Bumrah, who took 5 wickets in each Test, lost his aggressive form after the 2020 NZ Tour; Took only 15 wickets in 10 innings | દરેક ટેસ્ટમાં 5 વિકેટ લેનાર બુમરાહની લય બગડી, 2020ના NZ ટૂર પછીથી આક્રમક ફોર્મ ગુમાવ્યું; 10 ઈનિંગમાં માત્ર 15 વિકેટ લીધી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Bumrah, Who Took 5 Wickets In Each Test, Lost His Aggressive Form After The 2020 NZ Tour; Took Only 15 Wickets In 10 Innings

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બુમરાહ સમયાંતરે ઈજાગ્રસ્ત થયો હોવાથી ફોર્મ ગુમાવી બેઠો છે- ક્રિકેટ એક્સપર્ટ્સ

ભારતીય ટીમનો સ્ટાર બોલર બુમરાહ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે WTC ફાઇનલની પહેલી ઈનિંગમાં એણે 11 ઓવર નાખી છે, જેમાંથી એને એકપણ વિકેટ મળી નથી. આ દરમિયાન એણે 3ની એવરેજથી રન લૂંટાવ્યા છે. તેવામાં બુમરાહના પ્રદર્શન સામે સવાલો ઉઠી રહ્યા છે.

ફેબ્રુઆરી 2020થી ફોર્મ ગુમાવ્યું
ICC ટેસ્ટ રેન્કિંગમાં 11માં નંબર પર રહેલો બુમરાહ 2020માં પોતાની લય ગુમાવી બેઠો હતો. ફેબ્રુઆરીમાં તે ન્યૂઝીલેન્ડ ટૂરથી ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યો છે. આ ટૂરમાં એણે 4 ટેસ્ટ ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. બધાને લાગ્યું હતું કે બુમરાહ ફરીથી લય પકડી લેશે પરંતુ એવું ન થયું અને એ 10 ઈનિંગમાં માત્ર 15 વિકેટ લઈ શક્યો છે.

બુમરાહે 19 ટેસ્ટમાં કુલ 83 વિકેટ ઝડપી હતી
જોકે ન્યૂઝીલેન્ડ ટૂર પહેલા બુમરાહે 12 ટેસ્ટમાં62 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન બુમરાહની એવરેજ દરેક મેચમાં 5 વિકેટ મેળવવાની હતી, જે ત્યારપછી જે 7 ટેસ્ટ મેચ રમી એમા જોવા મળી નહતી. જેમાં એણે માત્ર 21 વિકેટ ઝડપી છે. WTC ફાઇનલ પહેલા બુમરાહે 19 ટેસ્ટ રમી હતી, જેમાં કુલ 83 વિકેટ ઝડપી હતી.

લગ્ન પછી પહેલી આંતરરાષ્ટ્રીય મેચ
બુમરાહે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા ટૂરમાં વનડે ફોર્મેટમાં 4 અને 6 ટેસ્ટ ઈનિંગમાં 11 વિકેટ ઝડપી હતી. અહીં બ્રિસ્બેન ટેસ્ટ પહેલા બુમરાહ ઈજાગ્રસ્ત થતા ટૂરમાંથી બ્રેક લીધો હતો. ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ હોમ સીઝનમાં પણ 2 ટેસ્ટમાં માત્ર 4 વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડ સામેની 2 ટેસ્ટ બાદ બુમરાહે લગ્નપ્રસંગ અર્થે રજા લીધી હતી. આ દરમિયાન એણે સંજના સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નબાદ બુમરાહની પહેલી મેચ છે.

ખરાબ ફોર્મનું શું કારણ હોઈ શકે છે?
બુમરાહે જ્યારે 5 જાન્યુઆરી 2018 ટેસ્ટમાં ડેબ્યૂ કર્યો હતો, ત્યારે એનું વિચિત્ર એક્શન ચર્ચાનો વિષય રહ્યું હતું. જેનાથી એને ફાયદો થયો અને 12 ટેસ્ટમાં 65 વિકેટ ઝડપી હતી. દિગ્ગજોના જણાવ્યા પ્રમાણે હવે બેટ્સમેન બુમરાહની એક્શન સમજવા લાગ્યા છે. જેથી બેટ્સમેન અલગ ગેમ પ્લાન સાથે બુમરાહનો સામનો કરે છે. ઓસ્ટ્રેલિયા ટૂરમાં બ્રિસ્બેન ટેસ્ટની પહેલા બુમરાહને એબ્ડોમિનલ સ્ટ્રેન (સ્નાયુઓમાં ખેંચ આવવી) થયો હતો.

ઈજા પણ એક કારણ હોઈ શકે છે
જસપ્રીત બુમરાહ 2019 દરમિયાન પીઠમાં ઈજાના કારણે 2 મહિનાથી ક્રિકેટથી દૂર હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં એને સ્ટ્રેસ ફ્રેક્ચરની પણ ફરિયાદ હતી. જેથી 4 મહિના સુધીએ ક્રિકેટથી દૂર રહ્યો હતો. ત્યારપછી ન્યૂઝીલેન્ડ ટૂરમાં બુમરાહે ફરીથી ગેમ સ્ટાર્ટ કરી પરંતુ ત્યાં પ્રદર્શન સારૂ રહ્યું નહતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *