Controversial chat leak of Sanjay Manjrekar, insulting social media user; Ravindra also made fun of Jadeja | રવીન્દ્ર જાડેજાને ફરી એકવાર ટાર્ગેટ બનાવ્યો, કહ્યું- જાડેજાને અંગ્રેજી ભાષા આવડતી નથી; તેને બિટ્સ એન્ડ પીસનો સાચો અર્થ પણ નથી ખબર

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Controversial Chat Leak Of Sanjay Manjrekar, Insulting Social Media User; Ravindra Also Made Fun Of Jadeja

4 દિવસ પહેલા

  • સંજય માંજરેકરે યુઝરનું આપમાન કરતાં કહ્યું- તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારો 1 પ્રતિશતમો ભાગ પણ નથી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર અવારનવાર ઈન્ડિયન ટીમના ખેલાડીઓ અંગે નિવેદનો આપીને હેડલાઇન્સમાં રહેતો હોય છે. આ દરમિયાન માંજરેકરનું એક ચેટ લીક થયું છે, જેમાં તે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની મજાક ઉડાવી રહ્યો છે. 2019ના વિવાદ પછી માંજરેકર અવાર-નવાર જાડેજા પર નિશાન સાધતો રહ્યો છે. આ વેળાએ એણે જાડેજાની અંગેજી ભાષા પ્રત્યે સમજણનો ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર વિવાદ એક સોશિયલ મીડિયા યૂઝર અને માંજરેકર વિરૂદ્ધ પરિણમ્યો હતો, જેના સ્ક્રિનશોટ વાઈરલ થઈ રહ્યા છે.

માંજરેકરે અશ્વિન પર પણ નિશાન સાધ્યું
ટ્વિટરમાં સૂર્યનારાયણ નામના એક યુઝરે આ ચેટને પોતાના અંગત ટ્વિટર અકાઉન્ટમાં પોસ્ટ કર્યું હતું. માંજરેકરે કેટલાક સમય પહેલા જ ઓલટાઈમ બેસ્ટ ક્રિકેટરની યાદી જાહેર કરી હતી, જેમાં તેણે સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સામેલ કર્યો નહોતો. માંજરેકરે કહ્યું હતું કે અશ્વિન સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડમાં પ્રશંસનીય પ્રદર્શન દાખવી શક્યો નથી.

યુઝરે લખ્યું હતું કે હું આ વ્યક્તિગત ચેટને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા ઇચ્છતો નહોતો, પરંતુ હું આને શેર કરતા રોકી શક્યો નહોતો, કારણ કે લોકોને આ માણસ (સંજય માંજરેકર)ના અલગ રૂપને પણ અવશ્ય જાણવુંજોઈએ.

ચેટમાં શેનો ઉલ્લેખ કરાયો છે?
યુઝરે લખ્યું હતું કે માંજરેકર પોતાની તથ્ય વગરની વાતો કરીને હેડલાઈનમાં રહેવાની કોશિશ કરતો હોય છે. માંજરેકર રવિચંદ્રન અશ્વિનના 10 ટકા જેટલો પણ નથી. ત્યાર પછી સંજય માંજરેકરે પર્સનલ મેસેજ કરીને આ યુઝરને જવાબ આપ્યો હતો.

આ ચેટને યુઝરે પોસ્ટ કર્યું હતું. સંજય માંજરેકરે યુઝરને એના ટ્વીટનો જવાબ આપતાં કહ્યું હતું કે તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારી તુલનામાં 1 પ્રતિશતમો ભાગ પણ નથી. ત્યાર પછી યુઝરે માંજરેકરને 2019ની વાત યાદ અપાવી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ તેની ઝાટકણી કાઢી હતી.

માંજરેકરે જાડેજાની પણ મજાક ઉડાવી
યુઝરના આ મેસેજ પછી માંજરેકર ભડક્યો અને તેણે જાડેજા અંગે ટિપ્પણી કરી હતી કે તું મારી પાસે એવી આશા રાખે છે કે તારી જેમ હું પણ ક્રિકેટરોની પૂજા કરું. હું ફેન નથી, નિષ્ણાત છું અને જાડેજાને અંગ્રેજી ભાષા નથી આવડતી એટલે તે વાતનો યોગ્ય તાત્પર્ય સમજી શક્યો નહોતો. મેં તેને જે કહ્યું હતું (બિટ્સ એન્ડ પીસ ક્રિકેટર) એનો સાચો અર્થ પણ તે સમજી શક્યો નહોતો. આ દરમિયાન કોઈકે વર્બલ ડાયેરિયાનો અર્થ પણ તેને જણાવ્યો હશે.

2019નો જાડેજા-માંજરેકર વિવાદ
વર્ષ 2019માં માંજરેકરે ટિપ્પણી કરી હતી કે જાડેજા વનડે ફોર્મેટ માટે એક યોગ્ય ખેલાડી હોવાના માપદંડો પર ખરો ઊતરી શકે તેમ નથી. માંજરેકરે જાડેજાને ટેસ્ટ મેચનો બોલર જાહેર કર્યો હતો. માંજરેકરે કહ્યું હતું કે ‘હું બિટ્સ એન્ડ પીસ ખેલાડીઓનો મોટો પ્રશંસક નથી, જે 50 ઓવરના ફોર્મેટમાં જાડેજા છે. ટેસ્ટ મેચમાં તે ફક્ત એક બોલર છે, પરંતુ 50 ઓવરના ફોર્મેટમાં મારી પાસે એક બેટ્સમેન અને એક સ્પિનર હોવો જોઈએ’

જાડેજાએ પણ વળતો જવાબ આપ્યો હતો
માંજરેકરના આ ટ્વીટ અંગે જાડેજાએ કહ્યું હતું કે તેમ છતાં મેં તમારાથી વધારે મેચ રમી છે, આમ કહો તો બમણી મેચો રમી છે અને અત્યારે પણ ટીમનો ભાગ છું. તમે એ લોકોનું સન્માન કરતા શીખો, જેણે સન્માન પ્રાપ્ત કર્યું છે. મેં તમારા વર્બલ ડાયેરિયા અંગે ઘણું સાંભળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…



[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *