Crop. Yunus Khan resigned as the team’s batting coach | પાક. ટીમના બેટિંગ કોચ પદથી યુનુસ ખાને પોતાનું પદ છોડ્યું

[ad_1]

નવી દિલ્હી4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ક્યા કારણોથી પદ છોડ્યું તેનું કારણ પીસીબીએ જણાવ્યું નહીં

પાકિસ્તાન ક્રિકેટ અને વિવાદ એક બીજા સાથે જોડાયેલા રહે છે. પાકિસ્તાન ટીમના પૂર્વ સુકાની યુનિસ ખાને નેશનલ ક્રિકેટ ટીમના કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ સ્વીકાર કર્યો છે. જોકે યુનિસ ખાનના રાજીનામા પાછળનું કારણ બોર્ડે જણાવ્યું નથી. પાકિસ્તાનની ટીમ 25 જૂનથી 20 જુલાઇ સુધી ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 આંતરાષ્ટ્રયી મેચ રમવા માટે બ્રિટન જવાની છે. ટીમ ત્યારબાદ 21 જુલાઈથી 24 ઓગસ્ટ સુધી વેસ્ટઈન્ડીઝ જશે, જ્યાં તેને 5 ટી-20 મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે.

ટીમ બ્રિટન જાયે તેના બે દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, ‘પાકિસ્તાન પુરુષોની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ બેટિંગ કોચ વગર જ બ્રિટનનો પ્રવાસ કરશે. જ્યારે વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે યુનિસ ખાનની જગ્યાએ કોઈ બીજાને નિયુક્ત કરવા અંગે બાદમાં નિર્ણય કરાશે.’

એક સૂત્ર મુજબ, યુનિસ જે રીતે રાષ્ટ્રીય ટીમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહી છે, તેનાથી સંતુષ્ટ ન હતો. યુનિસને ગત વર્ષે નવેમ્બરમાં બે વર્ષ માટે 2022 આઈસીસી ટી-20 વર્લ્ડ કપ માટે બેટિંગ કોચ બનાવાયો હતો. પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને કહ્યું કે, યુનિસ જેટલો અનુભવ ધરાવતા કોચનો સાથ છૂટવો દુઃખદ છે. તેમણે કહ્યું કે, ‘ઘણી વાતચીત બાદ અમે બંને પરસ્પર સંમતિથી અલગ-અલગ દિશામાં આગળ વધવા પર સંમત થયા.’ તેમણે કહ્યુ કે, ‘અમને આશા છે કે, તે ઉભરતા ક્રિકેટરોને પોતાના ક્રિકેટના અનુભવોમાંથી શીખી પીસીબીની મદદ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *