Captain Cool seen in slim and fit look at Mumbai airport, fans praise Dhoni’s fitness | કેપ્ટન કૂલ સ્લિમ એન્ડ ફિટ લુકમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા, ફેન્સે ધોનીની ફિટનેસના વખાણ કર્યા

[ad_1]

24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ધોની મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, તે સિંગર રાહુલ વૈદ્યના લગ્નપ્રસંગે હાજરી આપવા ગયો છે. - Divya Bhaskar

ધોની મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, તે સિંગર રાહુલ વૈદ્યના લગ્નપ્રસંગે હાજરી આપવા ગયો છે.

  • IPL 2021નો ફેઝ-2 UAEમાં રમાશે, ચેન્નઈની ટીમ પાસે પણ કપ જીતવાની તક

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL ફેઝ-2 પહેલા નવા લુકમાં જોવા મળ્યા છે. તાજેતરમાં ધોનીએ પોતાનો 40મો બર્થડે સેલિબ્રેટ કર્યા પછી ઇન્ડિયન મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના રાહુલ વૈદ્યના મેરેજ ફંક્શનમાં સામેલ થયો હતો. તે સમયે મુંબઈ આવેલા કેપ્ટન કૂલની કેટલીક તસવીરો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. જેમાં 40 વર્ષનો ધોની પણ સૌથી ફિટ જોવા મળ્યો હતો.

વાઇરલ તસવીરોમાં ધોનીએ બ્લેક કલરનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેર્યું છે. 40 વર્ષના કેપ્ટન કૂલે અત્યારે પણ યુવાનોને શરમાવે તેવી ફિટનેસ જાળવી રાખી છે. ધોનીને સ્કિન ટાઇટ, હાફ સ્લિવ ટી-શર્ટમાં જોઇને તેના ફેન્સ પણ ઘણા ખુશ થઈ ગયા હતા.

ધોની IPLની કારકિર્દીમાં હજુ લાંબી ઈનિંગ રમશે
છેલ્લા કેટલાક સપ્તાહ પહેલા સુરેશ રૈનાએ પણ ધોની અંગે કહ્યું હતું કે હું ધોનીને આટલી જલદી IPLમાંથી રિટાયર્ડ થવા દઇશ નહીં. ધોનીભાઈ જો નિવૃત્ત થવાની જાહેરાત કરશે તો પણ હું તેમને મનાવી લઇશ અને ટીમમાં રમવા માટે ટકોર પણ કરીશ. ધોનીની વાઇરલ તસવીરોમાં ફિટનેસને જોતા લાગે છે કે કેપ્ટન કૂલે પણ મન બનાવી લીધું છે કે તેઓ IPLની કારકિર્દીમાં હજુ લાંબી ઈનિંગ રમશે.

ધોની છેલ્લા કેટલા સમય પહેલા મૂછોમાં જોવા મળ્યો હતો

ધોની છેલ્લા કેટલા સમય પહેલા મૂછોમાં જોવા મળ્યો હતો

આની પહેલા પણ ધોની નવા લુકમાં જોવા મળ્યો છે
કેપ્ટનકૂલને આપણે છેલ્લા 1થી 2 દશકાઓથી જાણીએ છે. તે સામાન્યરીતે ક્લિન શેવ અથવા લાઇટ બિઅર્ડમાં જોવા મળે છે. પરંતુ અત્યારે ધોની મૂછોમાં જોવા મળ્યો છે. ફેન્સે ધોનીના નવા લુકને આવકાર્યો છે, તેમને કેપ્ટનકૂલનો નવો અંદાજ પસંદ આવી રહ્યો છે.

ધોનીને સોશિયલ મીડિયા પર શૉ ઓફ કરવો પંસદ નથી
ધોની પહેલેથી જ પોતાની ધુનમાં રહે છે, એ ક્યારેય પણ સોશિયલ મીડિયામાં શૉ ઓફ કે ફેક પબ્લિસિટી સ્ટન્ટ પણ કરતો નથી. તેમ છતાં ધોનીના ફેન્સ વિવિધ ‘ફેન અકાઉન્ટ’ બનાવીને તેની દિનચર્યાને શેર કરતા હોય છે.

તાજેતરમાં જ ધોનીના એક ફેન અકાઉન્ટે ફોટો શેર કર્યો હતો, જેમાં ધોની પોતાના મિત્રો સાથે જમી રહ્યો હતો. ધોનીની સાથે તેનો મિત્ર સિમંત લોહાણી અને બીજો એક શખસ પણ જોવા મળ્યો હતો. આ ફોટો વાઇરલ થવાનું મુખ્ય કારણ તેના બેકગ્રાઉન્ડમાં જોવા મળેલી વિન્ટેજ રોલ્સ રૉયસ કાર હતી. લોકોએ ધોનીની વિન્ટેજ કારના પણ વખાણ કર્યા હતા.

IPL 2021નો ફેઝ-2 UAEમાં રમાશે
કોરોના મહામારીના કારણે IPLને ભાગમાં વિભાજિત કરી દેવામાં આવી છે. IPLનો ફેઝ-2 UAEમાં રમાશે જે સપ્ટેમ્બરથી શરૂ થશે. કોરોના મહામારીના કારણે IPLના પહેલા ફેઝને 4 સપ્ટેમ્બરે સ્થગિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *