BCCI Announced IPL 2021 Schedule And T20 World Cup Shifted India To UAE IPL & T20 World Cup Schedule News Updates | BCCI આજે IPL ફેઝ-2ની મેચનું શિડ્યૂલ જાહેર કરી શકે છે, વર્લ્ડ કપ ભારતથી UAE શિફ્ટ થાય એવું લગભગ નિશ્ચિત

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ટૂર્નામેન્ટ રદ થશે તો BCCIને રૂ. 2500 કરોડનું નુકસાન થશે

BCCI આજે IPLની 14મી સીઝનની બાકી 31 મેચનું શિડ્યૂલ જાહેર કરી શકે છે. આની સાથે ભારતની જગ્યાએ UAEમાં વર્લ્ડ કપ શિફ્ટ કરવા અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે. ICCએ BCCIને વર્લ્ડ કપ અંગે નિર્ણય લેવા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો હતો.

કોરોના મહામારીને કારણે 4મે IPL સસ્પેન્ડ થઈ હતી
આ વર્ષે 9 એપ્રિલે IPL 2021 ભારતમાં જ રમાઈ હતી. મિડ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, KKRના સંદીપ વોરિયર અને વરુણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને બેટિંગ કોચ માઈકલ હસી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. એવામાં 4 મેના રોજ 29 મેચ રમ્યા પછી IPLની સીઝનને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવી હતી. હવે 31 મેચ બાકી છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, IPLની અન્ય મેચ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે અને ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે. ત્યાર પછી 17 ઓક્ટોબરથી T-20 વર્લ્ડ કપનું આયોજન પણ UAEમાં થઈ શકે છે.

BCCI સચિવ જય શાહે કહ્યું- UAEમાં શિફ્ટ થઈ શકે છે
કોરોના મહામારીને કારણે T-20 વર્લ્ડ કપ ભારતથી UAEમાં શિફ્ટ થઈ શકે છે. અમે આ અંગે સતત ચર્ચાઓ કરી રહ્યા છીએ. અમારા માટે ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રાથમિક ધોરણે આવે છે, ટૂર્નામેન્ટ અંગે જલદી નિર્ણય લેવાઈ શકે છે.

T-20 વર્લ્ડ કપ 3 કારણથી UAEમાં શિફ્ટ થઈ શકે છે

  • IPL સસ્પેન્ડ થઈ હોવાથી ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થવું મુશ્કેલ છે. આ ICC ટૂર્નામેન્ટ માટે BCCIએ ભારતમાં 9 વેન્યૂ પસંદ કરાયાં હતાં. આનું નિરીક્ષણ કરવા માટે ICCના અધિકારી એપ્રિલમાં કોરોનાને કારણે ભારત નહોતા આવ્યા. એપ્રિલ અને મેમાં ભારતની અંદર કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે 2021ના અંતિમ તબક્કામાં ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. એવામાં ભારત દેશની અંદર IPL અને T20 વર્લ્ડ કપ થવો સંભવ નથી.
  • ICCએ ઘણીવાર BCCIને કહ્યું છે કે તે T20 વર્લ્ડ કપ માટે ભારત સરકારથી ટેક્સમાં છૂટ અપાવે. આ બાબતે BCCIએ હજુ સુધી કશું કર્યું નથી. આની સાથે દેશને કોરોના મહામારીને પરિણામે ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે, એવામાં સરકાર છૂટ આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં BCCI વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરી શકે છે.
  • કોરોના મહામારી વચ્ચે IPL ભારતમાં કરવી સંભવ નથી. એથી આ લીગ પણ દેશની બહાર જ શિફ્ટ થશે. આવી સ્થિતિમાં જો BCCI ભારતમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે તો ખેલાડીઓને વારંવાર દેશની અંદર પ્રવાસ કરવો પડશે. આ બધું કોરોના મહામારી વચ્ચે સંભવ નથી. બાયો-બબલ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. એવામાં BCCI વર્લ્ડ કપ પણ UAEમાં યોજવા માટે સજ્જ છે.

T20 વર્લ્ડ કપ કેવા ફોર્મેટમાં રમાઈ શકે છે?
T20 વર્લ્ડ કપનો પ્રથમ રાઉન્ડ 8 ટીમ વચ્ચે બે ગ્રુપમાં રમાશે, જેમાં 12 મેચ થશે. એમાંથી 4 ટીમ (બંને ગ્રુપની ટોપ 2 ટીમ) સુપર-12 માટે પસંદગી પામશે.
આ 8 ટીમ બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન અને પપુઆ ન્યૂ ગિની છે. આ બંને ગ્રુપની મેટ UAE અને ઓમાનમાં થશે.
સુપર-12 રાઉન્ડ 24 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં 2 ગ્રુપમાં 12 ટીમો 30 મેચ રમશે. આ મેચ દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાઈ શકે છે.
12 ટીમમાં 4 પહેલા રાઉન્ડની ક્વોલિફાયર અને અન્ય ICC વર્લ્ડ રેન્કિંગની ટોપ-8 ટીમ હશે. ત્યાર પછી ત્રણ પ્લેઑફ મેચ રમાશે, જેમાંથી 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલ હશે.

IPLના બીજા ફેઝમાં વિદેશી ખેલાડીઓ અંગે સસ્પેન્સ
IPLની બાકીની મેચોમાં વિદેશી ખેલાડીઓના રમવા પર સસ્પેન્સ છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સ પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેના ખેલાડીઓ IPLના બીજા તબક્કા માટે UAE જઈ શકશે નહીં. આ દરમિયાન ઇંગ્લેન્ડે ઘણા દેશો સાથે શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં મોર્ગન, જોસ બટલર સહિતના ઘણા અંગ્રેજી ખેલાડીઓ રમી શકશે નહીં.

એ જ સમયે, ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા સાથે હોમ સિરીઝ પણ રમશે. જ્યારે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે રમવાનું છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ સાથે હોમ સિરીઝ રમવાની છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ રાષ્ટ્રીય ટીમ સાથે જોડાશે.

ટૂર્નામેન્ટ રદ થશે તો રૂ. 2500 કરોડનું નુકસાન
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટેલિગ્રાફને આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે તે અત્યારે તો ટૂર્નામેન્ટ મુદ્દે કોઈ ઉતાવળ નહીં કરે. ધીરે-ધીરે આના પર નિર્ણય લેવાશે. તેમણે કહ્યું હતું કે જો IPL આ વર્ષે નહીં કરવામાં આવે તો BCCIને 2500 કરોડનું નુકસાન થશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *