CRICKETER’S TWEET CONTROVERSY | After Suresh Raina’s Brahmin statement, Ravindra Jadeja tweeted, he wrote- Rajput Boy Forever; Users also condemned Jadeja | સુરેશ રૈનાનાં બ્રાહ્મણ નિવેદન બાદ રવીન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું, એણે લખ્યું- રાજપુત બોય ફોરેવર; યૂઝર્સે જાડેજાની પણ નિંદા કરી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • CRICKETER’S TWEET CONTROVERSY | After Suresh Raina’s Brahmin Statement, Ravindra Jadeja Tweeted, He Wrote Rajput Boy Forever; Users Also Condemned Jadeja

15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જાડેજાનું રાજપૂતાના સ્ટાઇલમાં ફેમસ સેલિબ્રેશન અંગે પણ ઘણા વિવાદો સર્જાયા હતા

સુરેશ રૈના બાદ રવિન્દ્ર જાડેજાએ પણ રાજપુત બોય લખીને ટ્વીટ કરતા વિવાદમાં સપડાયો છે. આવુ પહેલીવાર નથી થયું કે જ્યારે જાડેજાએ આ હેશટેગ યુઝ કરીને ટ્વીટ કર્યું હોય, પરંતુ અત્યારે તેની ટાઇમિંગ ખોટી હોવાથી સવાલોમાં ઘેરાઈ ગયો છે. જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે હું એક રાજપુત બોય છું. ફેન્સને એમ લાગી રહ્યું છે કે સુરેશ રૈનાને સપોર્ટ કરવા માટે જાડેજાએ આવી પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે ફેન્સ પણ જાડેજા પર ગુસ્સે થઈ ગયા છે અને પોતાના વિચાર વ્યક્ત કરી રહ્યા છે.

જાડેજાનું રાજપૂતાના સ્ટાઇલમાં ફેમસ સેલિબ્રેશન
જ્યારે રવીંન્દ્ર જાડેજા કોઇ મેચમાં ફિફ્ટી અથવા સદી મારે છે તો બેટને તલવારની જેમ ફેરવીને ‘સ્વોર્ડ સેલિબ્રેશન’ કરે છે. તલવારને ફેરવવી જાડેજાના રાજપૂતાના કલ્ચરની નિશાની છે.

‘સ્વોર્ડ સેલિબ્રેશન’ પર સવાલો ઉઠ્યા
જોકે જાડેજાનું આ સેલિબ્રેશન પણ વિવાદોમાં ઘેરાયેલું રહે છે. લોકોએ કહ્યું હતું કે જાડેજાએ આવી રીતે કાસ્ટ રિલેટેડ સેલિબ્રેશન ના કરવું જોઇએ, પરંતુ જાડેજા ટિકાકારોને ઈગ્નોર કરીને પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શન પર જ ધ્યાન આપે છે.

જાડેજાનું ટ્વીટ ફેન્સના નિશાને
રવીન્દ્ર જાડેજાએ 22 જુલાઈના દિવસે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘રાજપુત બોય ફોરેવર, જય હિંદ’. જોકે જાડેજાની આ ટ્વીટનાં ટાઇમિંગ પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે જાડેજાએ આ ટ્વીટ સુરેશ રૈનાનાં સપોર્ટમાં કર્યું છે.

ટ્વીટર પર લોકોએ જાડેજાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ફેને લખ્યું હતું કે એક ક્રિકેટર થઈને તમે જાતિવાદી વાત કેવી રીતે કરી શકો છો? આપણે પહેલા ઈન્ડિયન છીએ, પછી બીજા. ઘણા લોકોનું માનવું છે કે એક ક્રિકેટરે આવી વાત ના કરવી જોઇએ.

સુરેશ રૈનાનું નિવેદન પણ વિવાદોમાં ઘેરાયું
તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)ની 5મી સિઝનની પહેલી મેચ દરમિયાન સુરેશ રૈના એક ટીવી ચેટ શૉમાં નજરે પડ્યો હતો. ત્યારે એણે એક નિવેદન આપ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયામાં તેની ટિકા થવા લાગી હતી.

2008થી ચેન્નઈની ટીમનો ભાગ રહી ચૂકેલા રૈનાને એક કોમેન્ટેટરે પૂછ્યું હતું કે તમે દક્ષિણ ભારતની સંસ્કૃતિને કેવી રીતે અપનાવી? ત્યારે રૈનાએ કહ્યું કે મને લાગે છે, હું પણ બ્રાહ્મણ છું. હું ચેન્નઈમાં છેલ્લા કેટલાય વર્ષોથી રમતો આવું છું. મને અહીંયાની સંસ્કૃતિ સાથે પ્રેમ છે. હું અહીં અનિરૂદ્ધ શ્રીકાંત સાથે રમી ચૂક્યો છું. બદ્રી (સુબ્રમણ્યમ બદ્રીનાથ), બાલા ભાઈ (એલ, બાલાજી) સાથે પણ મારી સારી મિત્રતા છે. હું ભાગ્યાશાળી છું કે CSK ટીમનો ભાગ છું.

સોશિયલ મીડિયા પર રૈના પર ફેન્સ ભડક્યા
સોશિયલ મીડિયા પર યુઝર્સને રૈનાને પોતાને બ્રાહ્મણ કહેવાનું પસંદ નથી પડ્યું. એક યુઝરે લખ્યું છે કે સુરેશ રૈના, તમને પોતાને શરમ આવવી જોઈએ. એવું લાગે છે કે તમે ચેન્નઈની વાસ્તવિક સંસ્કૃતિનો ક્યારેય અનુભવ નથી કર્યો, જોકે તમે ઘણાં વર્ષોથી ચેન્નઈની ટીમ માટે રમી રહ્યા છો. “બીજા એક યુઝરે કહ્યું હતું કે સુરેશ રૈનાએ આ પ્રકારનો શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *