Bhuvneshwar bowled NO ball after 6 years | get information about bowlers Who Never Bowled A No-Ball During Their entire international Careers | ભુવનેશ્વરે 513 ઓવર પછી લક્ષ્મણ રેખા ઓળંગી; જે કપિલ દેવ સહિત ઘણા બોલર્સે ક્યારેય ઓળંગી જ નથી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Bhuvneshwar Bowled NO Ball After 6 Years | Get Information About Bowlers Who Never Bowled A No Ball During Their Entire International Careers

42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કપિલ દેવ (ડાબેથી), ડેનિસ લીલી, ઈયાન બોથમ અને ઈમરાન ખાનની તસવીર. આ દિગ્ગજ બોલર્સે પોતાની આંતરરાષ્ટ્રિય કારકિર્દીમાં એકપણ નો બોલ નાખ્યો નથી. - Divya Bhaskar

કપિલ દેવ (ડાબેથી), ડેનિસ લીલી, ઈયાન બોથમ અને ઈમરાન ખાનની તસવીર. આ દિગ્ગજ બોલર્સે પોતાની આંતરરાષ્ટ્રિય કારકિર્દીમાં એકપણ નો બોલ નાખ્યો નથી.

  • ગ્રેમ સ્વૉને 21મી સદીનો એકમાત્ર એવો બોલર છે જેને પોતાની કારકિર્દીમાં એકપણ નો બોલ નાખ્યો નથી

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 3 વનડે મેચની સિરીઝ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેની બીજી મેચમાં ભુવનેશ્વર કુમારે બોલિંગ દરમિયાન પોતાની કન્સિસ્ટન્સી ગુમાવી દીધી હતી. એણે લગભગ 6 વર્ષ તથા 513 ઓવર પછી વનડે મેચમાં નો બોલ નાખ્યો હતો. જોકે આમ જોવા જઇએ તો બોલિંગમાં ભુવનેશ્વરની પકડ ઘણી સારી કહેવાય પરંતુ ક્રિકેટ જગતમાં કેટલાક એવા પણ બોલર્સ છે જેમણે પોતાની કારકિર્દી દરમિયાન એકપણ નો બોલ નાખ્યો નથી.

આ યાદીમાં પ્રથમ સ્થાન તો ઈન્ડિયન લિજેન્ડ કેપ્ટન કપિલ દેવનું આવે છે. એમણે 40 હજારથી વધુ બોલ નાખ્યા છે જેમાં એકપણ નો બોલ નહતો. તો ચલો આપણે આવા જ કેટલાક વિશ્વના દિગ્ગજ 5 બોલર્સ વિશે જાણીએ જેમણે પોતાની કારકિર્દીમાં એકપણ નો બોલ નાખ્યો નથી…….

કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બંને ફોર્મેટમાં કુલ 687 વિકેટ લીધી છે

કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બંને ફોર્મેટમાં કુલ 687 વિકેટ લીધી છે

1. કપિલ દેવે કરિયરમાં 40 હજાર બોલ નાખ્યાં, જેમાં એકપણ નો બોલ નથી
1983 વર્લ્ડ કપ વિનિંગ ઈન્ડિયન કેપ્ટન કપિલ દેવે પોતાની કારકિર્દીમાં એકપણ નોબોલ નાખ્યો નથી. એમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં લગભગ 40 હજારથી વધુ બોલ નાખ્યા હતા, જેમાં એકપણ નો બોલ નહતો. કપિલ દેવના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો એમણે 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી છે. જેમાં ટેસ્ટમાં તેમણે 27 હજાર 740 બોલ નાખ્યા છે. જ્યારે વનડે મેચમાં કપિલ દેવે 11 હજાર 202 બોલ નાખ્યા છે. આ દરમિયાન કપિલ દેવે ક્રિકેટની લક્ષણ રેખા ગણાતી ક્રિઝને ક્યારેય પણ ક્રોસ કરી નથી.

કપિલ દેવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બંને ફોર્મેટમાં કુલ 687 વિકેટ લીધી છે, જેમાં ટેસ્ટ ફોર્મેટમાં કુલ 434 તથા વનડે ફોર્મેટમાં 253 વિકેટ લીધી છે.

ડેનિસ લીલીએ કુલ 458 વિકેટ લીધી છે

ડેનિસ લીલીએ કુલ 458 વિકેટ લીધી છે

2. ડેનિસ લીલીએ 195 ઈનિંગમાં એકપણ નો બોલ નથી નાખ્યો
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર, ડેનિસ લીલીએ 70ના દાયકામાં મોટાભાગના બેટ્સમેનના કરિયર સંકટમાં મૂકી દીધા હતા. ડેનિસ 1984માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો ત્યારે તે સમયમાં ટેસ્ટ ક્રિકેટનો હાઇએસ્ટ વિકેટ ટેકર હતો. જોકે લીલીને લોઅર બેક ઈન્જરી હોવાથી કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ડેનિસ લીલીએ બંને આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં કુલ 22 હજાર બોલ નાખ્યા હતા. જેમાં તેને કુલ 458 વિકેટ લીધી હતી. ડેનિસે ટેસ્ટમાં કુલ 132 ઈનિંગમાં 355 વિકેટ લીધી છે, જ્યારે વનડેમાં 63 ઈનિંગ દરમિયાન 103 વિકેટ લીધી હતી.

ઈયાને 168 ટેસ્ટ ઈનિંગમાં કુલ 3635 ઓવર નાખી છે, જેમાં એકપણ નો બોલ નહતો

ઈયાને 168 ટેસ્ટ ઈનિંગમાં કુલ 3635 ઓવર નાખી છે, જેમાં એકપણ નો બોલ નહતો

3. ઇયાન બોથમે 16 વર્ષની કારકિર્દીમાં એકપણ ‘નો બોલ’ નાખ્યો નથી
ઈયાન બોથમને ઇંગ્લેન્ડ ક્રિકેટના બેસ્ટ ઓલરાઉન્ડર્સની યાદીમાં સામેલ કરવામાં આવે છે. તેમણે 1977થી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઈયાનની કારકિર્દીના બંને ફોર્મેટના સ્ટેટ્સ જોઇએ તો એણે લગભગ 28,000 બોલ નાખ્યા છે, પરંતુ એકપણ વાર ઓવર સ્ટેપિંગનો ભોગ બન્યા નથી. ઈયાન બોથમે બોલિંગની સાથે બેટિંગમાં યોગદાન આપીને 80ના દાયકાની ઇંગ્લેન્ડ ટીમને ઘણી મેચ જીતાડી છે.

ઈયાને 168 ટેસ્ટ ઈનિંગમાં કુલ 3635 ઓવર નાખી છે. જેમા 10 હજાર રન આપીને 383 મહત્ત્વપૂર્ણ વિકેટો પણ લીધી છે. વનડેની વાત કરીએ તો તેમણે કુલ 116 મેચમાં 1045 જેટલી ઓવર નાખી થે. જેમા 4 હજાર રન આપીને કુલ 145 વિકેટ પણ પોતાને નામ કરી છે. ઈયાને બંને ફોર્મેટમાં હજારો ઓવર નાખી હોવા છતા એકપણ ‘નો બોલ’ નાખ્યો નથી.

ઇમરાન ખાને ટેસ્ટ ફોર્મેટમાં 19 હજારથી વધુ બોલમાં 362 વિકેટ લીધી છે

ઇમરાન ખાને ટેસ્ટ ફોર્મેટમાં 19 હજારથી વધુ બોલમાં 362 વિકેટ લીધી છે

4. પાકિસ્તાની PM ઈમરાને 4500 ઓવરમાં એકપણ નોબોલ નથી નાખ્યો
18 વર્ષની ઉંમરે પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ટીમમાં ડેબ્યૂ કરનાર ઈમરાન ખાનનું નામ પણ વિશ્વના પ્રખ્યાત ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ઈમરાનને રિવર્સ સ્વિંગિંગ યોર્કરનો કિંગ માનવામાં આવતો હતો. ઈમરાને બંને ફોર્મેટમાં પોતાની કારકિર્દી દરમિયાન કુલ 27 હજાર બોલ એટલે કે લગભગ 4500 ઓવર નાખી છે. જેમાં એણે કુલ 544 વિકેટ તો લીધી છે પરંતુ એકપણ નો બોલ નથી નાખ્યો. અત્યારે જે નવી જનરેશન છે એના પ્રમાણે આ મોટી ઉપલબ્ધી છે.

ઇમરાન ખાને ટેસ્ટમાં 19 હજારથી વધુ બોલમાં 362 વિકેટ લીધી છે, જ્યારે વનડેમાં 7461 બોલમાં 182 વિકેટ ઇમરાન ખાને 1992નો વર્લ્ડ કપ જીતીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. ત્યારપછી અત્યારે(2021માં સમાચાર લખાયા છે) તે પાકિસ્તાનનો વડાપ્રદાન છે.

સ્વૉને ત્રણેય ફોર્મેટમાં મળીને લગભગ 20 હજાર બોલ નાખ્યા છે, તેમાં એકપણ નો બોલ વિના 410 વિકેટ પણ લીધી છે

સ્વૉને ત્રણેય ફોર્મેટમાં મળીને લગભગ 20 હજાર બોલ નાખ્યા છે, તેમાં એકપણ નો બોલ વિના 410 વિકેટ પણ લીધી છે

5. ગ્રેમ સ્વૉને 3300થી વધુ ઓવરમાં એકપણ નો બોલ નથી નાખ્યો
ગ્રેમ સ્વૉને 21મી સદીનો એકમાત્ર એવો બોલર છે જેને ત્રણેય ફોર્મેટમાં બોલિંગ કરી છે અને એકપણ નો બોલ નાખ્યો નથી. સ્વૉને વર્ષ 2000માં આંતરરાષ્ટ્રીટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે સ્વૉનને કારકિર્દીની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એને વર્ષ 2008માં ઓફ સ્પિનર તરીકે ઇંગ્લેન્ડની ટેસ્ટ સાઈડમાં પસંદ કરાયો હતો.

સ્વૉને ત્રણેય ફોર્મેટમાં મળીને લગભગ 20 હજાર બોલ નાખ્યા છે, તેમાં એકપણ નો બોલ વિના 410 વિકેટ પણ લીધી છે. સ્વૉન એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 2000ના દાયકા પછી ઓવર સ્ટપિંગની સમસ્યાનો સામનો ના કર્યો હોય. ગ્રેમ સ્વૉને ટેસ્ટ મેચમાં 15 હજારથી વધુ બોલ નાખ્યા છે જેમાં 255 વિકેટ લીધી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *