Copa America 2021; Lionel Messi Plays With A Bleeding Ankle Against Colombia | લેગ ઇન્જરી હોવા છતાં નિર્ણાયક મેચમાં રમતો રહ્યો, ટીમને ફાઇનલમાં પહોંચાડીને જ માન્યો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Copa America 2021; Lionel Messi Plays With A Bleeding Ankle Against Colombia

41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કોપા અમેરિકા 2021ની ફાઇનલ મેચ 11 જુલાઈએ રિયો ડી જાનેરોના માર્કાના સ્ટેડિયમમાં રમાશે

આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન લિયોનલ મેસ્સીનું દેશ અને ગેમ પ્રત્યે જુનૂન પ્રશંસનીય છે. કોપા અમેરિકા ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં કોલંબિયા સામે આર્જેન્ટrનાએ પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. મેચમાં એક સમયે મેસ્સીના પગમાં ઈજા પહોંચી હતી અને તેની ઘૂંટીમાંથી લોહી વહેવા માંડ્યું હતું.

પગમાં ઈજા પહોંચી હોવા છતાં મેસ્સી મેદાનની બહાર ગયો નહોતો. આ અંગે દિગ્ગજો સહિત ઘણા ફેન્સે સોશિયલ મીડિયામાં મેસ્સીની પ્રશંસા કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે જો કોઇ બીજો ખેલાડી હોત તો તે ક્યારનો મેદાનની બહાર જતો રહ્યો હોત, પરંતુ મેસ્સી હંમેશાં ટીમ માટે રમે છે. એ આજે મેસ્સીએ સાબિત પણ કરી દીધું છે.

મેસ્સીએ બોલ પાસ કર્યો અને માર્ટિનેઝે ગોલ કર્યો
સેમિફાઇનલનો પહેલો ગોલ 7મી મિનિટમાં આર્જેન્ટીના માટે લૌતારો માર્ટિનેઝે કર્યો હતો. આ ગોલ મેસ્સીએ આસિસ્ટ કર્યો હતો. આ ગોલની સાથે આર્જેન્ટીનાએ પહેલો હાફ પોતાના નામે કર્યો હતો. બીજા હાફમાં કોલંબિયા માટે લુઈસ ડિયાઝે 61મી મિનિટમાં ગોલ કરીને મેચ બરાબર કરી દીધી હતી.

1-1થી મેચ સરભર થતાં ભારે રસાકસીભર્યું વાતાવરણ સર્જાયું હતું. 55મી મિનિટે કોલંબિયાના ફ્રેંક ફેબ્રાએ બોલ ટેકલ કરતા સમયે મેસ્સીને પગ પર જોરદાર કિક મારી હતી, જેનાથી આર્જેન્ટીના ટીમનો કેપ્ટન ઈજાગ્રસ્ત થયો હતો, તેના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ અંગે રેફરીએ ફેબ્રાને યલો કાર્ડ પણ આપ્યું હતું. કોલંબિયાઈ ખેલાડી ફેબ્રા આર્જેન્ટીના ક્લબ બોકા જુનિયર્સનો જ પ્લેયર છે.

11 જુલાઈએ બ્રાઝિલ સામે ફાઇનલ
કોપા અમેરિકા 2021ની ફાઇનલ મેચ 11 જુલાઈએ રિયો ડી જાનેરોના માર્કાના સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલ અને આર્જેન્ટીના વચ્ચે રમાશે. 10 જુલાઈએ ત્રીજા નંબર માટે જંગ થશે. આ મેચ કોલંબિયા અને પેરુ વચ્ચે રમાશે.

બ્રાઝિલ પાસે 7મી વાર ટાઇટલ જીતવાની તક
મેસ્સીની ટીમ આર્જેન્ટીનાએ સૌથી વધુ 9 વાર ટાઇટલ જીત્યું છે. આ વખતે પણ તે પ્રબળ દાવેદાર છે. બીજા નંબર પર ઉરુગ્વે અને ચિલી બરાબર 7-7 વાર ટાઇટલ પોતાને નામ કરી ચૂક્યા છે. ત્યાર પછી બ્રાઝિલ અને પેરુની ટીમ 6-6 વાર ચેમ્પિયન રહી છે. છેલ્લી વાર (2019)ની ફાઇનલમાં બ્રાઝિલે પેરુને 3-1થી હરાવીને ટાઇટલ પોતાને નામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *