Deepika raises questions against Archery Association, says- Atanu and I could have won medals for the country, why did they separate us | દીપિકાએ તીરંદાજી સંઘ સામે સવાલો ઉઠાવ્યા, કહ્યું- હું અને અતનુ દેશ માટે મેડલ જીતી શક્યા હોત, અમને કેમ અલગ કર્યા

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Tokyo olympics
  • Deepika Raises Questions Against Archery Association, Says Atanu And I Could Have Won Medals For The Country, Why Did They Separate Us

3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
દીપિકા અને અતનુની જોડી તોડી - Divya Bhaskar

દીપિકા અને અતનુની જોડી તોડી

  • તીરંદાજી સંઘે દીપિકા અને અતનુની જોડી તોડી, પ્રવીણ અને દીપિકાની જોડી ક્વાર્ટરમાં હારી

ટોક્યો ઓલિમ્પિકના તીરંદાજી ઇવેન્ટ્સમાં ઈન્ડિયન પ્લેયર્સની સ્પર્ધા સમાપ્ત થઈ ગઈ છે. અતનુ દાસ શનિવારે પુરુષોના સિંગલ્સનાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનનાં તાકાહારૂ ફુરૂકાવાથી 4-6થી હારી ગયો હતો. આની પહેલા શુક્રવારે વર્લ્ડ નંબર-1 દીપિકા કુમારી પણ ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની સાન અન દ્વારા પરાસ્ત થઈ ચૂકી હતી. વળી, ડબલ યુગલમાં દીપિકા અને પ્રવીણ જાધવની જોડી 24 જુલાઈએ હારી ગઈ હતી.

જોકે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત પહેલા મિક્સ્ડ ડબલ્સમાં દીપિકા કુમારી અને અતનુ દાસની જોડી ફેવરિટ્સ હતી. પરંતુ આ ઇવેન્ટનાં રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દાસનો સ્કોર પ્રવીણ જાધવ કરતા ઓછો હોવાથી એની જોડી દીપિકા સાથે નહોતી થઈ. આ ઓલિમ્પિક ઇવેન્ટમાં જાધવે 31મો ક્રમાંક અને 35મો ક્રમાંક મેળવ્યો હતો.

પ્રવીણ અને દીપિકાની જોડી ક્વાર્ટર ફાઇનલમાં હારી

પ્રવીણ અને દીપિકાની જોડી ક્વાર્ટર ફાઇનલમાં હારી

દીપિકા અને અતનુની જોડી તોડી, ક્વાર્ટરમાં ટીમ હારી
ભારતીય તીરંદાજી મેનેજમેન્ટ ટીમે રેન્કિંગના આધારે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. મેનેજમેન્ટે આ બંને જોડી વચ્ચેના તાલમેલની સાથે પેરિસ વર્લ્ડ કપનાં પ્રદર્શનને પણ અવગણી પ્રવીણ જાધવ અને દીપિકાની જોડી બનાવી દીધી હતી. જેના પરિણામે તેમને કોરિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

દિપીકાએ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા
હવે દીપિકા કુમારીએ ભારતીય તીરંદાજી સંધના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એણે કહ્યું કે જો તમે મારી અને અતનુની જોડી ઓલિમ્પિકમાં ઉતારી હોત તો અમે અવશ્ય મેડલ જીતી શક્યો હોત. અતનુ સાથે મારું બોન્ડિંગ અને તાલમેલ સૌથી શ્રેષ્ઠ છે.

દીપિકા અને અતનુએ ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા

દીપિકા અને અતનુએ ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા

અમારી જોડી કેમ તોડવામાં આવી એની જાણ નથી- અતનુ
બીજી બાજુ અતનુએ પણ મેનેજમેન્ટના નિર્ણયને પડકાર્યો હતો. એણે કહ્યું કે મને આશા હતી કે દીપિકા સાથે રમીને હું દેશ માટે મેડલ જીતીને પરત આવ્યો હોત. પરંતુ અમારી જોડીને કેમ તોડવામાં આવી એ અંગે હજુ હું અસમંજસમાં છું. મને નથી ખબર કે આમ કેમ કરવામાં આવ્યું?

દીપિકા પતિને ચિયર કરવા પહોંચી
ગત વર્ષે જૂન મહિનામાં લગ્ન કરનાર દીપિકા અને અતનુની જોડી ઓલિમ્પિકની એક જ સ્પર્ધામાં ભાગ લેનાર પતિ-પત્નીની પહેલી ભારતીય જોડી રહી હતી. મિક્સ્ડ ડબલ્સમાં દીપિકા પોતાના પતિને ચિયર કરવા પણ પહોંચી હતી. અતનુની મેચ જિન હયેક અને તાકાહારુ ફુરૂકાવા સામે હતી ત્યારે દીપિકાએ પુરજોશમાં પતિને ચિયર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *