Barty wins women’s singles title, becomes Australian player after 41 years | બાર્ટીએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો, 41 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ખેલાડી વિજેતા બની

[ad_1]

વિમ્બલડન4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાર્ટીએ પ્લિસકોવાને 6-3, 7-6, 6-3થી હરાવી હતી

ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ પ્રથમ વખત વિમ્બલડન-2021નું ટાઇટલ જીતી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં બાર્ટીએ ચેક રિપબ્લિકની કેરૌલિના પ્લિસ્કોવાને ત્રણ સેટમાં 6-3, 6-7, 6-3થી હરાવી હતી. બાર્ટીનું આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. નંબર-1 બાર્ટીએ આ પહેલા 2019માં ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં બાર્ટીએ સારી શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં પ્લિસ્કોવાની બે સર્વિસ બ્રેક કરી અને પ્રથમ સેટમાં 4-0થી લીડ મેળવી હતી.

જોકે આ પછી પ્લિસ્કોવાએ વાપસી કરતા સ્કોર 3-5 કરી દીધો હતો. જોકે આ પછી બાર્ટીએ પોતાની સર્વિસમાં જીત મેળવી પ્રથમ સેટ 6-3થી પોતાના નામે કર્યો હતો. જોકે બીજો સેટ પ્લિસ્કોવાએ 7-6થી જીતીને 1-1થી બરાબરી કરી હતી. અંતિમ સેટમાં 25 વર્ષની બાર્ટીએ પ્લિસ્કોવાને કોઇ તક આપી ન હતી. તેણે 3-0થી લીડ બનાવી હતી. આ પછી સ્કોર 4-2 થયો હતો. અંતમાં બાર્ટીએ 6-3થી જીત મેળવી મુકાબલો પોતાના નામે કર્યો હતો. આ મુકાબલો એક કલાક 55 મિનિટ ચાલ્યો હતો. બાર્ટી સપ્ટેમ્બર 2019થી ટોપ રેન્કિંગ પર છે.

બાર્ટિ ટેનિસ પહેલાં ક્રિકેટમાં પણ હાથ અજમાવી ચુકી છે
એશ્લે બાર્ટી ટેનિસ પહેલા 2015-16માં ઓસ્ટ્રેલિયાની ટી-20 ક્રિકેટ લીગ બિગ બેશમાં ઉતરી ચૂકી છે. તે બ્રિસ્બેન હીટ તરફથી રમતી હતી. જોકે 9 મેચમાં એકપણ અડધી સદી ફટકારી શકી ન હતી. 39 રન તેનો બેસ્ટ સ્કોર છે. તે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો દમ બતાવશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *