, જેના ગોલથી ઇટાલીનું ખાતું ખોલ્યું, તે ઇટાલિયન લીગની અગ્રણી ટીમ જુવેન્ટસ માટે સેન્ટર-બેક પોઝિશનમાં રમે છે. સેલ્ફ-ગોલ એટલો સરળ હતો કે રમતગમતના ઉત્સાહીઓને કટાક્ષ કરવાની તક મળી ગઇ હતી. જે ફુટબોલના ઇતિહાસની ઉંડાણ પૂર્વક જાણકારી રાખીને બેઠા છે, એમને 1990 વિશ્વકપની સેમિફાઈનલ મેચ યાદ આવી ગઈ હશે, જે ઇટાલી અને આર્જેન્ટિના વચ્ચે યોજાઇ હતી. ત્યારે આર્જેન્ટિનાના કેપ્ટન ઇટાલિયન લીગના સ્ટાર ખેલાડી હતા અને ઇટાલિયન ફેન ઇચ્છતા હતા કે તેઓ આ મેચ હારી જાય. આ ખેલાડી બીજો કોઈ નહીં પરંતુ ડિએગો મેરાડોના હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *