Corona threat at Euro Cup 2020: Two teams face transition cases | યુરો કપ 2020 પર કોરોનાનો ખતરો: બે ટીમમાં સંક્રમણના કેસ સામે આવ્યા

[ad_1]

લંડન6 કલાક પહેલા

  • કૉપી લિંક

કોરોના વાઈરસની મહામારી વચ્ચે રમતની દુનિયા સતત ચાલુ છે. હવે યુરો કપમાં પણ કોરોના સંક્રમણનો ખતરો જોવા મળી રહ્યો છે. કારણ કે બે ટીમના ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કોટલેન્ડના મિડફિલ્ડર બિલી ગિલમોરનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઇંગ્લેન્ડના 2 ખેલાડીઓને પણ ક્વોરન્ટાઇન રહેવું પડ્યું છે.

ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે શુક્રવારે વેમ્બલે સ્ટેડિયમમાં ગોલ રહીત ડ્રો મેચ રમી હતી. તે સમયે ગિલમોર ઇંગ્લેન્ડના મિડફિલ્ડર માસન માઉન્ટ અને ડિફેન્ડર બેન ચિલવેલના સંપર્કમાં આવ્યો હતો. ત્રણેય ચેલ્સી માટે સાથે રમે છે. ઇંગ્લેન્ડના બધા ખેલાડીઓનો ટેસ્ટ રવિવારે નેગેટીવ આવ્યો છે. માઉન્ટ અને ચિલવેલ ક્વોરન્ટાઇનમાં છે. બંને હવે પછીની મેચ નહીં રમી શકે. નોકઆઉટ મેચથી પહેલા કોરોના વાયરસના કેસ સામે આવ્યા બાદ આયોજકો ચોંકી ઊઠ્યા હતા.

2020 માં આયોજત થનારી આ ટુર્નામેન્ટ 2021માં પુરી કરવામાં આવી રહી છે. પણ કોરોનાના કેસ સામે આવતા તમામ લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ ટુર્નામેન્ટ સારી રીતે પુરી થઇ શકશે. ઉલ્લેખનિય છે કે કોરોનાકાળમાં દરેક સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાં કોરોનાની કડક ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે.

સેમિ ફાઇનલ અને ફાઇનલમાં 65 હજાર દર્શકો આવી શકે છે
યુરો 2020 સેમિ ફાઇનલ અને ફાઇનલમાં 65 હજાર દર્શકો આવી શકે છે. વેમ્બલે સ્ટેડિયમમાં યુરો કપની સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ જોવા માટે 65 હજાર દર્શકો આવી શકે છે. આ કેસમાં યુએફા બ્રિટિશ સરકાર સાથે વાતચીત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *