Corona positive for two Indian players on England tour, one still in isolation, but no symptoms | ઇંગ્લેન્ડના 3 ખેલાડી સંક્રમિત થયા હોવા છતાં ઈન્ડિયન ખેલાડીઓને ફરવા દીધા; હવે પ્રેક્ટિસ મેચના 5 દિવસ પહેલા મુશ્કેલીમાં મૂકાયા

[ad_1]

લંડન6 કલાક પહેલા

  • 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે શરૂ થશે ટેસ્ટ સિરીઝ
  • બન્ને ખેલાડી અમુક દિવસ પહેલાં જ ભીડવાળા વિસ્તારમાં ગયા હતા

ભારત અને ઇંગ્લેન્ડ ટૂર પર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત સહિત 2 ખેલાડી કોરોના પોઝિટિવ આવતા BCCI હવે છેક સતર્ક થયું. બોર્ડ સચિવ જય શાહે કહ્યું કે ટીમ મેનેજમેન્ટને મેઇલ કરી કોરોના અંગે સાવધ થવાની વાત ઉચ્ચારી હતી. આની સાથે પબ્લિક પ્લેસ પર જવાની પણ ના પાડી દીધી હતી.

શાહનો મેસેજ ટીમ મેનેજમેન્ટને તે સમયે પહોંચ્યો, જ્યારે ઇંગ્લેન્ડમાં રમાનાર તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ પૂરા થઈ ગયા હતા. જેમાં યૂરો કપ ફુટબોલ ટૂર્નામેન્ટ અને વિમ્બલ્ડન સામેલ છે. ઈન્ડિયન પ્લેયર્સ આ તમામ ટૂર્નામેન્ટમાં માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા. ઇંગ્લેન્ડના 3 ખેલાડી પોઝિટિવ આવ્યા હોવા છતાં BCCIએ ખેલાડીઓને ફરવા દીધા હતા. હવે પ્રેક્ટિસ મેચમાં 5 દિવસ પહેલા ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.

રિષભ પંત મિત્રો સાથે ફુટબોલ મેચ જોવા ગયો હતો. માસ્ક વગર ફરતો નજરે પડ્યો

રિષભ પંત મિત્રો સાથે ફુટબોલ મેચ જોવા ગયો હતો. માસ્ક વગર ફરતો નજરે પડ્યો

પંતનો કોરોના રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો
એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, જ્યારે પંત આઈસોલેશનમાં છે. 18 જુલાઈના રોજ તેનો બીજો ટેસ્ટ કરાશે. હાલ તેનામાં કોઈ લક્ષણ નથી. BCCIના એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું હતું કે પંતનો કોરોના ટેસ્ટ 10 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. પંત 8 જુલાઈના રોજ યુરો કપની સેમિફાઈનલ (ઈંગ્લેન્ડ vs ડેનમાર્ક) જોવા ગયો હતો. પંત સાથે હનુમા વિહારી અને જસપ્રીત બુમરાહ પણ હતા.

પંત પોઝિટિવ આવ્યા પછી ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી 11 જુલાઈના રોજ વિમ્બલ્ડન ફાઈનલ જોવા ગયા હતા. બીજા ખેલાડીઓ પણ પરિવાર સાથે ફરતા જોવા મળ્યા હતા. કોઈને રોકવામાં ન આવ્યા કે ન તો કોઈ પગલાં ભરવામાં આવ્યાં.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહેલા રહાણે અને રોહિત શર્મા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઇંગ્લેન્ડમાં પરિવાર સાથે રજાઓ માણી રહેલા રહાણે અને રોહિત શર્મા.

જોકે બન્ને ખેલાડી કોણ છે એ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખુલાસો કર્યો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે બન્ને ખેલાડી અમુક દિવસ પહેલાં જ ભીડવાળા વિસ્તારમાં ગયા હતા. બન્ને ખેલાડીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ જ લાગ્યો છે. તમામ ખેલાડીઓને વેક્સિનનો બીજો ડોઝ ઈંગ્લેન્ડમાં જ અપાશે.

લંડનમાં પરિવાર સાથે રજાઓ માણી રહ્યા હતા ખેલાડીઓ. કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ પરિવાર સાથે ઈંગ્લેન્ડ ગયા છે. અહીં તેમને 14 જુલાઈના રોજ ટીમ સાથે જોડાવાનું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 23 જૂનના રોજ રમાયા બાદ ખેલાડીઓ પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે. BCCI અધિકારીના જણાવ્યા મુજબ, ટીમના મોટા ભાગના ખેલાડીઓ લંડનની આસપાસ જ રહ્યા છે અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તમામ ખેલાડીઓને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અપાયો છે, હવે બીજો ડોઝ અપાશે.

ઇંગ્લેન્ડના 3 ખેલાડીને પણ સંક્રમણ લાગ્યું
પાકિસ્તાન સામેની વનડે સિરીઝના માત્ર 2 દિવસ પહેલાં, એટલે કે 6 જુલાઈએ ઇંગ્લેન્ડના 3 ખેલાડી સહિત 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ પછી દરેકને આઇસોલેટ કરી દેવાયા છે
અને પાકિસ્તાન સામેની પહેલી મેચમાં આખી નવી ટીમને ઉતારવામાં આવી હતી. જોકે હવે બધા ખેલાડીઓ બરાબર છે.

બ્રિટનમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ
બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 302 કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિના પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હાલ બ્રિટનમાં 7 લાખ 30 હજારથી વધારે એક્ટિવ કેસ છે. બ્રિટનમાં સતત વધતા કેસથી અહીંની સરકાર પણ ચિંતિત છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *