Deepika-Praveen pair in quarterfinals; In hockey, India took a 3-2 lead against New Zealand, the first gold in the name of China | દીપિકા-પ્રવીણની જોડી ક્વાર્ટર ફાઇનલમાં; હોકીમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 3-2ની લીડ, પ્રથમ ગોલ્ડ ચીનના નામે

[ad_1]

ટોક્યો10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચીને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ માટે સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે, શૂટિંગમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂવી ચંદેલા ફાઇનલ માટે ક્વોલિફાય ન કરી શકી.

હરમનપ્રીતે બે ગોલ કર્યા

બીજા ક્વાર્ટરમાં ગોલ કર્યા બાદ ખુશી વ્યક્ત કરતાં ભારતીય ખેલાડીઓ.

બીજા ક્વાર્ટરમાં ગોલ કર્યા બાદ ખુશી વ્યક્ત કરતાં ભારતીય ખેલાડીઓ.

પુરૂષોની હોકીમાં પુરૂષ વિભાગના પૂલ એ માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. ભારતીય ટીમ ચોથા ક્વાર્ટરમાં 3-2થી આગળ છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 (26મી અને 33મી મિનિટ) અને રુપિંદર પાલસિંહે (10મી મિનિટ) એક ગોલ કર્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી કેન રસેલે છઠ્ઠી મિનિટમાં પ્રથમ અને સ્ટીફન જેનેસ (43મી મિનિટ)માં ગોલ કર્યો હતો.

મહિલાઓની 10 મીટર એર રાઇફલમાં ચીને ગોલ્ડ જીત્યો
ચીને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચીનની યાંગ ક્વિનાને ફાઇનલમાં 251.8 ના સ્કોર સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો. રશિયાની અનાસ્તાસિયા ગાલાસિનાએ સિલ્વર અને સ્વિટ્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટિએને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય શૂટર ઇલાવેનિલ વલારિવન અને અપૂર્વી ચંદેલા ક્વાલિફિકેશન રાઉન્ડમાં જ બહાર નીકળી ગઈ.

ત્રીજા અને ચોથા સેટ જીતીને દિપિકા-પ્રવીણ ક્વાર્ટર ફાઇનલમાં
દીપિકા અને પ્રવીણની જોડી તીરંદાજીનિ મિક્સ્ડ ઇવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીની ચાઈપેના અઘરા પડકારને પાર કરવામાં સફળ રહી છે. ભારતીય જોડી મેચનો પહેલો સેટ 35-36થી હારી ગઇ. બીજો સેટ 38-38થી બરાબર પર રહ્યો હતો. આમ, બે સેટ બાદ તાઈપેની જોડી 2-1થી આગળ હતી. તીરંદાજીમાં એક સેટ જીતવા પર 2 પોઇન્ટ મળે છે. જ્યારે, બરાબરી પર 1 પોઇન્ટ આપવામાં આવે છે.

દીપિકા અને પ્રવીણની જોડી તીરંદાજીનિ મિક્સ્ડ ઇવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીની ચાઈપેના અઘરા પડકારને પાર કરવામાં સફળ રહી છે.

દીપિકા અને પ્રવીણની જોડી તીરંદાજીનિ મિક્સ્ડ ઇવેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીની ચાઈપેના અઘરા પડકારને પાર કરવામાં સફળ રહી છે.

ત્રીજા સેટમાં ભારતીય જોડીએ 40-35થી જીત મેળવી મેચને 3-3થી બરાબરી કરી લીધી. ભારતીય જોડી ચોથા સેટમાં એક સમયે 17-19થી પાછળ રહી ગઈ હતી. આ પછી દીપિકા અને પ્રવીણ બંનેએ સંપૂર્ણ 10નો સ્કોર પ્રાપ્ત કરીને ભારતને 37 પર પહોંચાડી દીધું. તાઈપેના તીરંદાજ છેલ્લા બે તીરથી ફક્ત 17 પોઇન્ટ મેળવી શક્યો હતો. આ રીતે ભારતીય જોડીએ આ સેટ 37-36 અને મેચ જીતી અને 5-3 થી પોતાને નામે કરી હતી.

મહિલા સિંગલ્સમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પણ રમશે દીપિકા
દીપિકાએ શુક્રવારે ઓલિમ્પિકના શરૂઆતના પ્રથમ દિવસે મહિલા સિંગલ્સ રેન્કિંગ રાઉન્ડમાં 663 પોઇન્ટ સાથે નવમાં સ્થાને રહી છે. દક્ષિણ કોરિયાની તીરંદાજ રેન્કિંગ રાઉન્ડમાં પ્રથમ ત્રણ સ્થાન પર રહી.. કોરિયાની આન સાન 680૦ પોઇન્ટ સાથે પ્રથમ, જંગ મિન્હી (677) બીજા અને કાંગ ઝી (675) ત્રીજા ક્રમે રહી છે. જ્યારે દીપિકાનો પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં 54 મી ક્રમે રહેનારી ભૂટાનની તીરંદાજ કર્માની સાથે મુકાબલો છે.

પ્રવીણ પુરુષ સિંગલ્સમાં 31માં ક્રમે હતો
પુરુષોના રેન્કિંગ રાઉન્ડમાં તીરંદાજોમાં પ્રવીણ જાધવ 656 પોઇન્ટ સાથે 31માં, અતનુ દાસ 653 પોઇન્ટ સાથે 35માં અને તરુણદીપ રોય 652 પોઇન્ટ સાથે 37માં ક્રમે રહ્યો હતો. જ્યારે પુરુષની ટીમ ઇવેન્ટમાં નવમા સ્થાને રહી.

ઇલાવેનિલ અને અપુર્વી દ્વારા નિરાશાજનક પ્રદર્શન
ભારતીય ખેલાડીઓએ 10 મીટર એર રાયફલમાં મહિલા ક્વોલિફિકેશનમાં નિરાશ કર્યા હતા.અપૂર્વી અને ઇલાવેનિલ બંને ફાઇનલમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ ગયા હતા. ઇલાવેનિલ 626.5 ના સ્કોર સાથે 16 મા સ્થાને રહી અને અપુર્વી 621.9 ના સ્કોર સાથે 36મા ક્રમે રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *